સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે એક દિવસમાં સૌથી વધુ 8.5 લાખથી વધુ પરીક્ષણો કર્યા
સતત વધારા સાથે સાજા થવાનો દર 71.17% થયો
મૃત્યુદર સતત ઘટાડા સાથે 1.95% થયો
Posted On:
14 AUG 2020 3:09PM by PIB Ahmedabad
10 લાખ પરીક્ષણો/દિવસના લક્ષ્યાંકને હાંસલ કરવાના ઉદેશ સાથે પરીક્ષણોની સુવિધામાં સતત વધારાના પરિણામે ભારતે એક દિવસમાં સૌથી વધુ પરીક્ષણો કરવાની નવી સિદ્ધિ હાંસલ કરી હતી. છેલ્લા 24 કલાકમાં વિક્રમી 8,48,728 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આના પરિણામે સંચિત પરીક્ષણોની સંખ્યા 2,76,94,416 થઈ ગઈ છે.
ડબ્લ્યુએચઓએ કોવિડ-19ના સંદર્ભમાં “જાહેર આરોગ્ય અને સામાજિક ઉપાયોને સમાયોજિત કરવા માટેના જાહેર આરોગ્યના માપદંડ" અંગેની માર્ગદર્શિકા નોંધમાં શંકાસ્પદ કેસો માટે વ્યાપક સર્વેલન્સની સલાહ આપી છે. ડબ્લ્યુએચઓએ સલાહ આપી છે કે દેશને પ્રત્યેક દસ લાખની વસ્તીએ 140 પરીક્ષણોની જરૂર છે.
જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 603 પરીક્ષણો / દિવસ / મિલિયન વસ્તી છે, કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના કેન્દ્રિત પ્રયત્નો દ્વારા અને અસરકારક અમલીકરણના પરિણામે તેમાંથી 34 આ આંકડાને વટાવી ગયા છે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રવર્તમાન હકારાત્મકતા સાથે અનુરૂપ સ્તર પર પરિક્ષણનું કદ વધારવાની સલાહ આપવામાં આવી રહી છે.
"ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ" વ્યૂહરચનાના સફળ અમલીકરણ માટેનો મુખ્ય ઘટક એ દેશભરમાં પરીક્ષણ લેબ્સનું સતત વિસ્તૃત નેટવર્ક રહ્યું છે. નેટવર્કમાં આજદિન સુધીમાં સરકારી ક્ષેત્રમાં 958 અને 493 ખાનગી લેબોરેટરી સાથે 1451 લેબોરેટરીનો સમાવેશ થાય છે.
તેમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છે:
- રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 749 (સરકારી: 447 + ખાનગી: 302)
- TrueNat આધારિત પરીક્ષણની લેબ: 586 (સરકારી: 478 + ખાનગી: 108)
- CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 116 (સરકારી: 33 + ખાનગી: 83)
અસરકારક પરીક્ષણ, વ્યાપકપણે ટ્રેકિંગ અને અસરકારક સારવારના સફળ અમલીકરણથી સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો આ સાથે જ સાજા થવાનો દર આજે 71.17% થઈ ગયો છે. સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 17.5 લાખ (17,51,555) થી વધુ થઇ ગઈ છે.
સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ (6,61,595) કરતા વધીને 11 લાખ (1,089,960) ની નજીક પહોંચી ગઈ છે.
સ્ટાન્ડર્ડ દેખરેખના પ્રોટોકોલ અભિગમના આધારે અસરકારક ક્લિનીકલ વ્યવસ્થાપને એ સુનિશ્ચિત કર્યું છે કે કોવિડ-19 દર્દીઓના મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદરમાં ઘટીને 1.95% થયો છે અને જે સતત ઘટી રહ્યો છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1645814)
Visitor Counter : 243
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam