પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રથમ પ્રકાશ પર્વના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
19 AUG 2020 7:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રથમ પ્રકાશ પર્વના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "શ્રી ગુરુ ગ્રંથ સાહેબજી આપણને સેવા તથા કરુણા શીખવે છે અને સંવાદિતાને આગળ ધપાવે છે. તેઓ ન્યાયી અને સમાન સમાજ તરફના માર્ગ ઉપર ચાલવાની શીખ આપે છે. તેઓ આપણને અન્યાયની આગળ ન ઝૂકવું તે પણ શીખવે છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રથમ પ્રકાશ પર્વ માટે શુભકામનાઓ."
શ્રી ગુરુ ગ્રંથ સાહિબજી તેમના શુદ્ધ ઉપદેશોથી સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે.
તેમનાથી પ્રેરાઈને, વૈશ્વિક સ્તરે શીખ સમુદાયે અનેક ક્ષેત્રોમાં અગ્રણી રહીને સેવા કરી છે. તેમની હિંમત અને દયા નોંધપાત્ર છે.
શ્રી ગુરુ ગ્રંથ સાહિબજી માનવતાને કાયમ માટે માર્ગદર્શન આપતા રહે તેવી કામના."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1647184)
आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam