ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ’ પ્લેટફોર્મની શરૂઆતને નવા ભારતના નિર્માણ માટે મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું

“મોદી સરકારે ભારતની પ્રગતિ અને વિકાસમાં કરોડરજ્જુ સમાન પ્રામાણિક કરદાતાઓને સક્ષમ બનાવવા અને એમનું સન્માન કરવા કેટલાંક સીમાચિહ્નરૂપ નિર્ણયો લીધા છે”

‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન પ્લેટફોર્મ’ પ્રધાનમંત્રી મોદીના સંકલ્પ ‘લઘુતમ સરકાર, મહત્તમ વહીવટ’ને પૂર્ણ કરવાની દિશામાં વધુ એક પગલું છે'

“પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ’ લોંચ કરીને આપણા કરદાતાઓને સ્વતંત્રતા દિવસ પૂર્વે ભેટ આપી છે”

“કરવેરાની ફેસલેસ આકારણી, ફેસલેસ અપીલ અને કરદાતા અધિકારપત્ર આપણી કરવેરા વ્યવસ્થાને વધારે મજબૂત કરશે”

Posted On: 13 AUG 2020 4:06PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નવા ભારતના નિર્માણ માટે ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ (પારદર્શક કરવ્યવસ્થા – પ્રામાણિક કરદાતાઓનું સન્માન) પ્લેટફોર્મ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે તેમના ટ્વીટમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રી શ્રી નિર્મલા સીતારામણે સ્વતંત્રતા દિવસ અગાઉ આપણા કરદાતાઓને ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટની ભેટ આપી છે.” શ્રી અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો કે, “કરવેરાની ફેસલેસ આકારણી, ફેસલેસ અપીલ અને કરદાતા અધિકારપત્ર જેવા સુધારા સાથે આ પ્લેટફોર્મ આપણી કરવેરા વ્યવસ્થાને વધારે મજબૂત કરશે.”   

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “મોદી સરકારે પ્રામાણિક કરદાતાઓને સક્ષમ બનાવવા અને એમનું સન્માન કરવા કેટલાંક સીમાચિહ્નરૂપ નિર્ણયો લીધા છે. પ્રામાણિક કરદાતાઓ ભારતની પ્રગતિ અને વિકાસની કરોડરજ્જુ સમાન છે. આ પ્લેટફોર્મ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘લઘુતમ સરકાર, મહત્તમ શાસનનો સંકલ્પ પૂર્ણ કરવાની દિશામાં એક વધુ પગલું છે.

Reforms for a New India!

Launch of ‘Transparent Taxation-Honoring the Honest’ is a gift to our taxpayers by PM @narendramodi & FM @nsitharaman.

With reforms like faceless assessment, faceless appeal & taxpayers charter this platform will further strengthen our taxation system.

— Amit Shah (@AmitShah) August 13, 2020

Modi govt has taken several landmark decisions to empower and honor the honest taxpayers who are the backbone of India’s progress & development.

This platform is another step towards PM @narendramodi ji's resolve of 'Minimum Government, Maximum Governance'. #HonoringTheHonest

— Amit Shah (@AmitShah) August 13, 2020

 

SD/GP/BT(Release ID: 1645616) Visitor Counter : 73