આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે કોવિડ-19ના કારણે ઉર્જા ક્ષેત્રમાં ઉભી થયેલી આર્થિક ખેંચને દૂર કરવા માટે પ્રવાહિતા પૂરી પાડવાના પગલાંઓને મંજૂરી આપી

Posted On: 19 AUG 2020 4:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ દ્વારા વિતરણ કંપનીઓ (DISCOM)ને ઉજ્વલ ડિસ્કોમ ખાતરી યોજના (UDAY) અંતર્ગત ગત વર્ષની આવકના 25%ની કાર્યકારી મૂડીની ટોચ મર્યાદાથી ઉપર વધારાના ધિરાણ માટે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC) અને ગ્રામીણ વિદ્યુતિકરણ નિગમ (REC)ને એકવખતની રાહત આપવાની મંજૂરી આપવામાં આવી છે.

એકવખતની રાહતના કારણે ઉર્જા ક્ષેત્રમાં પ્રવાહિતા પૂરી પાડવામાં અને ડિસ્કોમને રાજ્ય સરકારો દ્વારા ચુકવણીઓ સુનિશ્ચિત કરવામાં મદદ મળી શકશે.

પૃષ્ઠભૂમિ:

દેશમાં કોવિડ-19 વૈશ્વિક મહામારીના ઉપદ્રવ અને તેના પરિણામે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના અમલના કારણે ઉર્જા ક્ષેત્ર માટે પ્રવાહિતાની સમસ્યા ઉભી થઇ છે. લોકો પોતે વાપરેલી વીજળીનું બિલ ચુકવવા માટે સમર્થ ના હોવાથી વિદ્યુત વિતરણ કંપનીઓની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે વીજળી આવશ્યક સેવા હોવાથી તેનો અવિરત પૂરવઠો જાળવી રાખવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન વીજ વપરાશમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આગામી ટૂંક સમયમાં ઉર્જા ક્ષેત્રમાં પ્રવાહિતા વધવાની કોઇ અપેક્ષા નથી કારણ કે, આર્થિક પ્રવૃત્તિઓ અને વીજળીની માંગ ફરી ટોચ પર પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. આ કારણે, વીજળીનો પૂરવઠો અવિરત જળવાઇ રહે તે માટે ઉર્જા ક્ષેત્રમાં વધારાની પ્રવાહિતા ઉમેરવાની તાકીદની જરૂર ઉભી થઇ છે.

 

SD/GP/BT


(Release ID: 1647246) Visitor Counter : 271