PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 28 JUL 2020 6:38PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free downloadકોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 28.07.2020

 

 

 

Text Box: •	ભારતમાં મૃત્યુદર વધુ ઘટીને 2.25% સુધી પહોંચ્યો.
•	દર્દીઓ સાજા થવાની સંખ્યા વધવાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે, સાજા થયેલાની સંખ્યા આજે 9.5 લાખ કરતાં વધી.
•	ગઇકાલે 35,000થી વધુ દર્દી સાજા થયા; સાજા થવાનો દર વધીને 64.2% સુધી પહોંચ્યો.
•	પ્રધાનમંત્રીએ કોલકાતા, મુંબઇ અને નોઇડા ખાતે ઊચ્ચ પ્રક્રિયા ધરાવતાં પરીક્ષણ એકમોનો પ્રારંભ કર્યો
•	દેશમાં કોવિડના વાસ્તવિક સક્રિય કેસોનું ભારણ 4,96,988.
•	ભારતમાં સતત બીજા દિવસે પાંચ લાખ કરતા વધુ દૈનિક પરીક્ષણ થયા; આજદિન સુધીમાં કુલ 1.73 કરોડ કરતાં વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું.

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

ભારતમાં મૃત્યુદર (CFR) વધુ ઘટીને 2.25% નોંધાયો; કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત વૃદ્ધિનો ટ્રેન્ડ, સાજા થયેલા દર્દીની સંખ્યા આજે 9.5 લાખનો આંકડો વટાવી ગઇ; ગઇકાલે 35,000થી વધુ દર્દી સાજા થયા હોવાનું નોંધાયું

ભારતમાં કોવિડના કારણે દર્દીઓના મૃત્યુદર (CFR)માં પ્રગતિપૂર્વક ઘટાડો નોંધાઇ રહ્યો છે અને આજે મૃત્યુદર ઘટીને 2.25% નોંધાયો હતો. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની આગેકૂચ સતત જળવાઇ રહી છે. CFR જૂનના મધ્ય સમયમાં લગભગ 3.33%ની આસપાસ નોંધાયો હતો, જે આજે ઘટીને 2.25% સુધી પહોંચી ગયો છે. ભારતમાં સળંગ પાંચમા દિવસે દૈનિક 30,000થી વધુ દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

Slide2.JPG

મધ્ય જૂનના સમયમાં સાજા થવાનો દર 53%ની આસપાસ નોંધાતો હતો, જેમાં હવે ઝડપી ઉછાળો થયો છે અને આજે સાજા થવાના દરમાં 64% કરતાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડમાંથી 35,176 દર્દી સાજા થઇ ગયા હોવાથી દેશમાં કુલ સાજા થયેલા દર્દીનો આંકડો વધીને 9,52,743 થઇ ગયો છે. સાજા થનારા દર્દીઓની દૈનિક સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો હોવાથી, હાલમાં સક્રિય કેસો અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત પણ એકધારો વધી રહ્યો છે. હાલમાં સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 4,55,755 વધારે છે. વર્તમાન સ્થિતિ અનુસાર, સક્રિય કેસનું કુલ ભારણ 4,96,988 છે અને તમામ દર્દીઓને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641815

 

ભારતમાં સતત બીજા દિવસે પાંચ લાખ કરતા વધુ દૈનિક પરીક્ષણ થયા; આજદિન સુધીમાં કુલ 1.73 કરોડ કરતાં વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું

ટેસ્ટ, ટ્રેક, ટ્રીટની વ્યૂહનીતિને વળગી રહીને ભારતે, કોવિડ-19ના એક જ દિવસમાં પાંચ લાખથી વધુ પરીક્ષણોનો સિલસિલો સતત બીજા દિવસે જાળવી રાખ્યો છે. કોવિડ-19ના પોઝિટીવ કેસોના વહેલા નિદાન અને આઇસોલેશનમાં પ્રથમ મહત્વપૂર્ણ પગલાં તરીકે સઘન પરીક્ષણ હાથ ધરવા માટે કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા સંયુક્ત અને કેન્દ્રિત પ્રયાસોના પરિણામે આટલી મોટી સંખ્યામાં પરીક્ષણો શક્ય બન્યા છે. 26 જુલાઇના રોજ દેશમાં કુલ 5,15,000 સેમ્પલનું જ્યારે 27 જુલાઇના રોજ કુલ 5,28,000 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં કોવિડના પરીક્ષણ માટે લેબોરેટરીઓના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાથી પરીક્ષણમાં તબક્કાવાર અને સતત વધતી પ્રતિક્રિયા આપવાનું શક્ય બન્યું છે અને આજદિન સુધીમાં દેશમાં કોવિડના કુલ પરીક્ષણનો આંકડો 1.73 કરોડ કરતા વધારે થઇ ગયો છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા પણ વધીને 12,562 થઇ ગઇ છે. દેશમાં કોવિડના પરીક્ષણ માટે લેબોરેટરીનું નેટવર્ક સતત વ્યાપક થઇ રહ્યું છે અને હાલમાં 1310 લેબોરેટરીમાં કોવિડનું પરીક્ષણ થઇ શકે છે. આમાંથી 905 સરકારી ક્ષેત્રની લેબોરેટરી અને 405 ખાનગી ક્ષેત્રની લેબોરેટરી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641836

 

પ્રધાનમંત્રીએ કોલકાતા, મુંબઇ અને નોઇડા ખાતે ઊચ્ચ પ્રક્રિયા ધરાવતાં પરીક્ષણ એકમોનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઊચ્ચ પ્રક્રિયા ધરાવતાં ત્રણ કોવિડ-19 પરીક્ષણ એકમોનો પ્રારંભ કર્યો હતો. આ એકમો કોલકાતા, મુંબઇ અને નોઇડામાં આવેલા ભારતીય તબીબી અનુસંધાન પરિષદની રાષ્ટ્રીય સંસ્થાઓ ખાતે આવેલા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વદેશી બનાવટના આ હાઇ-ટેક પરીક્ષણ એકમો ત્રણ શહેરોમાં લગભગ રોજિંદા 10,000 પરીક્ષણો હાથ ધરવાની ક્ષમતાને વિકસાવશે. વધુ સંખ્યામાં પરીક્ષણો, વહેલા નિદાન અને સારવારમાં સહાયતા કરશે અને આ રીતે વાયરસના ફેલાવા સામે લડવામાં મદદરૂપ બનશે. તેમણે ઉમેર્યુ હતું કે, આ લેબોરેટરીઓ માત્ર કોવિડના પરીક્ષણ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં હિપેટાઇટિસ B અને C, ડેન્ગ્યુ અને બીજી અનેક બીમારીઓના પરીક્ષણ હાથ ધરવા સક્ષમ બનશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641621

 

3 આઇસીએમઆર લેબોરેટરીઝમાં ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19 પરીક્ષણ સુવિધાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641680

 

ડૉ. હર્ષવર્ધને વિશ્વ હિપેટાઇટિસ ડેનિમિત્તે સાંસદોમાં જાગૃતિ ફેલાવવા બીજા સહાનુભૂતિ ઇ-કોન્ક્લેવમાં ભાગ લીધો

વિશ્વ હિપેટાઇટિસ દિવસનિમિત્તે બીજા સહાનુભૂતિ ઇ-કોન્કલેવનું આયોજન મુખ્ય અતિથિ પદે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા અને કેન્દ્ર કાયદા અને ન્યાય મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદ (તેમણે ડિજિટલ માધ્યમથી ભાગ લીધો હતો)ની ઉપસ્થિતિમાં થયું હતું. આ કાર્યક્રમ વિશેષ અતિથિ તરીકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધન ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્કલેવનું ઉદ્ઘાટન કરતા શ્રી ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, આપણે 2030 સુધીમાં હિપેટાઇટિસ C નાબૂદ કરવા અને હિપેટાઇટિસ Bનું ભારણ ઘટાડવા માટે WHOના લક્ષ્યને પ્રતિબદ્ધ છીએ. આ કોન્ક્લેવમાં દરેકને આવકારતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “આ વર્ષની કોન્કલેવની થીમ "તમારા યકૃતને કોવિડના સમયમાં સુરક્ષિત રાખોછે, જે વર્તમાન કસોટીના સમયમાં ખૂબ જ યોગ્ય અને મહત્વપૂર્ણ છે. આદરણીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ, પૂર્વ-અસરકારક અને પૂર્વ-સક્રિય પગલાં લેવામાં આવ્યા હોવાથી દેશમાં કોવિડ-19 મહામારીના ફેલાવાને ઘણો નિયંત્રણમાં રાખી શકાયો છે. કોવિડ-19ના કારણે મૃત્યુદર માંડ 2 થી 3%ની વચ્ચે છે અને મોટાભાગના કેસો લક્ષણો ના ધરાવતા દર્દીઓ છે, તેવી સ્થિતિમાં ડાયાબિટિસ, મેદસ્વીત, યકૃતમાં ચરબી, જૂના યકૃતના રોગો જેવી સહ-બીમારીઓ ધરાવતા દર્દીઓમાં સંક્રમણ અને મૃત્યુના વધુ જોખમ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી ખૂબ મહત્વની છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641742

 

મિશન મોડલમાં, રેલવેએ કોવિડ-19 સંબંધિત પડકારો હોવા છતાં ગત વર્ષના સ્તરની સરખામણીએ વધુ માલનું પરિવહન કર્યું

ભારતીય રેલવેએ આ વર્ષે કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારો વચ્ચે પણ ગત વર્ષના સ્તરની સરખામણીએ વધુ માલનું પરિવહન કર્યું છે. 27 જુલાઇ 2020ના રોજ કુલ 3.13 મેટ્રિક ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું હતું જે ગત વર્ષે આ જ તારીખની સરખામણીએ વધુ છે. રેલવેએ આ સમયગાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ટર સંબંધિત અંદાજે 200 કાર્યો પૂર્ણ કર્યા છે. 27 જુલાઇ 2020ના રોજ માલવાહક ટ્રેનોની સરેરાશ ઝડપ 46316 કિમી પ્રતિ કલાક હતી જે ગત વર્ષે સમાન તારીખની ઝડપ (22.52 કિમી પ્રતિ કલાક)ની સરખામણીએ બમણી છે. જુલાઇ મહિનામાં માલવાહક ટ્રેનોની સરેરાશ ઝડપ 45.03 કિમી પ્રતિ કલાક રહી છે જે ગત વર્ષે સમાન મહિનામાં માલવાહક ટ્રેનોની ઝડપ (23.22 કિમી પ્રતિ કલાક)ની સરખામણીએ લગભગ બમણી છે. 27 જુલાઇ 2020ના રોજ કુલ 3.13 મિલિયન ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું હતું જે ગત વર્ષે સમાન તારીખની સરખામણીએ વધુ છે. ભારતીય રેલવેમાં 27 જુલાઇ 2020ના રોજ કુલ 1039 રેક માલવાહક ટ્રેન સાથે જોડવામાં આવ્યા હતા જેમાંથી 76 રેક ખાદ્યાન્ન, 67 રેક ખાતર, 49 રેક સ્ટીલ, 113 રેસ સીમેન્ટ, 113 રેક કાચુ લોખંડ અને 363 રેસ કોલસાના હતા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641826

 

બેંગલોર સ્થિત સ્ટાર્ટઅપે કોવિડ-19થી ચેપગ્રસ્ત વ્યક્તિઓને ઓળખી કાઢવા અને જોખમનું મૂલ્યાંકન કરવા માટે મોબાઇલ એપ તૈયાર કરી

સામૂહિક સ્ક્રિનિંગ દ્વારા પરંપરાગત પરીક્ષણની કતારોને પ્રાથમિકતા આપવા માટે ચેપગ્રસ્ત લોકોના વહેલા નિદાન અને જોખમના મૂલ્યાંકનમાં પૂરક સહાય પૂરી પાડવા નવતર પદ્ધતિઓ તૈયાર કરવાનો મોટો પડકાર કોવિડ-19 મહામારીએ લોકો સમક્ષ મૂક્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના કોવિડ-19 આરોગ્ય કટોકટી સાથે WAR વૃદ્ધિ કેન્દ્ર (CAWACH) દ્વારા બેંગલોર સ્થિત સ્ટાર્ટઅપ એક્યૂલી લેબ્સને કોવિડના જોખમનું મૂલ્યાંકન કરવા માટે લાઇફાસ કોવિડ સ્કોર નામની પ્રોફાઇલ તૈયાર કરવા પસંદ કરવામાં આવી છે. એક્યૂલી લેબ્સ 'લાઇફાસ' ક્લિનિકલ ગ્રેડથી સજ્જ છે જે, ગંભીર બીમારીઓના સ્ક્રિનિંગ, વહેલા નિદાન, મૂળ કારણના વિશ્લેષણ, સચોટ ઇવેન્ટ જોખમ મૂલ્યાંકન, પૂર્વસૂચન અને હોમ મોનિટરિંગ માટે નોન-ઇન્વેઝિવ, ડિજિટલ ફંકશનલ બાયોમાર્કર સ્માર્ટફોન ટૂલ છે જેનો તેમણે લાઇફાસ કોવિડ સ્કોર માટે પુનઃહેતુથી ઉપયોગ કર્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641755

 

કોવિડ મહામારી દરમિયાન નિવૃત્ત થઇ રહેલા સરકારી કર્મચારીઓને તેમના નિયમિત પેન્શનનો આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી "કામચલાઉપેન્શન મળશે: ડૉ. જીતેન્દ્રસિંહ

કોવિડ મહામારી દરમિયાન નિવૃત્ત થઇ રહેલા સરકારી કર્મચારીઓને તેમના નિયમિત પેન્શન ચુકવણી આદેશ (PPO) આપવામાં ના આવે અને કચેરીને લગતી અન્ય ઔચપારિકતાઓ પૂરી ના થાય ત્યાં સુધી "કામચલાઉપેન્શનની ચુકવણી કરવામાં આવશે. પેન્શન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમમાં જણાવ્યા અનુસાર, કામચલાઉ પેન્શનની ચુકવણી નિવૃત્તિની તારીખથી છ મહિના સુધી કરવામાં આવશે અને કામચલાઉ પેન્શનનો સમયગાળો અપવાદરૂપ કિસ્સામાં વધુ એક વર્ષ સુધી લંબાવવામાં આવી શકે છે. આ સૂચનાઓ સ્વૈચ્છિક નિવૃત્તિ, FR 56 અંતર્ગત નિવૃત્તિ વગેરે સિવાય અન્યથા જ્યાં પણ સરકારી કર્મચારીઓ નિવૃત્તિ થાય ત્યાં તમામ કિસ્સામાં લાગુ થવા પાત્ર રહેશે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન મહામારી અને લૉકડાઉનની સ્થિતિના કારણે ઉભા થયેલા અવરોધોમાં, સરકારી કર્મચારીને તેમના પેન્શનના ફોર્મ કચેરીના વડા સમક્ષ જમા કરાવવામાં મુશ્કેલ પડે અથવા તેઓ કદાચ સંબંધિત ચુકવણી અને એકાઉન્ટ્સની કચેરીએ સમયસર દાવાનું ફોર્મ અને સર્વિસ બુક જમા ના કરવાની શકે, ખાસ કરીને જ્યારે બંને ઓફિસો અલગ અલગ શહેરોમાં હોય ત્યારે, કર્મચારીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641560

 

શ્રી રામવિલાસ પાસવાને BIS મોબાઇલ એપ્લિકેશન ‘BIS-કેર અને e-BISના પ્રમાણીકરણ, સુસંગતતા આકલન અને તાલીમ પોર્ટલનો પ્રારંભ કર્યો

કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાને ગઇકાલે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની મોબાઇલ એપ્લિકેશન ‘BIS-કેર અને e-BISના ત્રણ પોર્ટલ – પ્રમાણીકરણ, સુસંગતતા આકલન અને તાલીમ પોર્ટલનો ગ્રાહકો માટે પ્રારંભ કર્યો હતો. આ એપ્લિકેશન હિન્દી અને અંગ્રેજી ભાષામાં કાર્યાન્વિત છે અન તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. ગ્રાહકો ISI માર્કિંગ કરેલા અને હોમમાર્ક લગાવેલા ઉત્પાદનોની ખરાઇ ચકાસી શકે છે અને આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ફરિયાદો પણ નોંધાવી શકે છે. મંત્રીશ્રીએ એવી પણ માહિતી આપી હતી કે BIS દ્વારા ગ્રાહકો સાથે જોડાણ માટે પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે ગ્રાહકોના સમૂહની ઑનલાઇન નોંધણી, પ્રસ્તાવો જમા કરાવવા અને તેની મંજૂરી તેમજ ફરિયાદ વ્યવસ્થાપન જેવી સુવિધાઓ પૂરી પાડશે. શ્રી પાસવાને પુનરોચ્ચાર કર્યો હતો કે, કોવિડ-19નો સામનો કરવા માટે MSMEને મદદ કરવાની જરૂર છે અને MSMEને આપવામાં આવેલી કેટલીક રાહતો સ્પર્શીય છે. તેમણે કહ્યું હતું કે, લઘુતમ માર્કિંગ ફીમાં 40%નો ઘટાડો કરવામાં આવ્યો છે તે ઉપરાંત, તેમને બે હપતામાં ફી ચુકવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. વર્તમાન કોવિડ-19 મહામારી દરમિયાન, BIS દ્વારા કવરઓલ અને વેન્ટિલેટર માટે કોવિડ માપદંડો બનાવવામાં આવ્યા છે અને N95 માસ્ક, સર્જિકલ માસ્ક અને આઇ પ્રોટેક્ટરના લાઇસન્સ માટે માપદંડો બહાર પાડવામાં આવ્યા છે. આના પરિણામે ISI માર્કાવાળી PPE ચીજોનું ઉત્પાદન વધ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641559

 

ઔદ્યોગિક મંજૂરી અને માન્યતા માટે ટૂંક સમયમાં એકલ વિન્ડો પ્રણાલી શરૂ કરવામાં આવશે

સરકાર ટૂંક સમયમાં જ દેશમાં ઔદ્યોગિક મંજૂરી અને માન્યતાઓ માટે એકલ વિન્ડો પ્રણાલી ઉભી કરવાની તૈયારીમાં છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે ગઇકાલે જણાવ્યું હતું કે, આ એક ઉમદા વિન્ડો રહેશે અને તમામ સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયોને આ પ્રણાલીમાં એક જ બોર્ડ પર લાવવામાં આવશે. મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, સરકાર છ રાજ્યો માટે ભૂમિ બેંક તૈયાર કરવા પર કામ કરી રહી છે જેના પર આ રાજ્યોએ પહેલાંથી જ સંમતિ આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે, ત્યારબાદ સંભવિત રોકાણકારો દૂરના સ્થળે તેમની ઓફિસમાંથી જ ભૂમિ બેંક શોધી શકશે અને ઓળખી શકશે તેમજ ઉદ્યોગો માટે તેમનું સ્થળ નક્કી કરી શકશે, આ માટે તેમણે જમીનની માલિકી ધરાવતી એજન્સીઓની કચેરીની વારંવાર મુલાકાત લેવાની પણ જરૂર નહીં પડે. શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સરકાર હાલમાં લોકોના જીવન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને દુનિયામાં સૌથી ચુસ્ત લૉકડાઉનનો અમલ કરનારા દેશોમાંથી એક ભારત છે.  આ બાબતે લાંબાગાળે કોરોના મહામારીના બહેતર વ્યવસ્થાપનનું મહત્વ પૂરવાર કર્યું છે. હવે દેશ, લોકોના જીવનની સાથે સાથે આજીવિકા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને આપણે હવે અનલૉકના તબક્કામાં આવી ગયા છીએ. આર્થિક પ્રવૃત્તિઓ પહેલાંથી જ સન્માનજનક સ્તરે પહોંચી ગઇ છે જે તાજતેરમાં બહાર પડેલા સૂચકાંકો પરથી જાણી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત લૉકડાઉનના સમયમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ટર ઉભું કરવા માટે સમર્થ થઇ શક્યું હતું, કારણ કે તે બાબતે મોટાપાયે PPE અને વેન્ટિલેટરના સ્વદેશમાં જ ઉત્પાદન તેમજ મોટી સંખ્યામાં દૈનિક ધોરણે કરવામાં આવતા કોવિડના પરીક્ષણો પરથી આપણી આત્મનિર્ભરતા જોઇ શકાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641556

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબઃ મિશન ફતેહ અંતર્ગત કોવિડ-19 સામેની લડાઇ માટે ઝૂંબેશ આગળ વધારતા, પંજાબ સરકારે ખાનગી હોસ્પિટલોને સરકારની પ્લાઝ્મા બેન્કોમાંથી વ્યાજબી કિંમતોએ પ્લાઝ્મા પૂરા પાડવાનો નિર્ણય લીધો છે.
  • હરિયાણાઃ હરિયાણાના આરોગ્ય મંત્રી શ્રી અનિલ વિજે કોવિડ-19ના ચેપમાંથી સાજા થયેલા લોકોને કોવિડની સારવાર લઇ રહેલા લોકો માટે પોતાના પ્લાઝ્માનું દાન કરવાની અપીલ કરી છે, જેથી તેઓ પણ ઝડપથી સાજા થઇ શકે.
  • મહારાષ્ટ્રઃ ગત અઠવાડિયા દરમિયાન વિક્રમજનક સંખ્યામાં કેસો અને મૃત્યુ નોંધાયા બાદ, સોમવારે રાજ્યમાં કોવિડ-19 કેસો અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં, ભાગ્યે જ બનતી ઘટના તરીકે, સોમવારે નવા નોંધાયેલા કેસો કરતાં સારવાર બાદ રજા આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી હતી. સોમવારે રાજ્યમાં 7,924 નવા કેસો નોંધાયા હતા, જે છેલ્લા 13 દિવસમાં સૌથી ઓછા છે, તેમાંથી 1,033 કેસો મુંબઇમાંથી નોંધાયા હતા. મુંબઇમાંથી 1,706 સહિત કુલ 8,706 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી નોંધાયેલા કુલ 3.83 લાખ કેસોમાંથી અત્યારે રાજ્યમાં 1.47 લાખ કેસો સક્રિય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ICMRના રાષ્ટ્રીય પ્રજોત્પતિ આરોગ્ય સંશોધન સંસ્થા ખાતે ઊચ્ચ પ્રક્રિયા ધરાવતા પરીક્ષણ એકમનો પ્રારંભ કરતાં કોવિડ-19ની પરીક્ષણની સંખ્યામાં ભારે વધારો જોવા મળશે.
  • ગુજરાતઃ ગુજરાતમાં 1,052 નવા કોવિડ કેસો નોંધાયા હતા અને 22 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને 2,348 થઇ ગયો છે અને અત્યાર સુધી નોંધાયેલા કેસોની સંખ્યા વધીને 56,874 પર પહોંચી ગઇ છે. રાજ્ય દ્વારા એક જ દિવસમાં વિક્રમજનક 25,474 નમૂનાઓનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે અત્યાર સુધી પરીક્ષણ કરાયેલા કુલ નમૂનાઓની સંખ્યા વધીને 6.67 લાખ પર પહોંચી ગઇ છે. આ દરમિયાન, કોવિડના કેસોની સંખ્યામાં 8 મોટા શહેરોનો હિસ્સો એક મહિના પહેલા 80% હતો, જે હવે ઘટીને 51% પર પહોંચી ગયો છે.
  • રાજસ્થાનઃ સૌ પ્રથમ વખત, રાજસ્થાનમાં સક્રિય કેસોની સંખ્યા સતત ત્રણ દિવસ સુધી 10,000ના આંકડાથી વધુ જોવા મળી છે. ઉપરાંત રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધારે કેસોનો ઊછાળો નોંધાવવાની તૈયારી છે. રાજ્યમાં 1,134 નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 37,564 થઇ ગઇ છે અને સક્રિય કેસોની સંખ્યા 10,097 છે. રાજ્ય સરકારે કોવિડના કેસોમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખીને બુંદી જિલ્લામાં 7 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે.
  • મધ્યપ્રદેશઃ સોમવારે મધ્યપ્રદેશમાં કોવિડ-19ના 789 નવા ટેસ્ટ પોઝિટીવ નોંધાતા, પોઝિટીવ દર્દીઓનો કુલ આંકડો 28,000ની સંખ્યાને પાર કરીને 28,589 પર પહોંચી ગયો છે. રાજ્યમાં સોમવારે 659 દર્દીઓ સાજા થયા હોવા છતાં સક્રિય કેસોની સંખ્યા 7,978 છે.
  • છત્તીસગઢઃ છત્તીસગઢમાં સોમવારે 362 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા. હવે રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 7,980 છે અને કુલ સક્રિય કેસોની સંખ્યા 2,763 છે.
  • કેરળઃ રાજધાની જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારોમાં મર્યાદિત સમુદાય જૂથોમાં વાયરસના સંક્રમણમાં થયેલો પૂરજોશ વધારો મોટા સમુદાય જૂથોનું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. તિરુવનંતપુરમમાં લૉકડાઉન ચાલુ રાખવા અંગે અંતિમ નિર્ણયની માહિતી આજ સાંજ સુધી આપવામાં આવશે. ઇટ્ટુમનૂરમાં શાક માર્કેટ ખાતે હાથ ધરાયેલા એન્ટિજેન ટેસ્ટમાં 46 લોકોને કોવિડ સંક્રમણની પુષ્ટિ થતા કોટ્ટાયમમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન આજે રાજ્યમાં કોવિડના કારણે ત્રણ લોકોના મૃત્યુ નોંધાયા હતા. આ મૃત્યુ તિરુવનંતપુરમ, આલાપ્પુઝા અને કાસારગોડમાં નીપજ્યા હતા. સત્તાવાર મૃત્યુઆંક 63 છે. 702 નવા કેસોની સામે 745 લોકો સાજા થતા સતત પાંચમા દિવસે રાજ્યમાં કેસોની સંખ્યા 6,000 કરતાં વધારે રહેવા પામી છે. અત્યારે કુલ 9,609 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે અને વિવિધ જિલ્લાઓમાં 1.55 લાખ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.
  • તામિલનાડુઃ પુડુચેરીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને NR કોંગ્રેસના નેતા વી ભાલનનું કોવિડ-19ના કારણે અવસાન થયું છે. પુડુચેરીના મુખ્યમંત્રી, અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યનો કોવિડ ટેસ્ટ નેગેટીવ આવ્યો છે, જ્યારે છ અન્ય વ્યક્તિઓનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. NR કોંગ્રેસના નેતા એન. એસ. જયાબલનો ટેસ્ટ પોઝિટીવ આવ્યાં બાદ આ તમામ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તામિલનાડુના મુખ્યમંત્રીએ જાહેર વિતરણ વ્યવસ્થા મારફતે 2.08 કુટુંબ કાર્ડધારકોના 6.74 કરોડ સભ્યોને વિના મૂલ્યે માસ્કનું વિતરણ શરૂ કર્યું છે. મદુરાઇમાં કોવિડ કેસોની સંખ્યા 10,000નો આંક પાર કરી ગઇ છે, આ ચેન્નઇ, ચેન્ગાલપટ્ટ અને તિરુવલ્લુર બાદ રાજ્યનો ચોથો જિલ્લો છે, જ્યાં કોવિડના પોઝિટીવ કેસોની સંખ્યા 10,000 કરતાં વધી ગઇ છે. તામિલનાડુમાં ગઇકાલે 6,993 નવા કેસો નોંધાયા હતા અને 77 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. કુલ કેસોની સંખ્યા 2,20,716 છે, જેમાંથી 54,896 કેસો સક્રિય છે, 3,571 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 13,064 છે.
  • કર્ણાટકઃ કર્ણાટક ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 30 અને 31 જુલાઇના રોજ યોજાનારી CET યોજવા ઉપર ફરી વિચારણા કરવા જણાવ્યું છે. 61,819 સક્રિય કેસો અને તેમાં થઇ રહેલા વધારા સાથે કર્ણાટક કોવિડના સક્રિય કેસોના સંદર્ભમાં મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને પહોંચી ગયું છે. ગઇકાલે 5,324 નવા કેસો નોંધાયા હતા,1847 લોકોને રજા આપવામાં આવી હતી અને 75 લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. બેંગલોર શહેરમાં 1,470 કેસો છે. કુલ કેસોની સંખ્યા 1,01,465 છે, જેમાંથી 61,819 કેસો સક્રિય છે, 1,953 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 37,685 લોકોને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકાર દ્વારા 128 જિલ્લા હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી છે જ્યાં 32 હજાર જેટલી પથારીઓ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તે બાબત સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી કે કોવિડ-19ના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સમગ્ર પ્રક્રિયામાં 30 મિનિટ કરતાં વધારે સમય લાગવો જોઇએ નહીં. વધુમાં મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લા હોસ્પિટલો અને 10 રાજ્ય સ્તરીય કોવિડ હોસ્પિટલોમાં પથારીઓની ઉપલબ્ધી અંગે માહિતી પ્રદર્શિત કરવાનો પણ આગ્રહ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય અત્યારે હાથ ધરવામાં આવતા કોરોના પરીક્ષણની દૃષ્ટિએ ટોચ ઉપર છે, જેમાંથી 90 ટકા જેટલા પરીક્ષણો કોવિડ હોટસ્પોટ સમૂહોમાં કરવામાં આવી રહ્યાં છે. TDPએ રાજ્યમાં કોરોના વાયરસના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારના ભંડોળ અંગે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી છે. ગઇકાલે 6,051 નવા કેસો નોંધાયા હતા, 3,234 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને 49 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. કુલ કેસોની સંખ્યા 1,02,349 છે, જેમાંથી 51,701 કેસો સક્રિય છે અને 1,090 લોકોના મૃત્યુ નીપજ્યા છે.
  • તેલંગણાઃ મુખ્યસચિવ સોમેશ કુમાર તેલંગણા ઉચ્ચ અદાલત સમક્ષ હાજર થયા હતા. તેમણે ઉચ્ચ અદાલતને હોમ આઇસોલેશન અને ટેલિમેડિસિન (HITAM) નામની નવી એપ અંગે માહિતી આપી હતી, જેના દ્વારા ડૉક્ટર કોવિડ પોઝિટીવ દર્દી માટે દવાઓ લખી શકશે, દર્દી એમ્બ્યુલન્સ બોલાવી શકશે અને જો તેની સ્થિતિ ગંભીર હશે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. રાજ્ય સરકારે કોવિડ-19ની સારવાર માટે ખાનગી પથારીઓની ઉપલબ્ધતાની માહિતી જાહેર કરી છે, તે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 1,465 પથારીઓ ઉપલબ્ધ છે અને સરકારી સુવિધા કેન્દ્રો ખાતે 6,204 પથારીઓ ઉપલબ્ધ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,610 નવા કેસો નોંધાયા છે, 803 લોકો સાજા થયા છે અને 9 લોકોના મૃત્યુ નીપજ્યા છે, 1,610 કેસોમાંથી 531 કેસો GHMCમાંથી નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા 57,142 છે, સક્રિય કેસો 13,753 છે અને 480 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • અરૂણાચલ પ્રદેશઃ છેલ્લા બે દિવસ દરમિયાન અરૂણાચલ પ્રદેશના રાજધાની પ્રદેશ ઇટાનગરમાં 3,126 એન્ટિજેન ટેસ્ટ હાથ ધરવામાં આવ્યાં છે અને તે દરમિયાન 52 પોઝિટીવ કેસોની પુષ્ટિ મળી છે.
  • આસામઃ આરોગ્ય મંત્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે આસામ લક્ષિત દેખરેખ કાર્યક્રમ હેઠળ, આજ દિન સુધી રાજ્યમાં કોવિડ-19ના 8 લાખથી વધારે પરીક્ષણ કરવામાં આવી ચૂક્યાં છે.
  • મણિપુરઃ લોમ્બોઇ ખોંગનાંગખોંગ ખાતે આવેલા મણિપુર વેપાર અને પ્રદર્શન કેન્દ્ર ખાતે 300 પથારીઓ ધરાવતું કોવિડ સંભાળ કેન્દ્ર આગામી 3 દિવસની અંદર તૈયાર થઇ જશે.
  • મિઝોરમઃ મિઝોરમમાં કોવિડ-19ના કુલ સક્રિય કેસોની સંખ્યા 186 છે. કુલ કેસો 384 છે અને 198 દર્દીઓ સાજા થયા છે.
  • નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં કોવિડ-19ના 75 નવા કેસો નોંધાયા છે. તેમાંથી કોહીમામાં 51, પેકમાં 10, વોખામાં 7, મોન અને દીમાપુરમાં ત્રણ-ત્રણ અને તેશાંગ જિલ્લામાં 1 પોઝિટીવ કેસ નોંધાયો છે. 885 સક્રિય કેસો સાથે કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 1,459 છે અને 569 લોકો સાજા થયા છે.

 

 

 

 

 

ImageImage



(Release ID: 1641917) Visitor Counter : 243