સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે સતત બીજા દિવસે પણ 24 કલાકમાં 6 લાખથી વધુ પરીક્ષણો કર્યા
આશરે 2.14 કરોડથી વધુના નમૂનાઓનું સંચિત પરીક્ષણ કરવામાં આવ્યું
પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 15568 થયા
Posted On:
05 AUG 2020 3:43PM by PIB Ahmedabad
ભારતે સતત બીજા દિવસે 6 લાખથી વધુ COVID-19 નમૂનાઓનું પરીક્ષણ કરવાનું ચાલુ રાખ્યું છે. કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોના સૌ પ્રથમ મહત્વપૂર્ણ પગલાઓના લીધે અને સઘન પરીક્ષણને અનુસરવાના સંકલ્પના પરિણામે કોવિડ-19 પોઝિટિવ કેસોની વહેલી તકે શોધ અને સારવાર/હોમ અઈસોલેશનના પરિણામે ભારતે દરરોજ કરવામાં આવતા પરીક્ષણોની સંખ્યામાં ઝડપથી વધારો કર્યો છે.
ક્રમાંકિત અને વિકસતા પ્રતિસાદના કારણે એક પરીક્ષણ વ્યૂહરચના પરિણામી જેના લીધે દેશમાં પરીક્ષણ નેટવર્ક સતત વિસ્તરતું ગયું છે. છેલ્લા 24 કલાકમાં 6,19,652 પરીક્ષણો સાથે, આજની તારીખે સંચિત પરીક્ષણ 2,14,84,402 પર પહોંચી ગયું છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM)માં 15568ની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે.
વ્યાપક "ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ" ની વ્યૂહરચનાને ચાલુ રાખવા માટે દેશમાં પરીક્ષણ લેબોરેટરી નેટવર્કને સતત મજબૂત કરવામાં આવી રહ્યું છે. આજે દેશમાં લેબ નેટવર્ક 1366 લેબોરેટરી ધરાવે છે જેમાં સરકારી ક્ષેત્રમાં 920 લેબોરેટરી અને 446 ખાનગી લેબોરેટરી છે. તેમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છે:
- રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 696 (સરકારી: 421 + ખાનગી: 275)
- TrueNat આધારિત પરીક્ષણની લેબ: 561 (સરકારી: 467 + ખાનગી: 94)
- CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 109 (સરકારી: 32 + ખાનગી: 77)
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1643540)
Visitor Counter : 213
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam