સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ


છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 82,961 દર્દીઓ કોવિડમાંથી સ્વસ્થ થયા

સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં લગભગ એક ચતુર્થાંશ હિસ્સો મહારાષ્ટ્રનો છે

સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4 ગણી થઇ

Posted On: 16 SEP 2020 11:57AM by PIB Ahmedabad

ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતે સૌથી વધુ એક દિવસીય સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી છે. 82,961 કોવિડ દર્દીઓ હોમ/સુવિધા આઇસોલેશન અને હોસ્પિટલોમાંથી સાજા થતા રજા આપવામાં આવી હતી, જે સાજા થવાના દરને 78.53ની નવી સપાટીએ લઇ ગયો છે.

સાજા થયેલા દર્દીઓની સાપ્તાહિક સામાન્ય સરેરાશમાં સતત વધારો થયો છે.

સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 39,42,360 છે.

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર (19423) એ નવા સાજા થયેલા કેસમાં 23.41% યોગદાન આપ્યું જ્યારે આંધ્ર પ્રદેશ (9628), કર્ણાટક (7406), ઉત્તર પ્રદેશ (6680) અને તમિલનાડુ (5735) એ નવા સાજા થયેલા કેસમાં 35.5% નું યોગદાન આપ્યું.

લગભગ 59% નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા પાંચ રાજ્યોમાંથી આવી છે.

27 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર 70% કરતા વધુ હોવાનું નોંધાયું છે.

આજની તારીખે દેશમાં 9,95,933 સક્રિય કેસ છે.

સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર આજે 29 લાખ (29,46,427) ને પાર કરી ગયું છે. સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4 ગણી થઇ ગઈ છે.

સક્રિય કેસના 60% જેટલા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુમાં છે.

કુલ સક્રિય કેસના 70% કેસ નવ સૌથી અસરગ્રસ્ત રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળે છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 90,123 નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 20,000થી વધુ નવા કેસ સાથે, મહારાષ્ટ્ર સૌથી આગળ છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ (8846) અને કર્ણાટક (7576) છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 


(Release ID: 1654992) Visitor Counter : 214