સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

પરીક્ષણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી, ભારતે 4 કરોડ પરીક્ષણો કરીને નવી સિદ્ધિ હાંસલ કરી


સતત ત્રીજા દિવસે 9 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા

Posted On: 29 AUG 2020 12:29PM by PIB Ahmedabad

જાન્યુઆરી 2020થી કોવિડ-19 સામેની લડતમાં, ભારતે વધુ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. સંચિત પરીક્ષણોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે અને તે આજે 4 કરોડને પર થઇ ગયા છે.

કેન્દ્રની આગેવાની હેઠળ કેન્દ્રિત, સુસંગત અને સંકલિત પ્રયત્નોથી અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા સફળ અમલીકરણને લીધે ભારતે 4,04,06,609 લોકોના પરીક્ષણ કરવાનું નવું સીમાચિહ્ન પાર કર્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં પુણેની લેબોરેટરીમાંથી માત્ર એક પરીક્ષણથી શરુ કરીને 4 કરોડ પરીક્ષણો કરવા સુધીની એક લાંબી મજલ કાપી છે.

દૈનિક પરીક્ષણોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. પહેલાથી જ દરરોજ 10 લાખ પરીક્ષણોની પરીક્ષણ ક્ષમતા પ્રાપ્ત કરી હોવાથી છેલ્લા 24 કલાકમાં 9,28,761 પરીક્ષણો કરવામાં આવ્યા.

આનાથી પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટીપીએમ) તીવ્ર વધારા સાથે 29,280 થયા છે. કેટલાક રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યું છે કે જ્યાં પરીક્ષણમાં વધારો કર્યો છે, ત્યાં પોઝિટિવિટી દર આખરે ઉચ્ચ સ્તરના પરીક્ષણ સાથે ઘટ્યો છે. રાષ્ટ્રીય પોઝિટિવિટી દર ઓછો રહ્યો છે એટલે કે 8.57% રહ્યો છે અને તે સતત ઘટી રહ્યો છે.

ભારત ટેસ્ટ, ટ્રેક, ટ્રીટના વ્યૂહાત્મક અભિગમનું પાલન કરી રહ્યું છે, જ્યાં કોવિડ માટે પરીક્ષણને પ્રતિસાદ અને સંચાલનમાં મુખ્ય નિર્ણાયક સ્તંભ તરીકે રાખવામાં આવ્યો છે. સઘન પરીક્ષણ દ્વારા જ પોઝિટિવ કેસ પ્રારંભિક તબક્કે ઓળખવામાં આવે છે, તેમના નજીકના સંપર્કોને તાત્કાલિક ટ્રેક કરી અને આઇસોલેટ કરી શકાય છે અને હોમ આઇસોલેશનમાં રહેલા લોકો અને હોસ્પિટલમાં દાખલ લોકો માટે સમયસર અને અસરકારક સારવારને સુનિશ્ચિત કરી શકાય છે.

વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્ક અને ઘણા નીતિગત પગલા દ્વારા દેશભરમાં સરળ પરીક્ષણ માટેની સુવિધાએ રાષ્ટ્રીય પરીક્ષણ દરમાં આ ઉછાળાને નોંધપાત્ર વેગ આપ્યો છે. દેશમાં 1576 જેટલી લેબ્સ છે; સરકારી ક્ષેત્રે 1002 લેબ્સ અને 574 ખાનગી લેબ્સ કાર્યરત છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 806 (સરકારી: 462 + ખાનગી: 344)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 650 (સરકારી: 506 + ખાનગી: 144)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 120 (સરકારી: 34 + ખાનગી: 86)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT

 



(Release ID: 1649483) Visitor Counter : 243