સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19માંથી 16 લાખ દર્દીઓ સાજા થતા, ભારતમાં સાજા થવાનો દર 70%ની નજીક પહોંચ્યો
મૃત્યુદર ઘટીને 2% થયો
Posted On:
11 AUG 2020 2:03PM by PIB Ahmedabad
અસરકારક નિયંત્રણની વ્યૂહરચનાના સફળ અમલીકરણ, સઘન અને વ્યાપક પરીક્ષણ અને ક્લિનિકલ મેનેજમેન્ટની સાથે સ્ટાન્ડર્ડ દેખરેખના પ્રોટોકોલ અભિગમના આધારે સાજા થવાના દરમાં તીવ્ર વધારો થયો છે, જે આજે આશરે 70% જેટલો થયો છે.
વધુ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા અને હોમ આઇસોલેશન (હળવા અને માધ્યમ લક્ષણોવાળા કેસ) ના લીધે છેલ્લા 24 કલાકમાં 47,746 દર્દીઓ સાજા થતા, કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 15,83,439 પર પહોંચી ગઈ.
દેશમાં વાસ્તવિક કેસનું ભારણ સક્રિય કેસ (6,39,929) છે, જે કુલ પોઝિટીવ કેસના 28.21% છે. તમામ દર્દીઓ તબીબી દેખરેખ હેઠળ છે.
સાજા થવાના દરમાં સતત વૃદ્ધિ થતા, સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને સક્રિય કેસ વચ્ચેનું અંતર લગભગ 9.5 લાખની નજીક પહોંચી ગયું છે. ભારતની ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ની વ્યૂહરચનાએ સાજા થયેલા કેસની ટકાવારીમાં અને સક્રિય કેસની ટકાવારીના અંતરમાં વધારાના ઈચ્છિત પરિણામને સુનિશ્ચિત કર્યું છે.
હોસ્પિટલમાં વધુ ધ્યાન કેન્દ્રિત, સારી અને અસરકારક ક્લિનીકલ સારવાર, નોન-ઇન્વેસીવનો ઉપયોગ, વધુ સારી અને સંકલિત એમ્બ્યુલન્સની સેવાઓ દર્દીઓને તાત્કાલિક અને સમયસર સારવારના પરિણામોએ કોવિડ-19 દર્દીઓના વ્યવસ્થાપનમાં કુશળતા આવી છે. વૈશ્વિક સરેરાશની તુલનાએ મૃત્યુદરમાં પણ ઘટડો થયો છે. મૃત્યુદર આજે ઘટીને 2%થી ઓછો થયો છે, જે વર્તમાનમાં 1.99% છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1645028)
Visitor Counter : 256
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu