ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020’ને આવકાર આપ્યો


“છેલ્લાં 34 વર્ષથી ભારતને આ પ્રકારની ભવિષ્યલક્ષી નીતિની જરૂર હતી. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો આ સીમાચિહ્નરૂપ નિર્ણય લેવા બદલ આભાર. આ નિર્ણય ‘નવા ભારત’ના નિર્માણમાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવશે”

કોઈ પણ દેશ એની સંસ્કૃતિ અને મૂલ્યોનો ત્યાગ કરીને નવી ઊંચાઈએ પહોંચી ન શકે

“પ્રધાનમંત્રી મોદીની ‘એનઇપી 2020’નો ઉદ્દેશ એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાનો છે, જેના મૂળિયા ભારતીય પરંપરાઓમાં છે અને આ વ્યવસ્થા ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે નોલેજ સુપરપાવર તરીકે પુન:નિર્માણ કરી શકે છે”

“એનઇપી 2020નો ઉદ્દેશ સંપૂર્ણ અને બહુશાખીય અભિગમો દ્વારા ભારતીય શૈક્ષણિક વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો છે; જે બાળકોના સંપૂર્ણ શિક્ષણ વિકાસ તરફ દોરી જશે”

Posted On: 29 JUL 2020 8:59PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને આવકારી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, કોઈ પણ દેશનો પાયો શિક્ષણ છે અને છેલ્લાં 34 વર્ષથી ભારતને આ પ્રકારની ભવિષ્યલક્ષી નીતિની અતિ જરૂર હતી. હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ ‘નિશંક’નો આ સીમાચિહ્નરૂપ નીતિગત નિર્ણય લેવા બદલ આભાર માનું છું, જે નવા ભારતનું નિર્માણ કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવશે.

શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, ભારતીય શૈક્ષણિક વ્યવસ્થાના ઇતિહાસમાં આ ખરાં અર્થમાં નોંધપાત્ર દિવસ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી લીડરશિપ અંતર્ગત મંત્રીમંડળે આજે 21મી સદી માટે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી હતી, જે શાળા અને ઉચ્ચ શિક્ષણ એમ બંનેમાં અતિ જરૂરી ઐતિહાસિક  સુધારા લાવશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એમના ટ્વીટમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, દુનિયામાં કોઈ પણ દેશ એની સંસ્કૃતિ અને મૂલ્યોને છોડીને ઉત્કૃષ્ટતા હાંસલ ન કરી શકે. પ્રધાનમંત્રી મોદીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો ઉદ્દેશ એવી શૈક્ષણિક વ્યવસ્થા ઊભી કરવાનો છે, જેના મૂળિયા ભારતીય પરંપરાઓ અને નીતિઓમાં છે. નવી શિક્ષણ નીતિ તમામ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીને ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે નોલેજ સુપરપાવર તરીકે પુનર્નિર્માણ કરી શકે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એવું પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમાજના દરેક વર્ગના વિદ્યાર્થીઓ સુધી પહોંચશે અને આ માટે સુનિશ્ચિત કરવા વિશેષ સંયુક્ત ટાસ્ક ફોર્સ ઊભી કરવામાં આવશે. શ્રી અમિત શાહે એવું પણ જણાવયું હતું કે, સતત અને વ્યૂહાત્મક પગલાં ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (જીઇઆર)માં વધારો કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ – 2020 શાળા શિક્ષણમાં 5+3+3+4 જેવી વિવિધ ખાસિયતો લાવશે, નવો 4 વર્ષનો કોર્સ પ્રસ્તુત કરશે, સિંગલ પોઇન્ટ સામાન્ય નિયમનકારક વ્યવસ્થા, ફી નક્કી કરવી તથા ઉચ્ચ શિક્ષણમાં એકથી વધારે એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સાથે બોર્ડના નિયમનકારક માળખાની અંદર સામાન્ય નિયમો લાવશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ – 2020 શૈક્ષણિક ક્રેડિટ બેંક, શિક્ષણ વ્યવસ્થામાં રોકાણમાં વધારો, શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ, વંચિત વિસ્તારો માટે સ્પેશ્યલ એજ્યુકેશન ઝોન, કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું 12મા ધોરણ સુધી અપગ્રેડેશન અને લોકવિદ્યાલય અને ટેકનોલોજીના ઉપયોગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જોગવાઈ પણ ધરાવશે.

શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો ઉદ્દેશ સંપૂર્ણ અને બહુશાખીય અભિગમ દ્વારા ભારતીય શૈક્ષણિક વ્યવસ્થામાં મોટું પરિવર્તન લાવવાનો છે. વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા દેશભરમાં બાળકોના સંપૂર્ણ વિકાસ તરફ દોરી જશે.

A truly remarkable day in the history of Indian education system!

Under the visionary leadership of PM @narendramodi ji, Union Cabinet today approved 'New Education Policy 2020' for the 21st century. This brings in much needed historic reforms in both School & Higher Education.

— Amit Shah (@AmitShah) July 29, 2020

 

No nation in the world can excel by giving up its culture & values.

The aim of PM @NarendraModi’s #NEP2020 is to create an education system which is deeply rooted in Indian ethos and can rebuild India as a global knowledge superpower, by providing high-quality education to all.

— Amit Shah (@AmitShah) July 29, 2020

Modi govt’s #NEP2020 ensures that quality education will reach students of every section of the society, a special joint task force will be constituted to ensure the same. To increase the Gross Enrolment Ratio (GER) in higher education, continuous & strategic steps will be taken.

— Amit Shah (@AmitShah) July 29, 2020

#NEP2020 brings in various features like 5+3+3+4 system in school education, introduction of new 4-year courses, single point common regulatory system, fee fixation & common norms within board regulatory framework; along with multiple entry & exit points in higher education.

— Amit Shah (@AmitShah) July 29, 2020

#NEP2020 will also have the provision of academic credit bank, increased investment in education system, internationalism of education, special education zone for disadvantaged regions, upgradation of KGBV’s to 12 grade and an increased focus on Lok Vidya & the use of technology.

— Amit Shah (@AmitShah) July 29, 2020

Objective of National Education Policy 2020 is to bring in a huge transformational change in the Indian Education system through holistic and multidisciplinary approaches.
Focus on different aspects will lead to the overall development of the children across the country. #NEP2020

— Amit Shah (@AmitShah) July 29, 2020

Education is the foundation of any nation and for the last 34 years, India was in dire need of such a futuristic policy.

I express my gratitude to PM @NarendraModi & @DrRPNishank on this landmark policy decision which will play an unprecedented role in building of a #NewIndia.

— Amit Shah (@AmitShah) July 29, 2020

 

SD/GP/BT


(Release ID: 1642187) Visitor Counter : 278