સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતની સ્થિરતા સાથે આગળ કૂચ, એક દિવસમાં વિક્રમજનક 9 લાખથી વધારે પરીક્ષણો કર્યા
પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણોમાં સતત વધારો, આજે 23,668 થયા
Posted On:
20 AUG 2020 1:39PM by PIB Ahmedabad
સતત પરીક્ષણોના વધારા દ્વારા સ્થિરતાના પથ પર કૂચ, ભારતે દૈનિક પરીક્ષણોમાં એક નવું સીમાચિન્હ પાર કર્યું
પ્રથમ વખત, એક જ દિવસમાં 9 લાખથી વધુ કોવિડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 9,18,470 કોવિડ-19 પરીક્ષણો કરવામાં આવ્યા છે, ભારત દરરોજ 10 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવાના તેના સંકલ્પ તરફ સતત વધારો દર્શાવે છે.
આ સિદ્ધિ સાથે, સંચિત પરીક્ષણો 3.25 કરોડ (3,26,61,252) થી વધુ થયા છે.
દેશભરમાં વિસ્તૃત પરીક્ષણ લેબોરેટરી નેટવર્ક અને સરળ પરીક્ષણની સુવિધાના અસરકારક પગલાએ હાલની સંખ્યામાં નોંધપાત્ર વધારો આપ્યો છે. આ કેન્દ્રિત પ્રયાસોના પરિણામ રૂપે, પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટીપીએમ)માં તીવ્ર વધારો થયો છે, જે 23668 થઈ ગયા છે. ટીપીએમ એ સતત વધારાનું વલણ જાળવી રાખ્યું છે.
સતત વધતા પરીક્ષણોની સંખ્યા સાથે, પોઝિટીવીટી દરમાં એકદમ ઘટાડો થયો છે. જો કે પરીક્ષણોની વધુ સંખ્યા શરૂઆતમાં પોઝિટીવીટી દરમાં વધારો કરશે, પરંતુ કેટલાંક રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોના અનુભવે એ સાબિત કર્યું છે કે, ત્વરિત આઇસોલેશન, અસરકારક ટ્રેકિંગ અને સમયસર તબીબી વ્યવસ્થાપન જેવા અન્ય પગલાં સાથે જોડાતાં તે આખરે ઓછું થઈ જશે.
રાષ્ટ્રીય સરેરાશ 8% થી નીચે આવતા, 26 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો એવા પણ છે જ્યાં રાષ્ટ્રીય સરેરાશ કરતા આ દર નીચો નોંધાઈ રહ્યો છે.
ડાયગ્નોસ્ટિક લેબ્સના રાષ્ટ્રીય નેટવર્કમાં પણ સતત વધારો થયો છે. સરકારી ક્ષેત્રમાં 977 લેબ્સ અને 517 ખાનગી લેબ્સ સાથે, લેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આજે વધારીને 1494 લેબ કરવામાં આવી છે. આમાં સામેલ છે:
-
- રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 764 (સરકારી: 453 + ખાનગી: 311)
- TrueNat આધારિત પરીક્ષણની લેબ: 611 (સરકારી: 490 + ખાનગી: 121)
- CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 119 (સરકારી: 34 + ખાનગી: 85)
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1647260)
Visitor Counter : 240
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam