સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 63,631 દર્દીઓ સજા થતા એક નવો વિક્રમ નોંધાયો


કુલ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 22 લાખને પાર

સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા 15 લાખ કરતા વધુ

Posted On: 22 AUG 2020 3:33PM by PIB Ahmedabad

આજે જયારે ભારતની દૈનિક પરીક્ષણોની સંખ્યા 10 લાખ 23 હજારની નવી ટોચ પર પહોંચી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 63,631 દર્દીઓ સ્વસ્થ થયા, જે એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા હોવાથી ભારતે વધુ એક લક્ષ્ય હાંસલ કર્યું છે.

વધુ દર્દીઓ સ્વસ્થ થતાં અને હોસ્પિટલો અને હોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ લક્ષણોના કેસના કિસ્સામાં)માંથી રજા મળતા કોવિડ-19માંથી સાજા થવાનો દર 74.69% થઈ ગયો છે. આથી મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે, જે આજે ઘટીને 1.87% થયો છે. 

ભારતમાં સાજા થયેલા કેસની સંખ્યા સક્રિય કેસ (6,97,330) કરતા 15 લાખથી વધુ થઇ ગઈ છે. સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની વિક્રમજનક સંખ્યાએ સુનિશ્ચિત કર્યું છે કે, દેશમાં વાસ્તવિક કેસનું ભારણ કે જે સક્રિય કેસ છે, એમાં ઘટાડો થયો છે અને વર્તમાનમાં તે કુલ પોઝિટીવ કેસના 23.43% છે. સઘન પરીક્ષણ, વ્યાપક સર્વેલન્સ અને સંપર્ક ટ્રેસિંગ દ્વારા પ્રારંભિક ઓળખ તેમજ દર્દીઓની ધ્યાન કેન્દ્રિત સમયસર અને કાર્યક્ષમ તબીબી સારવારે દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારાને સુનિશ્ચિત કર્યું છે. વધુ સંખ્યામાં સાજા થયેલા કેસની સંખ્યા અને મૃત્યુદરમાં સતત ઘટાડાએ ભારતની ક્રમાંકિત અને સક્રિય વ્યૂહરચનાના પરિમાણોને સુનિશ્ચિત કર્યા છે.

દેખરેખના અભિગમની સાતત્યને ધ્યાનમાં રાખીને સઘન પરીક્ષણની નીતિ, વ્યાપકપણે ટ્રેકિંગ અને કાર્યક્ષમ રીતે સારવાર, ધ્યાન કેન્દ્રિત અસરકારક સર્વેલન્સ અને ઘરે-ઘરે સંપર્ક ટ્રેસિંગ એ કોવિડ -19 કેસની વહેલી તપાસ અને ઓળખ તરફ દોરી છે. હળવા અને મધ્યમ કેસનું નિરીક્ષણ હોમ આઇસોલેશન હેઠળ કરવામાં આવે છે. સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ દેખરેખના અભિગમના આધારે માનકકૃત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ મુજબ, ગંભીર અને તીવ્ર લક્ષણોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને શ્રેષ્ઠ તબીબી સંભાળ પ્રદાન કરવામાં આવે છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT


(Release ID: 1647900) Visitor Counter : 208