ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયે દેશભરમાં પ્રવૃત્તિઓને ફરી ધમધમતી કરવા નવી માર્ગદર્શિકા બહાર પાડી
શાળાઓ ખોલવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને છૂટછાટો આપવામાં આવી
કન્ટેઇન્ટમેન્ટ ઝોનની બહાર વધારે પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 31 ઓક્ટોબર, 2020 સુધી લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે
Posted On:
30 SEP 2020 7:56PM by PIB Ahmedabad
ગૃહ મંત્રાલય (એમએચએ)એ આજે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોન (નિયંત્રણ ધરાવતા વિસ્તારો)ની બહાર વધુ પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેના નીતનિયમો જણાવવામાં આવ્યાં છે. આ માર્ગદર્શિકા 1 ઓક્ટોબર, 2020થી અમલમાં આવશે. આ વિવિધ પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવાની પ્રક્રિયાને વધુ લંબાવવા માટેની છે. આજે જાહેર થયેલી નવી માર્ગદર્શિકા રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિભાવો તથા કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા પર આધારિત છે.
નવી માર્ગદર્શિકાની વિવિધ ખાસિયતો
કન્ટેઇન્મેન્ટ ઝોન (નિયંત્રણ ધરાવતા વિસ્તારો)ની બહાર રહેલા વિસ્તારોમાં 15 ઓક્ટોબરથી નીચેની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે
- સિનેમા/થિયેટર/મલ્ટિપ્લેક્સોને તેમની બેઠક ક્ષમતાના 50 ટકા સુધી ભરીને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે, આ સંબંધમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એસઓપી જાહેર કરવામાં આવશે.
- બિઝનેસ ટૂ બિઝનેસ (બી2બી)ને શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે, જે માટે વાણિજ્ય વિભાગ દ્વારા એસઓપી જાહેર કરવામાં આવશે.
- સ્વિમિંગ પૂલોને રમતવીરોની તાલીમ માટે ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવશે, જે માટે યુવા સંબંધિત અને રમતગમત મંત્રાલય (એમઓવાયએએન્ડએસ) દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) જાહેર કરવામાં આવશે.
- મનોરંજન પાર્કો અને આ પ્રકારના સ્થળોને ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ) દ્વારા એસઓપી જાહેર કરવામાં આવશે.
શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સંસ્થાઓ ખોલવા સાથે સંબંધિત સૂચનો
- શાળાઓ અને કોચિંગ સંસ્થાઓની કામગીરી ફરી શરૂ કરવા રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને 15 ઓક્ટોબર, 2020થી તબક્કાવાર રીતે ખોલવાનો નિર્ણય લેવાની અનુકૂળતા આપવામાં આવી છે. આ નિર્ણય સ્થિતિસંજોગોનું મૂલ્યાંકન કરવાને આધારે સંબંધિત શાળા/સંસ્થાનાં મેનેજમેન્ટ સાથે ચર્ચાવિચારણા કરીને લેવામાં આવશે તથા આ નિર્ણય નીચેની શરતોને આધિન હશેઃ
- શિક્ષણ માટે પસંદગીનાં માધ્યમ ઓનલાઇન/ડિસ્ટન્સ લર્નિંગ તરીકે જળવાઈ રહેશે તથા એને પ્રોત્સાહન આપવામાં આવશે.
- જ્યાં શાળાઓ ઓનલાઇન વર્ગો હાથ ધરે છે અને કેટલાંક વિદ્યાર્થીઓ શાળામાં ફિઝિકલ હાજરી આપવાને બદલે ઓનલાઇન વર્ગોમાં હાજર રહેવાનું પસંદ કરે છે, તો તેમને આ માટેની મંજૂરી આપી શકાશે.
- વિદ્યાર્થીઓ માતાપિતાઓની લેખિત મંજૂરી સાથે જ શાળાઓ/સંસ્થાઓમાં હાજરી આપી શકે છે.
- વિદ્યાર્થીઓને ફિઝિકલ હાજર રહેવા માટે દબાણ ન કરવું જોઈએ અને એનો આધાર સંપૂર્ણપણે માતાપિતાની સંમતિ રહેશે.
- રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (ડીઓએસઇએલ) દ્વારા ઇશ્યૂ કરવામાં આવશે એ એસઓપીને આધારે શાળાઓ/સંસ્થાઓને ફરી ખોલવા માટે સ્વાસ્થ્ય અને સલામતીની કાળજીઓ સાથે સંબંધિત પોતાની આગવી એસઓપી તૈયાર કરશે.
- જે શાળાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે એ શાળાઓમાં રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ વિભાગ દ્વારા ઇશ્યૂ થનાર એસઓપીનું ફરજિયાત પાલન કરવું પડશે.
- શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ (ડીએચઇ) સ્થિતિસંજોગોનું મૂલ્યાંકન કરીને એને આધારે ગૃહ મંત્રાલય (એમએચએ) સાથે ચર્ચા કરીને કોલેજો/ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાના સમયનો નિર્ણય લઈ શકે છે. ઓનલાઇન/ડિસ્ટન્સ લર્નિંગ શિક્ષણનું પસંદગીની પદ્ધતિ તરીકે જળવાઈ રહેશે અને એને પ્રોત્સાહન આપવામાં આવશે.
- જોકે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ (પીએચ.ડી) માટે તથા પ્રયોગશાળા/અનુભવજન્ય કાર્યોની જરૂરિયાત ધરાવતી વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રવાહના પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સંસ્થાઓ 15 ઓક્ટોબર, 2020થી ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે, જે નીચે મુજબ છેઃ
- કેન્દ્ર સરકારનું ફંડ મેળવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે સંસ્થાના વડાને પોતાને રીતે ખાતરી કરવી પડશે કે, સંશોધન કરતાં વિદ્યાર્થીઓ (પીએચ.ડી) તથા પ્રયોગશાળા/અનુભવજન્ય કાર્યો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રવાહમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સંસ્થામાં જઈને અભ્યાસની જરૂર છે.
- અન્ય તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે, રાજ્યની વિશ્વવિદ્યાલયો, ખાનગી વિશ્વવિદ્યાલયો વગેરે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ (પીએચ.ડી) અને પ્રયોગશાળા/અનુભવજન્ય કાર્યોની જરૂર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રવાહમાં પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ખુલી શકે છે, જે માટેનો નિર્ણય સંબંધિત રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો લેશે.
એકત્ર થવાના નિયમો
- સામાજિક/શૈક્ષણિક/રમતગમત/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય કાર્યક્રમો અને અન્ય મેળાવડાને મંજૂરી આપવામાં આવશે, જેમાં મહત્તમ 100 વ્યક્તિની મંજૂરી આપવામાં આવશે. વળી આ મંજૂરી કન્ટેઇન્મેન્ટ ઝોન (નિયંત્રણ ધરાવતા વિસ્તારો)ની બહાર જ મળશે. હવે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને 15 ઓક્ટોબર, 2020 પછી કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર 100 વ્યક્તિથી વધારે લોકોને એકત્ર થવાની મંજૂરી આપવાની છૂટ મળી છે, જે નીચેના સ્થિતિસંજોગોને આધિન રહેશે:
- બંધ જગ્યાઓમાં હોલની ક્ષમતાના મહત્તમ 50 ટકા લોકોને એકત્ર થવાની મંજૂરી મળશે, જેમાં મહત્તમ 200 વ્યક્તિ જ એકત્ર થઈ શકશે. ફેસ માસ્ક ધારણ કરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, થર્મલ સ્કેનિંગ માટેની જોગવાઈ અને હેન્ડ વોશ કે સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે.
- ખુલ્લી જગ્યામાં મેદાન/જગ્યાની સાઇઝને ધ્યાનમાં રાખીને તથા સોશિયલ ડિસ્ટન્સિંગના કડક પાલન સાથે ફેસ માસ્ક ફરજિયાત ધારણ કરવો, થર્મલ સ્કેનિંગ માટેની જોગવાઈ અને હેન્ડ વોશ કે સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે.
આ પ્રકારની માર્ગદર્શિકા કોવિડ-19નો પ્રસાર ન કરે એ સુનિશ્ચિતતા કરવા રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો આ પ્રકારના મેળાવડાનું નિયમન કરવા વિગતવાર એસઓપી જાહેર કરશે તથા એનું કડકપણે પાલન થાય એની ખાતરી કરશે.
- નીચેના સિવાય તમામ પ્રવૃત્તિઓને કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર મંજૂરી આપવામાં આવશે:
- ગૃહ મંત્રાલયની મંજૂરી મુજબ, પેસેન્જરોની આંતરરાષ્ટ્રીય હવાઈ પ્રવાસ.
- કન્ટેઇન્મેન્ટ ઝોનની અંદર 31 ઓક્ટોબર, 2020 સુધી લોકડાઉનનો કડકપણે અમલ થશે.
- સંક્રમણની સાંકળ અસરકારક રીતે તોડવાના ઉદ્દેશ સાથે એમઓએચએફડબલ્યુની માર્ગદર્શિકાનો વિચાર કર્યા પછી જિલ્લા સત્તામંડળો દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોનને અંકિત કરવામાં આવશે. આ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નિયંત્રણ માટેના કડક પગલાંનો અમલ લાગુ થશે અને ફક્ત આવશ્યક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.
- કન્ટેઇમેન્ટ ઝોનની અંદર કડક પરિઘમાં નિયંત્રણ જાળવવામાં આવશે અને ફક્ત આવશ્યક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.
- આ કન્ટેઇન્મેન્ટ ઝોનને સંબંધિત જિલ્લા કલેક્ટરો અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારની વેબસાઇટ પર અધિસૂચિત કરવામાં આવશે તથા એમઓએચએફડબલ્યુ સાથે માહિતી વહેંચવામાં આવશે.
કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર રાજ્ય સરકારો કોઈ પણ સ્થાનિક લોકડાઉન લાગુ નહીં કરે
- રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો કેન્દ્ર સરકારની પૂર્વમંજૂરી વિના કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર કોઈ પણ સ્થાનિક લોકડાઉન (રાજ્ય/જિલ્લા/પેટાડિવિઝન/શહેર/ગ્રામીણ સ્તરે) લાગુ નહીં કરી શકે.
આંતર-રાજ્ય અને રાજ્યની અંદર અવરજવર પર કોઈ નિયંત્રણ નહીં
- વ્યક્તિઓ અને ચીજવસ્તુઓની આંતર-રાજ્ય અને રાજ્યની અંદર અવરજવર પર કોઈ નિયંત્રણ લાગુ નહીં થાય. આ પ્રકારની અવરજવર માટે અલગથી મંજૂરી/સંમતિ/ઇ-પરમિટ લેવાની જરૂર નહીં પડે.
કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય સૂચનો
- કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય સૂચનો દેશભરમાં જળવાઈ રહેશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગની સુનિશ્ચિતતા કરવામાં આવશે. દુકાનોને ગ્રાહકો વનચ્ચે પર્યાપ્ત ફિઝિકલ અંતર જાળવવાની જરૂર પડશે. ગૃહ મંત્રાલય (એમએચએ) રાષ્ટ્રીય સૂચનોના અસરકારક અમલ પર નજર રાખશે.
- નબળાઈ ધરાવતા વ્યક્તિઓ માટે રક્ષણ
નબળાઈ ધરાવતા વ્યક્તિઓ એટલે કે 65 વર્ષથી વધારે વ્યક્તિઓ, કોઈ પણ બિમારી ધરાવતી વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે, સિવાય કે આવશ્યક જરૂરિયાતો હોય અને સ્વાસ્થ્ય સંબંધિત ઉદ્દેશો માટે મળવાનું જરૂરી હોય.
આરોગ્ય સેતુનો ઉપયોગ
- આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું જાળવી રાખવામાં આવશે.
SD/GP/BT
(Release ID: 1660472)
Visitor Counter : 447
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada