સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ


ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો

સાજા થયેલા કેસની કુલ સંખ્યા 37 લાખથી વધુ

58% દૈનિક સાજા થયેલા દર્દીઓની નવી સંખ્યા 5 રાજ્યોમાંથી આવે છે

Posted On: 13 SEP 2020 11:02AM by PIB Ahmedabad

ભારત દૈનિક 70,000થી વધુ સાજા થયેલા લોકોની સંખ્યા નોંધાય છે. ઉચ્ચ સ્તરના અને સઘન પરીક્ષણ દ્વારા વહેલી તકે ઓળખવા, ધ્યાન કેન્દ્રિત, સહયોગી, પ્રતિભાવશીલ અને અસરકારક પગલાં તથા પ્રમાણભૂત ઉચ્ચ ગુણવત્તાની તબીબી દેખરેખ સાથે સંકળાયેલ પ્રોમ્પ્ટ સર્વેલન્સ અને ટ્રેકિંગ આ પરિણામ તરફ દોરી ગયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 78,399 દર્દીઓ સ્વસ્થ થયા હોવાનું નોંધાયુ છે. આ સાથે, સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 3,702,595 થઇ ગઈ છે, જે સાજા થવાના દરને  77.88% પર લઈ ગઈ છે.

નવા સાજા થયેલામાંથી 58% કેસ મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ પાંચ રાજ્યોમાંથી નોંધાયેલા છે. મહારાષ્ટ્ર 13,000થી વધુ સાજા થયેલાઓની સંખ્યા સાથે અગ્રેસર છે જ્યારે આંધ્રપ્રદેશે એક જ દિવસની સાજા થયેલાઓની સંખ્યામાં 10,000થી વધુનું યોગદાન આપ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 94,372 નવા કેસ નોંધાયા છે. જેમાં એકલા મહારાષ્ટ્રમાં 22,000થી વધુ કેસ નોંધાયા છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 9,000થી વધુ કેસ નોંધાયા છે.

લગભગ 57% નવા કેસ પાંચ રાજ્યોમાંથી નોંધાયેલા છે. આ રાજ્યો સાજા થયેલા કેસમાં પણ 58% ફાળો આપી રહ્યા છે.

દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા આજ સુધીમાં 9,73,175 છે.

મહારાષ્ટ્રમાં 2,80,000થી વધુ કેસ છે, ત્યારબાદ કર્ણાટકમાં 97,000થી વધુ કેસ છે.

દેશમાં કુલ સક્રિય કેસમાં 60% હિસ્સો પાંચ રાજ્યો ધરાવે છે. મહારાષ્ટ્ર (28.79%), કર્ણાટક (10.05%), આંધ્ર પ્રદેશ (9.84%), ઉત્તર પ્રદેશ (6.98%) અને તામિલનાડુ (4.84%).

છેલ્લા 24 કલાકમાં 1,114 મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 391 લોકોના મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ કર્ણાટકમાં 94 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે તમિળનાડુમાં 76 લોકો મૃત્યુ પામ્યા છે.

 

SD/GP/BT


(Release ID: 1653741) Visitor Counter : 232