ચૂંટણી આયોગ

બિહારમાં લોકસભાની એક અને વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ભરવા માટેના પેટાચૂંટણીઓ યોજવાના સંબંધમાં જાણકારી

Posted On: 29 SEP 2020 3:38PM by PIB Ahmedabad

પંચે બિહારમાં લોકસભાની એક (1) બેઠક અને વિવિધ રાજ્યોમાં વિધાનસભાની 56 બેઠકો પર પડેલી ખાલી જગ્યાઓ ભરવા માટે પેટાચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે, જેની વિગત નીચે મુજબ છેઃ

 

ક્રમ

રાજ્ય

લોકસભાની બેઠકનો નંબર અને નામ

1.

બિહાર

1-વાલ્મિકી નગર

 

 

ક્રમ

રાજ્ય

વિધાનસભા બેઠકનો નંબર અને નામ

  1.  

છત્તીસગઢ

24 મરવાહી (અનુસૂચિત જનજાતિ)

  1.  

ગુજરાત

01 અબડાસા

  1.  

ગુજરાત

61 લીંબડી

  1.  

ગુજરાત

65 મોરબી

  1.  

ગુજરાત

94 ધારી

  1.  

ગુજરાત

106 -  ગઢડા (અનુસૂચિત જાતિ)

  1.  

ગુજરાત

147- કરજણ

  1.  

ગુજરાત

173- ડાંગ (અનુસૂચિત જનજાતિ)

  1.  

ગુજરાત

181 કપરાડા (અનુસૂચિત જનજાતિ)

  1.  

હરિયાણા

33 બરોદા

  1.  

ઝારખંડ

10 - દુમકા (અનુસૂચિત જનજાતિ)

  1.  

ઝારખંડ

35 - બેરમો

  1.  

કર્ણાટક

136 - સિરા

  1.  

કર્ણાટક

154 - રાજરાજેશ્વરીનગર

  1.  

મધ્યપ્રદેશ

04 - જૌરા

  1.  

મધ્યપ્રદેશ

5 - સુમાવલી

  1.  

મધ્યપ્રદેશ

6 - મુરૈના

  1.  

મધ્યપ્રદેશ

7 - દિમની

  1.  

મધ્યપ્રદેશ

8 - અંબાહ (અનુસૂચિત જાતિ)

  1.  

મધ્યપ્રદેશ

12 - મેહગાંવ

  1.  

મધ્યપ્રદેશ

13 - ગોહદ (અનુસૂચિત જાતિ)

  1.  

મધ્યપ્રદેશ

15 - ગ્વાલિયર

  1.  

મધ્યપ્રદેશ

16 - ગ્વાલિયર પૂર્વ

  1.  

મધ્યપ્રદેશ

19 - ડબરા (અનુસૂચિત જાતિ)

  1.  

મધ્યપ્રદેશ

21 - ભાંડેર (અનુસૂચિત જાતિ)

  1.  

મધ્યપ્રદેશ

23 - કરેરા (અનુસૂચિત જાતિ)

  1.  

મધ્યપ્રદેશ

24 - પોહરી

  1.  

મધ્યપ્રદેશ

28 - બામોરી

  1.  

મધ્યપ્રદેશ

32 - અશોક નગર (અનુસૂચિત જાતિ)

  1.  

મધ્યપ્રદેશ

34 - મુંગાવલી

  1.  

મધ્યપ્રદેશ

37 - સુરખી

  1.  

મધ્યપ્રદેશ

53 - મલહારા

  1.  

મધ્યપ્રદેશ

87 - અનૂપપુર (અનુસૂચિત જનજાતિ)

  1.  

મધ્યપ્રદેશ

142 - સાંચી (અનુસૂચિત જાતિ)

  1.  

મધ્યપ્રદેશ

161 - બ્યાવરા

  1.  

મધ્યપ્રદેશ

166 - આગર (અનુસૂચિત જાતિ)

  1.  

મધ્યપ્રદેશ

172 - હાટપિપલ્યા

  1.  

મધ્યપ્રદેશ

175 - મંધાતા

  1.  

મધ્યપ્રદેશ

179 - નેપાનગર (અનૂસૂચિત જનજાતિ)

  1.  

મધ્યપ્રદેશ

202 - બદનાવર

  1.  

મધ્યપ્રદેશ

211 - સાંવેર (અનુસૂચિત જાતિ)

  1.  

મધ્યપ્રદેશ

226 - સુવાસરા

  1.  

મણિપુર

30 - લિલોંગ

  1.  

મણિપુર

34 - વાંગજિંગ તેંથા

  1.  

નાગાલેન્ડ

14 - સધર્ન અંગામી-I (અનુસૂચિત જનજાતિ)

  1.  

નાગાલેન્ડ

60 - પુંગ્રો-કિફિરે (અનુસૂચિત જનજાતિ)

  1.  

ઓડિશા

38 - બાલાસોર

  1.  

ઓડિશા

102 - તિર્તોલ (અનુસૂચિત જાતિ)

  1.  

તેલંગાણા

41 - ડુબ્બક

  1.  

ઉત્તરપ્રદેશ

40 -  નૌંગાવા સાદાત

  1.  

ઉત્તરપ્રદેશ

65 - બુલંદશહર

  1.  

ઉત્તરપ્રદેશ

95 - ટુંડલા (અનુસૂચિત જાતિ)

  1.  

ઉત્તરપ્રદેશ

162 - બાંગરમઉ

  1.  

ઉત્તરપ્રદેશ

218 - ઘાટમપુર (અનુસૂચિત જાતિ)

  1.  

ઉત્તરપ્રદેશ

337 -  દેઓરિયા

  1.  

ઉત્તરપ્રદેશ

367 - મલ્હાની

 

સ્થાનિક તહેવારો, હવામાનની સ્થિતિ, સૈન્યદળોની હલનચલન, રોગચાળો વગેરે જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખ્યાં પછી પંચે નીચે ઉલ્લેખ કરેલા કાર્યક્રમ મુજબ આ બેઠકો ભરવા માટે પેટાચૂંટણીઓ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છેઃ

ચૂંટણીના કાર્યક્રમો

વિવિધ રાજ્યોની 54 વિધાનસભા  બેઠકોમાં પેટાચૂંટણીનો કાર્યક્રમ (મણિપુર સિવાય)

બિહારની એક સંસદીય અને મણિપુરમાં બે વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટેનો કાર્યક્રમ

ગેઝેટ જાહેરનામુ બહાર પાડવાની તારીખ

09.10.2020

(શુક્રવાર)

13.10.2020

(મંગળવાર)

ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ

16.10.2020

(શુક્રવાર)

20.10.2020

(મંગળવાર)

ઉમેદવારોની ચકાસણી માટેની તારીખ

17.10.2020

(શનિવાર)

21.10.2020

(બુધવાર)

ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ

19.10.2020

(સોમવાર)

23.10.2020

(શુક્રવાર)

મતદાનની તારીખ

03.11.2020

(મંગળવાર)

07.11.2020

(શનિવાર)

મતગણનાની તારીખ

10.11.2020

(મંગળવાર)

10.11.2020

(મંગળવાર)

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ

12.11.2020

(ગુરુવાર)

12.11.2020

(ગુરુવાર)

 

  1. મતદાતાપત્રકો

ઉપર ઉલ્લેખિત લોકસભા અને વિધાનસભાની બેઠકો માટે મતદાતાપત્રકો પ્રકાશિત થયા છે, જેમાં 01.01.2020ને મતદાતા તરીકે લાયકાત ધરાવવાની તારીખ ગણવામાં આવી છે.

  1. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVMs) અને VVPATs

ઉપર ઉલ્લેખિત પેટાચૂંટણીઓ માટે પર્યાપ્ત સંખ્યામાં EVMs અને VVPATs ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.

  1. મતદારોની ઓળખ

હાલ પ્રચલિત રીતને જાળવી રાખીને મતદારની ઓળખ ચૂંટણી સમયે ઉપર ઉલ્લેખિત ચૂંટણીઓમાં ફરજિયાત કરવી પડશે. મતદાતાનું ફોટો આઇડેન્ટિટી કાર્ડ (ઇપીઆઇસી) મતદારની ઓળખનો મુખ્ય પુરાવો છે. જોકે કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે એ સુનિશ્ચિત કરવા, જો મતદાતાપત્રકમાં કોઈ મતદાતાનું નામ હોય, તો વિકલ્પ સ્વરૂપે ઓળખના નીચેના પુરાવા પણ ઉપયોગી નીવડશેઃ

  1. આધાર કાર્ડ
  2. મનરેગા જોબ કાર્ડ
  3. પેન કાર્ડ
  4. બેંક/પોસ્ટ ઓફિસ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલી ફોટોગ્રાફ સાથેની પાસબુક
  5. શ્રમ મંત્રાલયની યોજના દ્વારા ઇશ્યૂ થયેલું હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
  6. ડ્રાઇવિંગ લાયસન્સ
  7. પાસપોર્ટ
  8. કંપનીએ ઇશ્યૂ કરેલું ફોટોગ્રાફ સાથેનું સર્વિસ આઇડેન્ટિટી કાર્ડ
  9. એનપીઆર હેઠળ આરજીઆઈ દ્વારા ઇશ્યૂ થયેલું સ્માર્ટ કાર્ડ
  10. ફોટોગ્રાફ સાથે પેન્શન ડોક્યુમેન્ટ
  11. સાંસદ/ધારાસભ્યો/વિધાનપરિષદના સભ્યો દ્વારા ઇશ્યૂ થયેલા સરકારી ઓળખપત્રો
  1. ચૂંટણીની આચારસંહિતા

ચૂંટણીની આચારસંહિતા એ જિલ્લાઓમાં તાત્કાલિક અસર સાથે લાગુ થઈ જશે, જેમાં વિધાનસભાની બેઠકનાં સંપૂર્ણ કે કોઈ પણ ભાગમાં ચૂંટણી થશે, જે કમિશનરની 29 જૂન, 2017ની સૂચના નંબર 437/6/1NST/2016-CCS મુજબ ઇશ્યૂ થયા મુજબ આંશિક સુધારાને આધિન છે (આ સૂચના પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે). ચૂંટણીની આચારસંહિતા તમામ ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિત રાજ્ય સરકારને લાગુ પડશે. કેન્દ્ર સરકારને પણ ચૂંટણીની આચારસંહિતા લાગુ થશે.

6 માર્ચ, 2020ના રોજ જાહેર થયેલા પત્ર નંબર 3/4/2020/SDR/Vol.III અને 16 સપ્ટેમ્બર, 2020ના રોજ જાહેર થયેલા પત્ર નંબર 3/4/2019/SDR/Vol.IVમાં આપેલી સૂચના મુજબ, સંબંધિત ઉમેદવારો અને તેમને પસંદ કરનાર રાજકીય પક્ષોએ અપરાધિક રેકોર્ડને જાહેર કરવા સાથે સંબંધિત તમામ સૂચનાઓનું પાલન આ ચૂંટણીઓમાં કરવું પડશે.

ઉપર ઉલ્લેખિત પેટાચૂંટણીઓમાં વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધારે વય ધરાવતા) અને પીડબલ્યુડી મતદારોને પોસ્ટલ મતદાન કરવાની સુવિધા, ચૂંટણીના ખર્ચનો વહીવટી વગેરે સહિત અન્ય સૂચનાઓ લાગુ પડશે.

  1. કોવિડ-19 દરમિયાન પેટાચૂંટણીઓના આયોજન દરમિયાન પાલન કરવી જરૂરી વિસ્તૃત માર્ગદર્શિકા

કોવિડ-19 રોગચાળાના પ્રસારને ધ્યાનમાં રાખીને પંચે 21 ઓગસ્ટ, 2020ના રોજ વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનું ચૂંટણીનાં આયોજન દરમિયાન કડકપણે પાલન કરવું પડશે, જે અહીં પરિશિષ્ટ-1માં સંલગ્ન છે, જે પંચની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

કોવિડ માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો.

 

SD/GP/BT



(Release ID: 1660063) Visitor Counter : 229