પ્રધાનમંત્રીનું કાર્યાલય
મન કી બાતમાં પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત એપ્લિકેશન ઇનોવેશન ચેલેન્જ અંતર્ગત વિકસિત એપ્લિકેશનોની પ્રશંસા કરી
Posted On:
30 AUG 2020 3:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના તાજેતરના સંબોધનમાં જણાવ્યું હતું કે, યુવાનોએ આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જમાં ઉત્સાહભેર ભાગ લીધો. તેમણે કહ્યું કે, લગભગ બે તૃતીયાંશ પ્રવેશો ટિયર બે અને ટિયર ત્રણ શહેરોના યુવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, વિવિધ કેટેગરીમાં આશરે બે ડઝન જેટલા એપ્સને એવોર્ડ આપવામાં આવ્યા છે. શ્રોતાઓને આ એપ્સથી પોતાને પરિચિત કરવા અને તેમની સાથે જોડાવા કહ્યું.
પ્રધાનમંત્રીએ બાળકો માટેની સંવાદાત્મક એપ્લિકેશન 'કુટુકી કિડ્સ લર્નિંગ એપ્લિકેશન' સહિત ઘણી એપ્લિકેશનો વિશે ચર્ચા કરી હતી. તેમણે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ માટે એક એપ્લિકેશનની વાત કરી જેને કુ કુ કહે છે. તેમણે આ એપ્લિકેશનનો પણ ઉલ્લેખ કર્યો: ચિંગારી એપ જે યુવાનોમાં લોકપ્રિય થઈ રહી છે; 'આસ્ક સરકાર' એપ જેમાં કોઈપણ સરકારી યોજના વિશે યોગ્ય માહિતી મેળવી શકાય છે, 'સ્ટેપ સેટ ગો' જે એક ફિટનેસ એપ્લિકેશન છે, વગેરે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે નાના સ્ટાર્ટ-અપ્સ આવતીકાલે મોટી કંપનીઓમાં પરિવર્તિત થશે અને વિશ્વમાં ભારતની ઓળખ બનશે .તેમણે ઉમેર્યું કે, કોઈએ ભૂલવું ન જોઈએ કે જે મોટી કંપનીઓ આજે દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે, તે પણ કયારેક સ્ટાર્ટ-અપ્સ જ હતા.
SD/GP/BT
(Release ID: 1649884)
Visitor Counter : 219
Read this release in:
Hindi
,
Assamese
,
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam