પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીનું સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન

Posted On: 22 SEP 2020 12:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, પંચોતેર વર્ષ પહેલાં માનવ ઇતિહાસમાં પ્રથમ વખત આખા વિશ્વ માટે એક સંસ્થા બનાવવામાં આવી હતી અને યુદ્ધની ભયાનકતામાંથી નવી આશા ઉભી થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સ્થાપક હસ્તાક્ષરકર્તાના રૂપમાં ભારત તે ઉમદા દ્રષ્ટિનો એક ભાગ હતો, જે ભારતનું પોતાનું ‘વસુધૈવ કુટુંબકમ’ નું દર્શન પ્રતિબિંબિત કરે છે - જે બધા સર્જનને કુટુંબ તરીકે જુએ છે.

સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા અભિયાન સહિત શાંતિ અને વિકાસના પ્રયોજનને વિકસિત કરનારાઓને શ્રદ્ધાંજલિ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રને કારણે આજે આપણું વિશ્વ એક ઉત્તમ સ્થળ છે. આજે અપનાવાયેલી સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણું બધું મેળવ્યું છે પણ મૂળ મિશન અધૂરું રહ્યું છે અને આપણે આજે દૂરગામી ઘોષણા સ્વીકારીએ છીએ ત્યારે હજી પણ કાર્ય કરવાની જરૂર છે: સંઘર્ષ અટકાવવા, વિકાસ સુનિશ્ચિત કરવા, આબોહવા પરિવર્તનને વાચા આપવા, અસમાનતા ઘટાડવામાં અને ડિજિટલ તકનીકોનો લાભ લેવા. આ ઘોષણાપત્રમાં સંયુક્ત રાષ્ટ્રમાં જ સુધારાની આવશ્યકતાને પણ સ્વીકારવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વ્યાપક સુધારાના અભાવને કારણે સંયુક્ત રાષ્ટ્રને આત્મવિશ્વાસના સંકટનો સામનો કરવો પડે છે અને આજના પડકારો સામે જુની શૈલીઓથી લડી શકાતું નથી. તેમણે ઉમેર્યું કે, આજના પારસ્પરિક રીતે જોડાયેલા વિશ્વ માટે આપણે એક સુધારેલ બહુપક્ષીયતાની જરૂર છે: જે આજની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે; બધા હિતધારકોને વાચા આપે છે; સમકાલીન પડકારોને વાચા આપે છે અને માનવ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અંતમાં ભારત આ માટે અન્ય તમામ રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1657707) Visitor Counter : 229