સંસદીય બાબતોનું મંત્રાલય

સંસદનું ચોમાસું સત્ર 2020 આવતીકાલ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે


1 લી ઓક્ટોબર સુધીની તેની 18 બેઠકો દરમિયાન સત્રમાં 47 બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે;

વટહુકમને કાયદામાં રૂપાંતરિત કરવા માટે અગિયાર બિલ લવાશે

Posted On: 13 SEP 2020 2:58PM by PIB Ahmedabad

સંસદનું ચોમાસું સત્ર 2020 14 સપ્ટેમ્બર, 2020, સોમવારથી શરૂ થશે. 17 મી લોકસભાનું ચોથું સત્ર અને રાજ્યસભાનું 252મુ સત્ર 14 સપ્ટેમ્બર, 2020, સોમવારના રોજ શરૂ થશે અને સરકારી કાર્યોની સમય અવધિને ધ્યાનમાં રાખીને ગુરુવાર, 1 લી ઓકટોબર, 2020ના રોજ સમાપ્ત થવાની શક્યતા છે.

આ સત્ર 18 દિવસ સુધી ચાલશે અને 18 બેઠકો આયોજિત કરવામાં આવશે (આ સત્ર દરમિયાન શનિવાર અને રવિવાર સહિત બંને દિવસો દરમિયાન કાર્ય ચાલુ રહેશે) અને ચોમાસુ સત્ર 2020 દરમિયાન કુલ 47* બાબતો હાથ ધરવામાં આવશે (*તેમાં 45 બિલ અને 2 નાણાકીય બાબતોનો સમાવેશ થાય છે).

વટહુકમને બદલતા કુલ અગિયાર બિલ આ મુજબ છે: (1) ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020, (2) ફાર્મર્સ (એમ્પાવર્મેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસીસ એશ્યૉરન્સ એન્ડ ફાર્મ સર્વિસિસ બિલ, 2020 (3) ધી હોમિયોપથી સેન્ટ્રલ કાઉન્સિલ (સુધારા) બિલ 2020, (4) ધી ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (સુધારા) બિલ, 2020, (5) ધી એસેનશીયલ કોમોડિટીઝ (સુધારા) બિલ, 2020, (6) ધી ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપસી (સેકન્ડ) એમેન્ડમેન્ટ બિલ, 2020 (7) ધી બેંકિંગ રેગ્યુલેશન (સુધારા) બિલ, 2020, (8) ધી ટેક્સેશન એન્ડ અધર લૉ (રિલેક્સેશન ઓફ સર્ટેઇન પ્રોવિઝન) બિલ, 2020 (9) ધી એમપીડેમિક ડિઝીઝ (સુધારા) બિલ, 2020 (10) ધી સેલરી એન્ડ અલાઉન્સ ઓફ મિનિસ્ટર્સ (સુધારા) બિલ, 2020 (11) ધી સેલરી, અલાઉન્સ એન્ડ પેન્શન ઓફ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ (સુધારા) બિલ, 2020. આ બિલો આગામી ચોમાસુ સત્ર દરમિયાન પાસ કરવા જરૂરી રહેશે.

આ ઉપરાંત, ગૃહમાં આ સત્ર દરમિયાન કેટલાક મહત્વના કાયદાઓને ધ્યાનમાં લેવાની જરૂરિયાત છે જે આ મુજબ છે: (1) ધી પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ બિલ, 2020 (2) રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યા અનુસાર ધી નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCIM) બિલ 2019, (3) રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યા અનુસાર ધી નેશનલ કમિશન ફોર હોમિયોપથી (NCH) બિલ 2019 (4) લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા અનુસાર ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ બિલ, 2020 (5) લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા અનુસાર ધી એરક્રાફ્ટ (સુધારા) બિલ, 2020 (6) ધી કંપનીઝ (સુધારા) બિલ 2020 (7) લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા અનુસાર ધી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી  (સુધારા) બિલ, 2020   (8) લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા અનુસાર ધી સરોગસી (નિયંત્રણ) બિલ 2020 (9) ધી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ 2020 (10) લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા અનુસાર ધી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બિલ 2020 (11) લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા અનુસાર ધી ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લૉ (સુધારા) બિલ 2020 (12) લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા અનુસાર ધી ઇન્ટર સ્ટેટ રિવર વોટર ડીસ્પ્યુટ (સુધારા) બિલ 2019, (13) લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા અનુસાર ધી ડેમ સેફટી બિલ 2019, (14) ધી મેજર પોર્ટ ઓથોરીટી બિલ 2020 (15) ધી કોડ ઑઁ સોશ્યલ સિક્યોરીટી એન્ડ વેલ્ફેર 2019 (16) ધી ઓકયુંપેશનલ સેફટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2019 (17) ધી ઇન્ડસ્ટ્રિયલ રિલેશન કોડ બિલ 2019.

આ સત્ર દરમિયાન અન્ય કેટલાક બિલ કે જેમને રજૂ કરવાની, વિચાર કરવાની અને પસાર કરવાની શક્યતા છે તે આ મુજબ છે: (1) ધી બાયલેટરલ નેટિંગ ઓફ ફાયનાન્સિયલ કોન્ટ્રેક્ટસ બિલ 2020 (2) ધી ફેકટરીંગ રેગ્યુલેશન (સુધારા) બિલ 2020 (3) ધી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી (સુધારા) બિલ 2020 (4) ધી નેશનલ કમિશન ફોર એલાયડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન બિલ 2020 (5) ધી આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનોલોજી (નિયંત્રણ) બિલ 2020, (6) ધી ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી  (સુધારા) બિલ 2020 (7) ધી ફોરેન કન્ટ્રીબ્યુશન (નિયામક) સુધારા બિલ 2020 (8) ધી રીપ્રેઝેન્ટેશન ઓફ પીપલ (સુધારા) બિલ 2020 (9) ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ ધેર રીહેબિલિટેશન (સુધારા) બિલ 2020 (10) ધી જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) સુધારા બિલ 2020 (11) ધી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ 2020 (12) ધી જમ્મુ એન્ડ કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020.

એવા પણ કેટલાક બિલ છે કે જેમને આ સત્ર દરમિયાન પાછા ખેંચવાના છે જે આ મુજબ છે: (1) ધી એલાયડ્ એન્ડ હેલ્થકેર પ્રોફેશન બિલ 2018, (2) ધી માઇન્સ (સુધારા) બિલ 2011 (3) ધી ઇન્ટર સ્ટેટ માઈગ્રન્ટ વર્કમેન (રોજગાર અને સેવાની શરતો નિયમન) સુધારા બિલ 2011 (4) ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રિલેટેડ લૉ (સુધારા) બિલ 2013 (5) ધી એમ્પ્લોયમેન્ટ એક્સ્ચેન્જ (કંપલસરી નોટિફિકેશન ઓફ વેકેન્સી) સુધારા બિલ 2013.

કોવિડ 19 મહામારી દરમિયાન આયોજિત થનાર આ સૌથી પહેલું સત્ર હશે. આથી કોવિડ 19 માટેની જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાઓ અનુસાર આ સત્રનું આયોજન કરવા માટે સુરક્ષાના તમામ પગલાઓ લેવામાં આવ્યા છે.

દરેક દિવસે પ્રત્યેક ગૃહ માટે ચાર કલાકનું સત્ર રહેશે (રાજ્યસભા માટે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી અને લોકસભા માટે સાંજે 3 થી 7 વાગ્યા સુધી). પરંતુ માત્ર પ્રથમ દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ લોકસભા સવારના સત્રમાં મળશે. આ સત્ર દરમિયાન અન્ય પગલાઓ જેવા કે બંને ગૃહોના ચેમ્બર્સમાં અને સાથે સાથે  ગેલેરીઝ માં પણ સંસદસભ્યોની છૂટી છવાઈ બેઠક વ્યવસ્થા કે જેથી શારીરિક અંતર જાળવવાના નિયમનું પાલન થઈ શકે, સંસદસભ્યોની હાજરી નોંધવા માટે મોબાઈલ એપની શરૂઆત અને ગૃહમાં તમામ બેઠકો પોલી કાર્બન શીટ વડે અલગ રાખવાની વ્યવસ્થા વગેરે હાથ ધરવામાં આવ્યા છે.

આ સત્ર દરમિયાન શૂન્ય કાળ રહેશે અને બિન તારાંકિત પ્રશ્નો પણ સંસદમાં લેવામાં આવશે.

 

 

SD/GP/BT


(Release ID: 1653872) Visitor Counter : 396