પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કહ્યું કે, હવે પછી જો તમે પાલતુ શ્વાન ઉછેરવાનો વિચાર કરો તો તમારા ઘરે ભારતીય પ્રજાતિનો શ્વાન લાવવાનો ધ્યેય રાખશો

Posted On: 30 AUG 2020 3:14PM by PIB Ahmedabad

મન કી બાતના તાજેતરના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સૈન્યના શ્વાન - સોફી અને વિદા વિશે વાત કરી હતી કે જેને ચીફ ઓફ આર્મી સ્ટાફ 'કોમ્મેન્ડેશન કાર્ડ્સ' એનાયત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો અને સુરક્ષા દળો પાસે આવા ઘણા બહાદુર શ્વાન છે જેમણે અસંખ્ય બોમ્બ વિસ્ફોટો અને આતંકવાદી કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે દારૂગોળો અને આઈ.ઈ.ડી.ને સુંઘવામાં મદદ કરવા માટેના બીજા ઘણા શ્વાનોના ઉદાહરણો આપ્યા અને બીડ પોલીસનો પણ ઉલ્લેખ કર્યો જેમણે તાજેતરમાં જ તેમના શ્વાનીય સાથી રોકીને અંતિમ વિદાય આપી જેણે 300થી વધુ કેસના સમાધાનમાં પોલીસને મદદ કરી હતી.

ભારતીય પ્રજાતિના શ્વાનો અંગે ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનો ઉછેર ઓછા ખર્ચમાં થાય છે અને ભારતીય વાતાવરણ અને આસપાસના માહોલને વધુ સારી રીતે સ્વીકારે છે અને કહ્યું હતું કે અમારી સુરક્ષા એજન્સીઓ પણ તેમની સુરક્ષા ટુકડીના ભાગ રૂપે આ ભારતીય પ્રજાતિના શ્વાનોને સામેલ કરી રહી છે.  તેમણે જણાવ્યું હતું કે ભારતીય પ્રજાતિના શ્વાનો પર સંશોધન ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી તેઓ વધુને વધુ ફાયદાકારક બને. તેમણે શ્રોતાઓને પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું કે, જેઓ પાલતુ પ્રાણી તરીકે શ્વાનને ઉછેરવાની યોજના બનાવી રહ્યાં હોય તો તેઓ એક ભારતીય પ્રજાતિના શ્વાનને અપનાવે.

 

SD/GP/BT



(Release ID: 1649820) Visitor Counter : 135