સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનો સાજા થવાનો દર ઉર્ધ્વ માર્ગ પર અગ્રેસર, 78% થયો


સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા કેસની સંખ્યા 28 લાખ કરતા વધુ

કુલ સક્રિય કેસના 60% કેસ 5 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં

Posted On: 14 SEP 2020 11:11AM by PIB Ahmedabad

ભારતના ઝડપથી વિકસી રહેલા સાજા થવાના દરની વૃદ્ધિએ આજે એક સીમાચિહ્ન પાર કર્યું છે. સતત ઉર્ધ્વ માર્ગ પર સાજા થવાનો દર 78.00% એ પહોંચ્યો છે, જે દરરોજ સાજા થવાની વધતી સંખ્યાને પ્રતિબિંબિત કરે છે.

છેલ્લા 24 કલાકમાં 77,512 દર્દીઓને રજા આપવામાં આવી છે. કુલ સાજા થયેલા કેસની સંખ્યા 37,80,107 થઇ ગઈ છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે. જે આજે લગભગ 28 લાખ (27,93,509) થઇ ગયું છે.

આજની તારીખે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 9,86,598 છે.

60 ટકાથી વધુ સક્રિય કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ જેવા પાંચ રાજ્યોમાં કેન્દ્રિત છે. આ રાજ્યોએ સાજા થયેલા કુલ કેસમાં 60% કેસ નોંધાવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 92,071 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રનું યોગદાન વધારે છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં 22,000થી વધુ નવા કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશે 9,800થી વધુ નવા કેસમાં ફાળો આપ્યો છે.

મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આ પાંચ રાજ્યો દ્વારા કુલ કેસમાં લગભગ 60% જેટલું યોગદાન આપવામાં આવી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 1,136 મૃત્યુ થયા છે. નવા નોંધાયેલા મૃત્યુઆંકમાં લગભગ 53% મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આ ત્રણ રાજ્યોમાં કેન્દ્રિત છે. ત્યારબાદ તામિલનાડુ, પંજાબ અને આંધ્રપ્રદેશ આવે છે.

ગઈકાલે નોંધાયેલા કુલ મૃત્યુઆંકમાં 36%થી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં (416 મૃત્યુ) થયા છે.

 

SD/GP/BT

 

 

 

 


(Release ID: 1653942)