પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન શ્રી પ્રણવ મુખર્જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 31 AUG 2020 6:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજીના નિધન પર ભારત દુ:ખની લાગણી વ્યક્ત કરે છે. તેમણે આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગ પર એક અવિસ્મરણીય છાપ છોડી દીધી છે. એક સર્વોત્કૃષ્ટ વિદ્વાન અને એક ઉત્કૃષ્ટ રાજનીતિજ્ઞ તથા રાજકીય ફલકમાં અને સમાજના તમામ વર્ગો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવતી હતી.

દાયકાઓ સુધી પ્રસરેલી તેમની રાજકીય કારકિર્દી દરમિયાન શ્રી પ્રણવ મુખર્જીએ મુખ્ય આર્થિક અને વ્યૂહાત્મક મંત્રાલયોમાં લાંબા ગાળાનું યોગદાન આપ્યું હતું. તેઓ ઉત્તમ સંસદસભ્ય, હંમેશાં સુસજ્જ સ્પષ્ટ વકતૃત્વ શક્તિવાળા તેમજ વિનોદી હતા.

ભારતના રાષ્ટ્રપતિ તરીકે, શ્રી પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ બનાવ્યું હતું. તેમણે રાષ્ટ્રપતિના ભવનને શિક્ષણ, નવીનતા, સંસ્કૃતિ, વિજ્ઞાન અને સાહિત્યનું કેન્દ્ર બનાવ્યું હતું. મુખ્ય નીતિ વિષય અંગેની તેમની સલાહ હું ક્યારેય ભૂલી નહીં શકુ.

હું 2014માં દિલ્હીમાં નવો જ આવ્યો હતો. પ્રથમ દિવસથી મને શ્રી પ્રણવ મુખરજીનું માર્ગદર્શન, સમર્થન અને આશીર્વાદ મળ્યા. હું તેમની સાથેના મારા સંવાદને હંમેશાં યાદ કરીશ. તેમના પરિવારને તથા દેશભરમાં તેમના મિત્રો, પ્રશંસકો અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.

 

India grieves the passing away of Bharat Ratna Shri Pranab Mukherjee. He has left an indelible mark on the development trajectory of our nation. A scholar par excellence, a towering statesman, he was admired across the political spectrum and by all sections of society. pic.twitter.com/gz6rwQbxi6

— Narendra Modi (@narendramodi) August 31, 2020

 

SD/GP/BT


(Release ID: 1650174) Visitor Counter : 218