વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

2019માં સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમને ટેકો આપવાના કાર્ય અર્થે : રાજ્યોનું ક્રમબદ્ધ પરિણામ જાહેર

Posted On: 11 SEP 2020 5:36PM by PIB Ahmedabad

કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલવે મંત્રી પિયૂષ ગોયલે આજે વર્ચ્યુઅલ સન્માન સમારંભ દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સને ટેકો આપવા પર રાજ્યોના ક્રમની બીજી એડિશનના પરિણામો જાહેર કર્યા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગ તથા રાજ્ય કક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી (સ્વતંત્ર હવાલો), હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સોમ પ્રકાશ ઉપસ્થિત રહ્યાં હતાં.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001XYTX.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JJYE.jpg

ઔદ્યોગિક અને આંતરિક વેપારના સંવર્ધન માટેના વિભાગ (ડીપીઆઇઆઇટી)એ સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ એક્સરસાઇઝ એટલે કે રાજ્યોને સ્ટાર્ટઅપની કામગીરીની દ્રષ્ટિએ ક્રમ આપવાની કવાયતની બીજી એડિશન હાથ ધરી હતી. એનો ઉદ્દેશ રાજ્યો અને કેન્દ્રશાસિતો પ્રદેશો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તેઓ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સુધારવા સક્રિયપણે કામ કરે. આનો અમલ તમામ રાજ્યો વચ્ચે પારસ્પરિક સારી બાબતોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા ક્ષમતા વિકાસ કવાયત તરીકે થયો છે તથા નીતિગત રચના અને અમલીકરણમાં ટેકો આપે છે.

સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક 2019 એટલે કે રાજ્યોને સ્ટાર્ટઅપની દ્રષ્ટિએ ક્રમ આપવાના માળખાગત કાર્ય, 2019 સુધારાના 7 વિસ્તૃત ક્ષેત્રો ધરાવે છે, જેમાં 30 એક્શન પોઇન્ટ સામેલ છે. આ પોઇન્ટમાં સંસ્થાગત ટેકો, નીતિનિયમોની સરળતા, વેન્ચર ફંડિંગ સપોર્ટ તથા જાગૃતિ અને પહોંચ સામેલ છે. રેન્કિંગ કે ક્રમ આપવાની પ્રક્રિયામાં એકસૂત્રતા સ્થાપિત કરવા અને પ્રમાણીકરણ સુનિશ્ચિત કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે જૂથોમાં વહેંચવામાં આવ્યાં છે. જ્યારે દિલ્હીને બાદ કરતાં કેન્દ્રશાસિત પ્રદેશો અને આસામ સિવાયના તમામ પૂર્વોત્તર રાજ્યોને કેટેગરી ‘Y’માં સ્થાન આપવામાં આવ્યું છે. અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને કેટેગરી ‘X’માં સામેલ કરવામાં આવ્યાં છે.

આ કવાયતમાં કુલ 22 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ થયા હતા. મૂલ્યાંકન સમિતિઓમાં સ્વતંત્ર નિષ્ણાતો સામેલ હતા, જેમણે વિવિધ માપદંડો પર પ્રતિભાવોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું. ઘણા માપદંડોમાં લાભાર્થીઓ પાસેથી પ્રતિભાવ સામેલ હતા, જેને 11 વિવિધ ભાષાઓમાં 60,000થી વધારે કોલ દ્વારા એકત્ર કરવામાં આવ્યાં હતાં, જેથી અમલીકરણા સ્તરે વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા લાભાર્થી સાથે જોડાણ કરી શકાય.

રાજ્યોને ક્રમ આપવાના ઉદ્દેશ સાથે એમને 5 કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં હતાં: શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યો, સારી કામગીરી કરનાર રાજ્યો, ટોચના રાજ્યો, આકાંક્ષી રાજ્યો અને સ્ટાર્ટઅપ માટે ઇકોસિસ્ટમ વિકસાવતાં રાજ્યો. દરેક કેટેગરીમાં રાજ્યોને વર્ણાક્ષર પ્રમાણે સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યોને સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે સુધારાના 7 ક્ષેત્રોમાં લીડર તરીકે પણ ઓળખવામાં આવ્યાં છે. પરિશિષ્ટમાં પરિણામો આપેલા છે.

આ સન્માન સમારંભમાં રાષ્ટ્રીય અહેવાલ પણ જાહેર થયો હતો, જેમાં રાજ્યોને રેન્ક કે ક્રમ આપવાની કવાયતના ભાગરૂપે વિઝન, કામગીરીની ગતિ, પદ્ધતિ અને ભવિષ્યની યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. દરેક 25 સહભાગી રાજ્યો માટે સ્ટેટ સ્પેસિફિક રિપોર્ટ જાહેર થયો હતો, જે સંબંધિત ઇકોસિસ્ટમનું વિસ્તૃત વિશ્લેષણ ધરાવે છે, જેમાં ભવિષ્ય માટે મજબૂત અને પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો વિશે જાણકારી આપવામાં આવી હતી.

સ્ટાર્ટઅપને ટેકો આપવામાં વિવિધ રાજ્યોએ અપનાવેલ કોમ્પેન્ડિયમ ઓફ ગૂડ પ્રેક્ટિસ એટલે કે સારી પદ્ધતિઓનું સંકલન જાહેર થયું હતું. એમાં 166 સારી પદ્ધતિઓની ઓળખ કરવામાં આવી હતી, જેનો રાજ્યો નવી પહેલો ઓળખવા અને એનો અમલ કરવા માટે સીધો ઉપયોગ કરી શકે છે.

સેશન દરમિયાન તમામ સહભાગી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પ્રસ્તુત થયેલો નેશનલ રિપોર્ટ અને સ્પેસિફિક રિપોર્ટ્સ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ પ્રસંગે શ્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે, સ્ટાર્ટઅપ્સ આઉટ-ઓફ-બોક્ષ એટલે કે સંપૂર્ણપણે નવા વિચારો અને સમાધાન ધરાવે છે. તેઓ હંમેશા નવા અને ઉપયોગી વિચારો રજૂ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ રોજગારીના સર્જન, આર્થિક પ્રવૃત્તિઓમાં વિસ્તરણ અને લોકોની સમૃદ્ધિના દ્રષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ હોય એવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા ટેકો આપવામાં માને છે અને આ પ્રકારના ઉદ્યોગસાહસિકોની સંપૂર્ણ પ્રશંસા કરે છે.

મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારો સહકાર, જોડાણ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા તંદુરસ્ત સ્પર્ધાની ભાવના સાથે એકમંચ પર આવ્યાં છે, જે ખરેખર મહત્ત્વપૂર્ણ ઘટના છે. સ્ટાર્ટઅપ્સને પ્રતિભા, જાણકારી અને વિચારોના સ્ટોર-હાઉસ ગણાવીને શ્રી ગોયલે કહ્યું હતું કે, આ ક્રમ કે રેન્કિંગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે ઉદ્યોગસાહસિકોને પણ મદદરૂપ થશે અને એનાથી સ્ટાર્ટઅપ્સને કામગીરી વધારવા અને નવા સાહસો શરૂ કરવામાં સહાય મળશે. તેમણે એ હકીકત પર પણ ધ્યાન દોર્યું હતું કે, મહિલા ઉદ્યોગસાહસિકો સ્ટાર્ટઅપ્સમાં સક્રિય છે અને આ દેશમાં પ્રોત્સાહનજનક સંકેત છે.

શ્રી ગોયલે એ હકીકત પર ખુશી વ્યક્ત કરી હતી કે, કેન્દ્ર સરકારના સ્ટાર્ટઅપ્સ માટે ફંડ્સ ઓફ ફંડની જેમ રાજ્ય સરકારો પણ આ જ પ્રકારનું ફંડ ઊભા કરવા કામ કરી રહી છે. તેમણે હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ, વેન્ચર કેપિટાલિસ્ટો અને અન્ય ફંડોને સ્ટાર્ટઅપ સાહસોને નાણાકીય મદદ પૂરી પાડવા આગળ આવવા માટે અપીલ પણ કરી હતી. મંત્રીએ ભલામણ કરી હતી કે, સ્ટાર્ટઅપ્સે નવા, પ્રસ્તુત અને ઉપયોગી ઉત્પાદનો પ્રસ્તુત કરવા પડશે, પ્રક્રિયાઓનું પુનઃઇજનેરીકરણ અને સુધારા હાથ ધરવા પડશે તેમજ તેમના વિચારોને જનકેન્દ્રિત બનાવવા પડશે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ રોગચાળાને સમસ્યા કે પડકાર તરીકે ન જોવો જોઈએ, પણ ભારતને નવેસરથી સંગઠિત અને મજબૂત કરવાની તક ગણવો જોઈએ. કોવિડ ગાળા દરમિયાન આપણા સ્ટાર્ટઅપ્સે દેશ અને દુનિયા જે વિવિધ સમસ્યાઓનો સામનો કરે છે એના સમાધાન સ્વરૂપે વિચારો અને સમાધાનો પ્રસ્તુત કર્યા છે.

