ગૃહ મંત્રાલય

તપાસની શ્રેષ્ઠ કામગીરી માટેનું કેન્દ્રીય ગૃહમંત્રીનું ચંદ્રક, 2020

Posted On: 12 AUG 2020 12:31PM by PIB Ahmedabad

વર્ષ 2020 માટે તપાસની શ્રેષ્ઠ કામગીરી માટેનું કેન્દ્રીય ગૃહમંત્રીનું ચંદ્રક121 પોલીસ કર્મચારીઓને એનાયત કરવામાં આવે છે. ગુનાની તપાસના ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા અને તપાસ અધિકારીઓ દ્વારા તપાસમાં આવી શ્રેષ્ઠ કામગીરીને માન્યતા આપવાના ઉદ્દેશ સાથે આ ચંદ્રક એનાયત કરવાની રચના 2018માં કરવામાં આવી હતી.

આ એવોર્ડ મેળવનારા કર્મચારીઓમાં 15 સીબીઆઈના 10 મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસના છે 8 ઉત્તર પ્રદેશ પોલીસના છે, 7 કેરળ અને પશ્ચિમ બંગાળના પ્રત્યેક પોલીસના છે અને બાકીના અન્ય રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશના કર્મચારીઓ છે. જેમાં એકવીસ (21) મહિલા પોલીસ અધિકારીઓ સામેલ છે.

પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા અહીં ક્લિક કરો:

https://static.pib.gov.in/WriteReadData/userfiles/PIB%20Delhi/HM'S%20MEDAL%20FOR%20INVESTIGATION,%202020%20-%20LIST%20OF%20AWARDEES.pdf

 

SD/GP/BT(Release ID: 1645316) Visitor Counter : 145