સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સાજા થવાનો દર નવી ઉંચાઈ સાથે 68%ની નજીક પહોંચ્યો


મૃત્યુદર (સીએફઆર) સતત ઘટાડા સાથે આજે 2.05% થયો

Posted On: 07 AUG 2020 12:20PM by PIB Ahmedabad

ભારત કોવિડ-19 દર્દીઓમાં સતત વધતો સાજા થવાનો દર અને વૈશ્વિક સરેરાશથી ઘણો નીચો રહેલો મૃત્યુદર, આ બે નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા પ્રોત્સાહિત થઈને કોવિડ-19 વ્યવસ્થાપનના માર્ગ પર સતત આગળ વધી રહ્યું છે. જ્યારે અગાઉનો રેકોર્ડ 68% ની ઉંચી સપાટીએ છે, બાદમાં 2.05% ની નવી સપાટીને સ્પર્શ્યો છે, આમ કોવિડ -19 દર્દીઓમાં ઓછો મૃત્યુદર સુનિશ્ચિત કરે છે. આ બે સિદ્ધિઓએ ભારતમાં સાજા થવાનો દર અને સક્રિય કેસ વચ્ચે ઉંચા અને વધતા જતા તફાવત (7.7 લાખથી વધુ) ને વધુ સક્ષમ બનાવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 49,769 દર્દીઓ સાજા થતાની સાથે સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 13,78,105 પર પહોંચી ગઈ છે.

કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા ક્લિનિકલ સારવાર પ્રોટોકોલમાં સામેલ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની અસરકારક સારવાર પર ભાર મૂકવાને કારણે અસરકારક રીતે સાજા થવાના દરમાં સુધારણા સુનિશ્ચિત કરી શકાઈ છે. સરેરાશ દૈનિક સાજા થયેલા કેસ (7 દિવસની મૂવિંગ એવરેજ) છેલ્લા 2 અઠવાડિયામાં લગભગ 26000 કેસોથી વધીને 44000 કેસ થયા છે.

કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા કેન્દ્રિત અને સંકલિત નિયંત્રણ દ્વારા નિરંતર પ્રયત્નો, નિરીક્ષણ હેઠળ અઈસોલેશન અને અસરકારક સારવાર સાથે મળીને કરેલા વ્યાપક પરિક્ષણોએ સક્રિય કેસની ટકાવારીમાં ઘટાડો અને સાજા થયેલા કેસની ટકાવારીમાં વધારો નોંધાવ્યો છે.

દૈનિક સાજા થયેલા નવા કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર અને સતત વધારો થયો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT


(Release ID: 1644081) Visitor Counter : 246