શ્રી એચ એસ પુરીએ જણાવ્યું હતું કે, દુનિયાભરમાં જે સમાજ વિકસ્યો છે, એ સમાજે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા તથા સંયુક્તપણે સમાધાન વિકસાવવાની ઇકોસિસ્ટમ ઊભી કરી છે. તેમણે કહ્યું હતું કે, દેશ માટે સ્ટાર્ટઅપ માટે મજબૂત ઇકોસિસ્ટમની જરૂર છે, જેથી વર્ષ 2024 સુધીમાં દેશનું અર્થતંત્ર 5 ટ્રિલિયનનું થાય. તેમણે એ બાબત પર ખુશી વ્યક્ત કરી હતી કે, આપણા લોકોની માનસિકતામાં પરિવર્તન આવી રહ્યું છે. હવે ભારતીયો રોજગારી મેળવવાને બદલે રોજગારી પેદા કરવા ઇચ્છે છે.

શ્રી સોમ પ્રકાશે કહ્યું હતું કે, આ ક્રમ આપણા યુવાન ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપશે, જેઓ તેમનો વ્યવસાય શરૂ કરવા કુશળતાઓ અને વિચારો ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયામાં દેશ ત્રીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ ધરાવે છે.

ડીપીઆઇઆઇટીના સચિવ ડો. ગુરુપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ 4 લાખથી વધારે રોજગારીના સર્જન તરફ દોરી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, આ રેન્કિંગ સહકારી સંઘવાદનું ઉદાહરણ છે, જે રાજ્યોમાં ક્ષમતા નિર્માણમાં મદદરૂપ થશે.

ઇવેન્ટની લિન્ક https://www.youtube.com/watch?v=pKGMTItOTXU&feature=youtu.be

રિપોર્ટની લિન્ક

https://www.startupindia.gov.in/content/dam/invest-india/compendium/National_Report_09092020-Final.pdf

પરિશિષ્ટ

 

સ્ટાર્ટઅપ રેન્કિંગમાં રાજ્યોના ક્રમના પરિણામો 2019

કેટેગરી X

કેટેગરી

રાજ્ય

શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય

ગુજરાત

સારી કામગીરી કરનાર રાજ્યો

કર્ણાટક

કેરળ

ટોચના રાજ્યો

બિહાર

મહારાષ્ટ્ર

ઓડિશા

રાજસ્થાન

આકાંક્ષી રાજ્યો

હરિયાણા

ઝારખંડ

પંજાબ

તેલંગાણા

ઉત્તરાખંડ

સ્ટાર્ટઅપની વિકસતી ઇકોસિસ્ટમ ધરાવતા રાજ્યો

આંધ્રપ્રદેશ

અસમ

છત્તિસગઢ

દિલ્હી

હિમાચલપ્રદેશ

મધ્યપ્રદેશ

તમિલનાડુ

ઉત્તરપ્રદેશ

આ જૂથ કેટેગરી Yમાં સામેલ છે એ સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવે છે.

7 સુધારાના ક્ષેત્રોમાં ટોચના રાજ્યો

દરેક સુધારાના ક્ષેત્રમાં સૌથી સારી કામગીરી કરનાર રાજ્યોને લીડર એટલે કે ટોચના રાજ્યો તરીકે ઓળખવામાં આવ્યાં છે.

ક્રમ

કેટેગરી

ટોચના રાજ્યોના નામ

1.

સંસ્થાગત આગેવાન રાજ્યો

  • કર્ણાટક
  • કેરળ
  • ઓડિશા

2.

નિયમનકારી પરિવર્તન કરવામાં ટોચના રાજ્યો

  • કર્ણાટક
  • કેરળ
  • ઓડિશા
  • ઉત્તરાખંડ

3.

ખરીદીમાં ટોચના રાજ્યો

  • કર્ણાટક
  • કેરળ
  • તેલંગાણા

4.

ઇન્ક્યુબેશન કેન્દ્રોમાં ટોચના રાજ્યો

  • ગુજરાત
  • કર્ણાટક
  • કેરળ

5.

સીડિંગ ઇનોવેશન લીડર (ઇનોવેશનનાં વિચારોમાં ટોચના રાજ્યો)

  • બિહાર
  • કેરળ
  • મહારાષ્ટ્ર

6.

ઇનોવેશનને વેગ આપનાર ટોચના રાજ્યો

  • ગુજરાત
  • કેરળ
  • મહારાષ્ટ્ર
  • રાજસ્થાન

7.

જાગૃતિ અને પહોંચમાં ટોચના રાજ્યો

  • ગુજરાત
  • મહારાષ્ટ્ર
  • રાજસ્થાન

 

 

SD/GP/BT



(Release ID: 1653459) Visitor Counter : 328