સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
નવા પુષ્ટિ થયેલા કેસમાં 76% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે
Posted On:
21 SEP 2020 1:03PM by PIB Ahmedabad
દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 86,961 નવા કેસ નોંધાયા છે. નવા પુષ્ટિ થયેલા કેસમાં 76% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.
કુલ નોંધાયેલા કેસમાં એકલા મહારાષ્ટ્રનું યોગદાન 20,000થી વધુનું છે જયારે આંધ્રપ્રદેશે 8,000થી વધુનું યોગદાન આપ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 1,130 જેટલા મૃત્યુ નોંધાયા છે. કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુમાં 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 86% જેટલા મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે.
મહારાષ્ટ્રમાં 455 તથા કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે 101 અને 94 મૃત્યુ નોંધાયા છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:
(Release ID: 1657200)
Visitor Counter : 218