સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે કુલ પાંચ કરોડ કોવિડ પરીક્ષણો કરી નવી સિદ્ધિ હાંસલ કરી


પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો વધીને આજે 36,703 એ પહોંચ્યા

Posted On: 08 SEP 2020 12:27PM by PIB Ahmedabad

આક્રમક અને વ્યાપક પરીક્ષણે કોવિડ રોગચાળા સામે ભારતની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિબંધિત કરી છે. ભારતે વધુ એક નવી સિદ્ધિ હાંસલ કરી - સંચિત પરીક્ષણો આજે 5 કરોડને પાર થઈ ગયા છે.

ભારતે જાન્યુઆરી 2020માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેની લેબમાંથી ફક્ત એક જ પરીક્ષણ શરૂઆત કરી હતી જે આજ સુધી 5,06,50,128 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 10,98,621 પરીક્ષણોએ દેશમાં વિસ્તૃત પરીક્ષણ ક્ષમતાની પુષ્ટિ આપી છે.

સરેરાશ દૈનિક પરીક્ષણોમાં (અઠવાડિયા મુજબ) સતત વધારો થઇ રહ્યો છે. જુલાઈના ત્રીજા અઠવાડિયા (3,26,971) થી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા (10,46,470) સુધીમાં 3.2 ગણા થઇ ગયા છે.

“કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્ય અને સામાજિક ઉપાયોને સમાયોજિત કરવા માટે જાહેર આરોગ્યના માપદંડ” પરના માર્ગદર્શિક સૂચનમાં, ડબ્લ્યુએચઓએ શંકાસ્પદ કેસના વ્યાપક સર્વેલન્સ માટે દેશની પ્રત્યેક દસ લાખની વસતીએ 140 પરીક્ષણો કરવાની સલાહ આપી છે. ભારતમાં સરેરાશ દરેક સપ્તાહે એકત્રિત ડેટાના મોરચે આ આંકમાં સુધારો જોવા મળ્યો છે.

ડાયગ્નોસ્ટિક લેબ્સના નેટવર્કના વિસ્તરણથી પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણોને વેગ મળ્યો છે. પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) 1 જુલાઈના રોજ 6396થી વધીને આજ સુધીમાં 36,703 પર પહોંચ્યા છે. દેશમાં પરીક્ષણ લેબ નેટવર્કને સતત મજબૂત કરવામાં આવી રહ્યું છે જે આજે દેશમાં 1668 લેબ્સ ધરાવે છે; સરકારી ક્ષેત્રે 1035 લેબ અને 633 ખાનગી લેબ્સ કાર્યરત છે. આમાં સામેલ છે:

•       રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 846 (સરકારી: 467 + ખાનગી: 379)

•       TrueNat આધારિત પરીક્ષણની લેબ: 700 (સરકારી: 534 + ખાનગી: 166)

•       CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 122 (સરકારી: 34 + ખાનગી: 88)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT 


(Release ID: 1652264) Visitor Counter : 272