પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કહ્યું કે ઓણમ વધુ પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય તહેવાર બની રહ્યો છે
प्रविष्टि तिथि:
30 AUG 2020 3:08PM by PIB Ahmedabad
મન કી બાતના તાજેતરના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના તહેવાર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ તહેવાર ચિંગમ મહિનામાં આવે છે.તેમણે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, લોકો કંઈક નવું ખરીદે છે, તેમના ઘરની સજાવટ કરે છે, પૂક્કલમ તૈયાર કરે છે અને ઓણમ-સાદિયાનો આનંદ માણે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓણમ હવે વધુ પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય તહેવાર બની રહ્યો છે અને ઓણમનો ઉત્સાહ દૂર-સુદૂર વિદેશો સુધી પહોંચ્યો છે.
તેમણે કહ્યું કે ઓણમ એ કૃષિ સાથે જોડાયેલ એક ઉત્સવ છે અને ગ્રામીણ અર્થતંત્ર માટે નવી શરૂઆતનો સમય પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડુતોની શક્તિમાંથી તો સમાજ ચાલે છે. વેદમાં આપણા અન્ન પ્રદાતા, અન્નદાતાની પ્રશંસાને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાના આ મુશ્કેલ સમય દરમિયાન પણ આપણા ખેડુતોએ તેમની ક્ષમતા બતાવી છે જે પાકની વાવણીમાં થયેલા વધારામાં પ્રતિબિંબિત થાય છે અને તેમણે અન્નદાતાની જીવનદાયિની શક્તિને નમન કર્યું.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1649886)
आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam