સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ -19 અંગે અપડેટ્સ


ભારતે એક દિવસમાં સૌથી વધુ લોકોના સાજા થવાનું એક નવું શિખર સર કર્યું

છેલ્લા 24 કલાકમાં 81,533 દર્દીઓ સ્વસ્થ થયા

કુલ સાજા થયેલા કેસમાંથી 60% કેસ 5 રાજ્યોના છે

Posted On: 12 SEP 2020 11:33AM by PIB Ahmedabad

ભારત તેની કેન્દ્રિત વ્યૂહરચનાઓ અને પગલાં સાથે સતત વધુ પ્રમાણમાં સાજા થયેલાઓની સંખ્યા નોંધાઈ હોવાનો અહેવાલ આપે છે. ભારતે આજે વધુ એક શિખર સર કર્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 81,533 દર્દીઓ સાજા થયા છે.

કુલ સાજા થયેલા કેસમાંથી 60% મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ  પાંચ રાજ્યોમાંથી નોંધાયેલા છે.

નવી એક દિવસીય સાજા થયેલા કેસની સંખ્યામાં મહારાષ્ટ્રએ એકલા 14,000થી વધુ અને કર્ણાટકે 12,000થી વધુનું યોગદાન આપ્યું છે.

આ સાથે સાજા થયેલા કેસની  કુલ સંખ્યા 36 લાખ (3,624,196) ને પાર થઇ ગઈ છે અને સાજા થવાનો દર પણ 77.77% થઈ ગયો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 97,570 નવા કેસની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્રમાં 24,000થી વધુ નવા કેસની નોંધણી થઈ છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટક બંનેએ 9,000 થી વધુ ફાળો આપ્યો છે.

કુલ કેસમાંથી 60% કેસ ફક્ત પાંચ રાજ્યોમાં નોંધાય છે. આ જ  રાજ્યોએ છેલ્લા 24 કલાકમાં મહત્તમ નવા સાજા થયેલા કેસના અહેવાલ પણ આપ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 1,201 મૃત્યુ નોંધાયા છે. ગઈકાલે નોંધાયેલા મૃત્યુ આંકમાં 36% મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જેમાં 442 લોકોના મૃત્યુ થયા છે અને કર્ણાટકમાં130 લોકોના મૃત્યુ થયા છે

કુલ મૃત્યુમાંથી 69% મૃત્યુ મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને દિલ્હીના પાંચ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે.

 

SD/GP/BT


(Release ID: 1653573) Visitor Counter : 258