PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
09 SEP 2020 6:32PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- કોવિડ-19 પરીક્ષણોમાં ભારતે નવી ઉંચાઈઓ સર કરવાનું ચાલુ રાખ્યું
- છેલ્લા 24 કલાકમાં 11.5 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા
- ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો
- છેલ્લા 24 કલાકમાં લગભગ 75,000 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા
- સાજા થયેલા કેસની કુલ સંખ્યા લગભગ 34 લાખ
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 પરીક્ષણોમાં ભારતે નવી ઉંચાઈઓ સર કરવાનું ચાલુ રાખ્યું, છેલ્લા 24 કલાકમાં 11.5 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા
ભારતે જે દિવસે એક જ દિવસમાં લગભગ 75,૦૦૦થી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી છે, તે દિવસે પણ વિક્રમજનક પરીક્ષણ કરવાનું પણ ચાલુ રાખ્યું છે. છેલ્લા 24 કલાકમાં 11.5 લાખથી વધુ કોવિડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારત એવા કેટલાક જુજ દેશોમાંનો એક છે કે જ્યાં દૈનિક પરીક્ષણોની સંખ્યા ખૂબ વધારે છે. દૈનિક પરીક્ષણ ક્ષમતા 11 લાખને પાર થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 11,54,549 પરીક્ષણો સાથે ભારતે રાષ્ટ્રીય નિદાન ક્ષમતાને વધુ મજબૂત કરી છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652562
ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો, છેલ્લા 24 કલાકમાં લગભગ 75,000 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા, સાજા થયેલા કેસની કુલ સંખ્યા લગભગ 34 લાખ
છેલ્લા 24 કલાકમાં ભારતમાં સાજા થયેલા કેસની સંખ્યા નવી ઉંચાઈએ પહોંચી છે. એક જ દિવસમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વિક્રમજનક 74,894 થઈ ગઈ છે. આ સાથે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 33,98,844 થઇ ગઈ છે, જે સાજા થવાના દરને 77.77% એ લઈ ગઈ છે. સાપ્તાહિક ધોરણે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા જુલાઈના ત્રીજા સપ્તાહ દરમિયાન 1,53,118થી વધી સપ્ટેમ્બર 2020ના પહેલા અઠવાડિયામાં 4,84,068 થઈ ગઈ છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652545
ડૉ. હર્ષ વર્ધન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડબ્લ્યુએચઓ સાઉથ ઈસ્ટ એશિયા રિજનના 73 મા સત્રમાં ઉપસ્થિત રહ્યા
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652610
મધ્ય પ્રદેશના શેરીના વિક્રેતાઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલા સંવાદનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652598
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે 'સ્વનિધિ સંવાદ' કર્યો
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652581
પ્રધાનમંત્રી 10 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો પ્રારંભ કરશે
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652573
CSIR-CMERI દ્વારા જિજ્ઞાસા કાર્યક્રમ અંતર્ગત કોવિડ-19 સામે લડવા માટે વૈજ્ઞાનિક અને તકનીકી હસ્તક્ષેપો પર વેબિનાર
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652515
ખાદીનું ઇ-માર્કેટ પોર્ટલ વાયરલ થયું; ભારતીયો લોકલ માટે વોકલ થયા (Indians Go Vocal for Local)
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652546
(Release ID: 1652842)
Visitor Counter : 192