PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 24 JUL 2020 6:32PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 24.07.2020

Text Box: •	સતત ત્રીજા દિવસે દર્દીઓ સાજા થવાની સંખ્યામાં સૌથી મોટો એક દિવસીય વધારો નોંધાયો - છેલ્લા 24 કલાકમાં કોવિડમાંથી 34,602 દર્દી સાજા થયા
•	દેશમાં કોવિડમાંથી સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા 8 લાખથી વધુ થઇ
•	મૃત્યુદર ઘટીને 2.38% નોંધાયો અને તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે
•	1.5 કરોડથી વધુ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું; 1290 લેબમાં પરીક્ષણ થઇ રહ્યા છે.
•	શ્રી પીયૂષ ગોયલે પરવડે તેવી કિંમતે દવાઓની ઉપલબ્ધતામાં આવતા આંતરરાષ્ટ્રીય અવરોધો દૂર કરવા પર ભાર મૂક્યો
•	કિરણ રિજિજુએ કહ્યું, તંદુરસ્તી અંગે જાગૃતિથી મહામારીના સમયમાં ભારતીયોમાં પ્રતિકારકતા વધારવામાં મદદ મળી

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

સતત ત્રીજા દિવસે દર્દીઓ સાજા થવાની સંખ્યામાં સૌથી મોટો એક દિવસીય વધારો નોંધાયો - છેલ્લા 24 કલાકમાં કોવિડમાંથી 34,602 દર્દી સાજા થયા; દેશમાં કોવિડમાંથી સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા 8 લાખથી વધુ થઇ; મૃત્યુદર ઘટીને 2.38% નોંધાયો અને તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે

એક જ દિવસમાં કોવિડ-19માંથી સર્વાધિક દર્દીઓ સાજા થવાનો ટ્રેન્ડ એકધારો જળવાઇ રહ્યો છે. સતત ત્રીજા દિવસે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 34,602 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ વૃદ્ધિ સાથે દેશમાં અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા હવે આ આંકડો 8 લાખથી પણ વધીને 8,17,208 સુધી પહોંચી ગયો છે. આના કારણે દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાના સરેરાશ દરમાં પણ ખૂબ વધારો થતા આ દર 63.45%ની નવી ઊંચાઇએ પહોંચ્યો છે. દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી, સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે સક્રિય દર્દીઓની સંખ્યા (4,40,135) કરતાં 3,77,073 વધુ નોંધાઇ છે. આ તફાવતમાં સતત પ્રગતિપૂર્ણ વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોવિડના કારણે દર્દીઓના મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને હાલમાં દેશમાં કોવિડના કારણે સરેરાશ મૃત્યુદર ઘટીને 2.38% થઇ ગયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640909

 

'ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ' વ્યૂહનીતિ અનુસાર આગળ વધવા માટે લેબોરેટરીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત વધારો થઇ રહ્યો છે; આજદિન સુધીમાં 1.5 કરોડથી વધુ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું

દેશમાં આજદિન સુધીમાં 1.5 કરોડથી વધારે સેમ્પલ (1,54,28,170)નું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 3,52,801 સેમ્પલનું કોવિડ-19ના નિદાન માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ રીતે જોવામાં આવે તો, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા સરેરાશ 11179.83 થઇ ગઇ છે અને જ્યારથી આ નીતિઓનો અમલ કરવામાં આવ્યો છે ત્યારથી તેમાં એકધારો વધારો નોંધાઇ રહ્યો છે.

જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં પરીક્ષણ માટે લેબોરેટરીઓની સંખ્યામાં પ્રગતિપૂર્ણ વધારો થઇ રહ્યો છે. હાલમાં દેશમાં 897 સરકારી લેબોરેટરી અને 393 ખાનગી લેબોરેટરી ઉપલબ્ધ છે.  (કુલ =1290)

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640917

 

ડૉ. હર્ષવર્ધને શાંઘાઇ સહકાર સંગઠન (SCO) આરોગ્ય મંત્રીઓની ડિજિટલ બેઠકમાં ભારતની કોવિડ કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિ અંગે વાત કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે નિર્માણ ભવન ખાતે શાંઘાઇ સહકાર સંગઠન (SCO) આરોગ્ય મંત્રીઓની ડિજિટલ બેઠકમાં ભાગ લીધો હતો. સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં તેમણે વર્ણવ્યા હતા અને કહ્યું હતું કે, તબક્કાવાર સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં મુસાફરીની એડવાઇઝરી બહાર પાડવી, પોઇન્ટ-ઓફ-એન્ટ્રી સર્વેલન્સ, સમુદાય આધારિત સર્વેલન્સ, લેબોરેટરીની સંખ્યામાં વૃદ્ધિ અને હોસ્પિટલોની સુવિધામાં વધારો, બીમારીના ઉપદ્રવ અને જાહેર જનતામાં ફેલાવાના જોખમના વ્યવસ્થાપનના અલગ અલગ પાસા અંગે મોટા પાયે ટેકનિકલ માર્ગદર્શિકાઓનો પ્રસાર વગેરે છે. કેન્દ્રીય મંત્રીએ લૉકડાઉન દરમિયાન અને તે પછી પરીક્ષણની ક્ષમતા અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલી વૃદ્ધિ અંગે પણ વાત કરી હતી. ડૉ. હર્ષવર્ધને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેવી રીતે ઔષધીઓના ભારતના પરંપરાગત તંત્રએ પણ કોવિડ-19 દરમિયાન લોકોમાં સામાન્ય પ્રતિકારકતા વધારવામાં મદદ કરી છે. તેમણે પરંપરાગત ઔધષીઓ માટે શાંઘાઇ સહકાર સંગઠન આરોગ્ય મંત્રીઓની વર્તમાન સંસ્થાકીય બેઠકો હેઠળ નવા પેટા સમૂહની રચના કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640889

 

શ્રી પીયૂષ ગોયલે પરવડે તેવા ભાવે દવાઓની ઉપલબ્ધતામાં આવતા બહુવિધ અવરોધો દૂર કરવા આહ્વાન કર્યું

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે તમામ રાષ્ટ્રોને તેમના વેપારમાં પારદર્શકતા વધારવા અને ઉત્કૃષ્ટ વેપાર ભાગીદાર તરીકેની ભૂમિકા હાથમાંથી જતી રોકવા માટે ભરોસો ઉભો કરવા આહ્વાન કર્યું હતું. 10મી બ્રિક્સ વેપાર મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકમાં ગઇકાલે સંબોધન આપતી વખતે તેમણે જણાવ્યું હતું કે, પુનરોદ્ધારની પ્રક્રિયામાં વેપારને પોતાની ભૂમિકા નિભાવવા માટે, તમામ ભાગીદારો ભરોસાપાત્ર અને પારદર્શક હોય તે આવશ્યક છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કટોકટીના સમયે દુનિયાને નિઃસહાય સ્થિતિ સામે લાવી દીધી છે અને તેના કારણે આપણને એકબીજાને સહકાર આપવા માટે નવી રીતો શોધવા ફરજ પાડી છે. તેમણે કહ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં વેપાર પુનરોદ્ધારના વિકાસમાં એન્જિનની ભૂમિકામાં આવી શકે છે અને તેનો અર્થ WTO પોતાના મુક્તતા, નિષ્ફપક્ષતા, પારદર્શકતા, સમાવેશિતા અને બિન-ભેદભાવના તેના સિદ્ધાંતોના આધારે છે. મંત્રીશ્રીએ બૌદ્ધિક સંપદાના સંરક્ષણ માટે ઘડવામાં આવેલા WTOના નિયમો અંતર્ગત પરવડે તેવા ભાવે દવાઓની ઉપબલ્ધતા આડે આવતા બહુવિધ અવરોધો દૂર કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, IPRને બીમારીના ઇલાજ માટે જરૂરી દવાઓ અને અન્ય ઉપકરણો સુધી પહોંચને અવરોધિત ના કરવા જોઇએ. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, મહામારીએ આપણને વિરોધાભાસીરૂપથી ક્ષમતા નિર્માણ દ્વારા પોતાને મજબૂતકરવા માટે વિનિર્માણનું વિસ્તરણ કરવાની સાથે સાથે વૈશ્વિક મૂલ્ય સાંકળોમાં પ્રવેશ કરવા માટે એક તક પૂરી પાડી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640746

 

કેટલાક દેશોમાંથી સાર્વજનિક ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

ભારત સરકારે આજે સાધારણ આર્થિક અધિનિયમ, 2017માં સુધારો કર્યો હતો જેથી એવા દેશોને બોલી લગાવવા પર પ્રતિબંધ મૂકી શકાય જેઓ ભારતના જમીન ભાગ સાથે સહિયારી સરહદ ધરાવે છે. આ સુધારો, ભારતની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સહિત પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ઉપરોક્ત નિયમો અંતર્ગત, ખર્ચ વિભાગે ભારતના સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે સાર્વજનિક ખરીદી પર એક વિસ્તૃત આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ અનુસાર, ભારત સાથે સહિયારી જમીન સરહદ ધરાવતા એવા દેશોની કોઇપણ વ્યક્તિ કેસ સંસ્થા બોલી લગાવવાની વસ્તુ, સેવાઓ (પરામર્શ સેવાઓ અને બિન-પરામર્શ સેવાઓ સહિત) અને કાર્ય (ટર્નકી પરિયોજનાઓ સહિત) સંબંધિત કોઇપણ સરકારી ખરીદીમાં બોલી લગાવવા પાત્ર ત્યારે જ હશે, જો બોલી લગાવનાર સક્ષમ સત્તામંડળમાં નોંધાયેલ હોય. નોંધણી માટે સક્ષમ સત્તામંડળ, ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વેપાર વિભાગ (DPIIT) દ્વારા રચવામાં આવેલી નોંધણી સમિતિ રહેશે. વિદેશ અને ગૃહ મંત્રાલયો પાસેથી અનુક્રમે રાજકીય અને સુરક્ષા સંબંધિત મજૂરી આવશ્યકપણે લેવાની રહેશે. આ આદેશમાં જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાં સંસ્થાઓ, સ્વાયત્ત એકમો, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યોગો (CPSI) અને સરકાર અથવા તેમના ઉપક્રમો પાસેથી આર્થિક સહાય મેળવતી જાહેર- ખાનગી ભાગીદારીની પરિયોજનાઓ સામેલ છે. 31 ડિસેમ્બર 2020 સુધી કોવિડ-19 વૈશ્વિક મહામારીના નિયંત્રણ માટે તબીબી પૂરવઠાની ખરીદી સહિત કેટલીક મર્યાદિત બાબતોમાં છુટછાટ આપવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640778

 

કોમનવેલ્થ મહાસચિવે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને વૈશ્વિક મંત્રીસ્તરીય મંચ પર બિરદાવી; શ્રી કિરણ રિજિજુએ કહ્યું, તંદુરસ્તી અંગે જાગૃતિથી મહામારીના સમયમાં ભારતીયોમાં પ્રતિકારકતા વધારવામાં મદદ મળી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી કિરણ રિજિજુએ કોવિડ-19 પછી રમતગમતના કાર્યક્રમો ફરી શરૂ કરવા અંગે ભારતની ભાવિ રૂપરેખા શેર કરવા માટે કોમનવેલ્થ દેશોના મંત્રીસ્તરીય મંચમાં હાજરી આપી હતી અને મહામારી પછીના સમયમાં સહકારપૂર્ણ રમતગમત નીતિ ઘડવામાં પણ યોગદાન આપ્યું હતું. તમામ કોમનવેલ્થ દેશોની સહભાગીતા ધરાવતા આ વૈશ્વિક મંચમાં બોલતા શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે, “કોમનવેલ્થ દેશોના સભ્યો તરીકે આપણે તમામ મુદ્દાઓ પર એકજૂથ થવું જરૂરી છે જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં જ પ્રશ્નો છે તેના માટે આપણી એકતા જરૂરી છે. મહામારી દરમિયાન નાગરિકો આરોગ્યપ્રદ રહે તેના મહત્વને ટાંકતા રમતગમત મંત્રીએ જણાવ્યું હતું કે, “હું આ મંચ પર તમામ મંત્રીઓને જાણ કરવામા માંગું છુ કે, ભારતના ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત ગત વર્ષે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી અને કોવિડના આ તબક્કા દરમિયાન મહામારી સામે લડવા માટે રોગ પ્રતિકારકતા ખૂબ જ મહત્વની હોવાથી આ કાર્યક્રમ ઘણો ઉપયોગી પૂરવાર થયો છે. ભારતે સમગ્ર મહામારીના તબક્કામાં નાગરિકોની તંદુરસ્તી અને સુખાકારી માટે શ્રેણીબદ્ધ સમર્પિત ઑનલાઇન કાર્યક્રમોના માધ્યમથી સતત તંદુરસ્ત રહેવાના મહત્વ અંગે લોકોમાં સફળતાપૂર્વક જાગૃતિ ફેલાવી છે. નિષ્ણાતોએ આરોગ્ય, પોષણ, કસરતો અંગે તેમની સલાહો આપી હતી અને તમામ વયજૂથના લોકોએ તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640851

 

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રીએ ભારતમાં રહો અને ભારતમાં ભણો સંબંધિત બ્રેઇન સ્ટ્રોમિંગ સત્રનું આયોજન કર્યું

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે નવી દિલ્હીમાં MHRD સંબંધિત સ્વાયત્ત/ ટેકનિકલ સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ અને વડાઓ સાથે ભારતમાં રહો અને ભારતમાં ભણો સંબંધિત બ્રેઇન સ્ટ્રોમિંગ સત્રનું આયોજન કર્યું હતું. શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીની પરિસ્થિતિના કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ કે જેમણે વધુ અભ્યાસ માટે વિદેશમાં જવાનો નિર્ણય લીધો હતો તેમણે પણ હવે ભારતમાં જ રહીને તેમનો આગળનો અભ્યાસ ભારતમાં કરવાનું નક્કી કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વિદેશમાંથી સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પરત આવી રહ્યા છે જેમને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા અંગેની પણ ચિંતા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે આવા બંને પ્રકારના વિદ્યાર્થીઓની તમામ જરૂરિયાતો પર ધ્યાન આપવા માટે પોતાના તરફથી શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરવા જોઇએ. UGCના અધ્યક્ષ ભારતમાં વધુને વધુ વિદ્યાર્થીઓ રોકાય અને ભારતમાં ભણે તે સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકાઓ અને માપદંડો તૈયાર કરવા માટેની સમિતિના વડા રહેશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640919

 

જીનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના નોવલ mRNA આધારિત કોવિડ-19 રસી કેન્ડિડેટ HGCO19 માટે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સીડ ફિંડિંગ કરવામાં આવી રહ્યું છે

DBT-BIRAC દ્વારા ભારતમાં 'પોતાના ક્ષેત્રમાં પ્રથમ' કહી શકાય તેવું mRNA આધારિત રસી ઉત્પાદન પ્લેટફોર્મ સ્થાપિત કરવા માટે સુવિધા પૂરી પાડવામાં આવી છે. કોવિડ-19 માટે જીનોવાના નોવલ સેલ્ફ-એમ્પ્લિફાઇંગ mRNA આધારિત રસી કેન્ડિડેટ તૈયાર કરવા માટે DBT દ્વારા સીડ ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું છે. અમેરિકાના સિએટલ સ્થિત HDT બાયોટેક કોર્પોરેશનના સહયોગથી, જીનોવા દ્વારા mRNA રસી કેન્ડિડેટ (HGCO19) તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ઉંદરો અને બિન-માનવીય પ્રાઇમેટ મોડલ પર તેની સલામતી, ઇમ્યુનોજેનેસિટી, ન્યુટ્રલાઇઝેશન એન્ટીબોડી પ્રવૃત્તિઓ જોવા મળી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640846

 

CSIR દ્વારા તૈયાર કરવામાં આવેલી ફેવિપિરાવીરની ઓછી ખર્ચાળ ટેકનોલોજીનો ઉપયોગ મેસર્સ સીપ્લા લિમિટેડ દ્વારા મોટાપાયે અને પુનઃહેતુથી તૈયાર કરવામાં આવતી દવા માટે થઇ રહ્યો છે જે ટૂંક સમયમાં આવશે

મૂળરૂપે ફુજી, જાપાન દ્વારા શોધવામાં આવેલી ઓફ પેટન્ટ એન્ટી વાયરલ દવા ફેવીપિરાવીરથી કોવિડ-19ના દર્દીઓની સારવારમાં ખાસ કરીને હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા હોય તેમનામાં આશાસ્પદ તબીબી પરીક્ષણોના પરિણામો બતાવ્યા છે. CSIR અંગભૂત લેબ CSIR- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી (CSIR-IICT) દ્વારા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કેમિકલનો ઉપયોગ કરીને ઓછી ખર્ચાળ પ્રક્રિયા તૈયાર કરવામાં આવી છે જેથી આ સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (API) બનાવી શકાય અને આ ટેકનોલોજી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેસર્સ સીપ્લા લિમિટેડને આપવામાં આવી છે. સીપ્લા દ્વારા તેમની ઉત્પાદન સુવિધામાં પ્રક્રિયા વધારવામાં આવી છે અને ભારતમાં આ પ્રોડક્ટ લોન્ચ કરવા માટે DCGIનો સંપર્ક કર્યો છે. DCGIએ દેશમાં ફેવીપિરાવીરના મર્યાદિત ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હોવાથી સીપ્લાએ હવે કોવિડ-19થી પીડિતા દર્દીઓની સારવારમાં મદદરૂપ થવા માટે આ પ્રોડક્ટ લોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640742

 

સંરક્ષણમંત્રી અને ઇઝરાયલના સંરક્ષણમંત્રી વચ્ચે સંરક્ષણ જોડાણ વધુ મજબૂત કરવા અંગે ટેલીફોનિક ચર્ચા થઇ

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ અને ઇઝરાયલના સંરક્ષણ મંત્રી લેફ્ટેનન્ટ જનરલ બેન્ઝામિન ગેન્ટ્ઝ વચ્ચે આજે ટેલીફોનિક વાર્તાલાપ થયો હતો. બંને મંત્રીઓએ બંને દેસો વચ્ચે વ્યૂહાત્મક સહકારમાં જોવા મળી રહેલી પ્રગતી અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને સંરક્ષણ જોડાણો હજુ પણ વધુ મજબૂત કરવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે એવો પણ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, હાલમાં કોવિડ-19 મહામારી સામે લડવા માટે ચાલી રહેલા સંશોધન અને વિકાસમાં સહકારથી બંને દેશોને તો લાભ થશે જ, સાથે સાથે તેનાથી મોયાપાયે સમગ્ર માનવજાતને પણ લાભ થશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640901

 

ભારતના રાષ્ટ્રપતિએ આસામ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં પૂરથી અસરગ્રસ્ત લોકો માટે રેડ ક્રોસ રાહત પૂરવઠાનો પ્રારંભ કરાવ્યો

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવન ખાતેથી રેડ ક્રોસ રાહત પૂરવઠાની નવ ટ્રકોને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (IRCS)ના પણ અધ્યક્ષ છે. રાહત સામગ્રીમાં તાડપત્રી, તંબુ, સાડી, ધોતી, કોટનના બ્લેન્કેટ, રસોડાના સેટ, મચ્છરદાની, ચાદરો, ડોલ અને બે વોટર પ્યોરિફિકેશન યુનિટ સામેલ છે. આ ઉપરાંત તેમાં કોવિડ-19 સામે સુરક્ષા માટે સર્જિકલ માસ્ક, PPE કિટ્સ, હાથમોજાં અને ફેસ શિલ્ડ જેવી સામગ્રી પણ રાહત સામગ્રીમાં સામેલ કરવામાં આવી છે અને આ જથ્થાને શ્રી રામનાથ કોવિંદે રવાના કરાવ્યો હતો. આ તમામ ચીજવસ્તુઓ ઉલ્લેખિત રાજ્યોમાં IRCS તબીબી સેવાઓ સાથે જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ અને પૂર રાહત તેમજ પુનર્વસનની કામગીરીમાં અગ્ર મોરચે રહીને લોકોનો મદદ કરી રહેલા IRCSના સ્વયંસેવકોની સલામતી અને રક્ષણ માટે મોકલવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640847

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે સમાચાર માધ્યમોને કોવિડના સંક્રમણને રોકવા માટે લોકો દ્વારા હાથ ધરવામાં આવતા સલામતીના પગલાંઓ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, માત્ર સરકારની જાહેરાતોથી ફેલાવવામાં આવતાં સંદેશાઓ પર્યાપ્ત નથી. માસ્ક પહેરવા અને શહેરમાં સામાજિક અંતર જાળવવા સંબંધિત લોકોમાં જાગૃતિ ફેલાવવા માધ્યમોએ સકારાત્મક અને સક્રિય ભૂમિકા અદા કરવી જ જોઇએ.
  • પંજાબઃ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે જાહેર કરેલા નવા દિશા-નિર્દેશો અનુસાર પંજાબમાં હોમ આઇસોલેશનના નિયમોનું ઉલ્લંઘન કરનારા કોવિડ-19 દર્દીઓને રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવશે. હાલમાં સમગ્ર રાજ્યમાં 951 જેટલા દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. મુખ્યમંત્રીએ વધુમાં જાહેરાત કરી હતી કે સામાજિક અંતરોના નિયમોનું ઉલ્લંઘન કરનારા રેસ્ટોરન્ટ અને વાણિજ્યિક ખાદ્ય સંસ્થાઓના માલિકોને પણ રૂ. 5,000નો દંડ ફટકાવવામાં આવશે. રાજ્યમાં મહામારીનો ફેલાવો રોકવા માટે આ કડક પગલાઓની જાહેરાત કરવામાં આવી છે.
  • હરિયાણાઃ કોવિડ-19ના કારણે પેદા થયેલી વિપરિત પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હરિયાણા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ મંડળે ફેસ માસ્ક, ફેસ કવર અને હાથના મોજાના સલામત નિકાલને જીવનનો એક હિસ્સો બનાવવા અંગે જાગૃતિ ફેલાવવા માટે પહેલ શરૂ કરી છે. તે હેઠળ લોકોને તે ચેપગ્રસ્ત સામગ્રીના સલામત નિકાલ અંગે માહિતી પૂરી પાડવામાં આવશે.
  • કેરળઃ રાજ્યમાં કોવિડના કારણે વધુ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નીપજતાં કુલ મૃત્યુઆંક 53ને પાર કરી ગયો છે. આ દરમિયાન, આરોગ્ય અધિકારીઓએ સમુદાય સંક્રમણની અણી પર પહોંચી ગયેલા કોઝિકોડેના ચેક્કિયા પંચાયતની પરિસ્થિતિનુ મૂલ્યાંકન કર્યુ હતું. એક ડૉક્ટરના લગ્નમાં હાજરી આપનાર વરરાજા સહિત 23 વ્યક્તિઓના પરીક્ષણ પોઝિટીવ નોંધાયા છે. કોટ્ટાયમ મેડિકલ કોલેજ ખાતે બે અનુસ્નાતક ડૉક્ટરો સંક્રમિત થતા તેમના સંપર્કમાં આવેલા અનેક લોકોને નિરીક્ષણ હેઠળ જવાની ફરજ પડી છે. સર્વપક્ષીય બેઠક પહેલા આજે CPI (M)એ જણાવ્યું હતું કે, મહામારી ઉપર નિયંત્રણ મેળવવા માટે તે સંપૂર્ણ લૉકડાઉન લાદવાની તરફેણમાં નથી, પરંતુ જો જરૂર પડે તો સ્થાનિક સ્તર પર વધારે કડક પગલાંઓ લઇ શકાય. ગઇકાલે કેરળમાં એક જ દિવસનો સૌથી વધુ 1,078 કોરોના કેસો નોંધાયા હતા, જેમાંથી 798 લોકોને સ્થાનિક સંપર્ક મારફતે ચેપ લાગ્યો હતો, જ્યારે 65 કેસોમાં ચેપના સ્રોત અંગે જાણકારી પ્રાપ્ત કરી શકાઇ નથી. અત્યારે 9,458 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને સમગ્ર રાજ્યમાં 1,58,117 લોકો નિરીક્ષણ હેઠળ છે.
  • તામિલનાડુઃ સલામતી જવાનો અને અગ્નિશમન સેવાના કર્મચારીઓ સહિત તામિલનાડુમાં રાજભવનના 84 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. 'કોરોનિલ' ઉપર મૂકવામાં આવેલા મનાઇ હુકમને હટાવવા માટે પતંજલીએ મદ્રાસ ઉચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. ચેન્નઇ સ્થિત ઔદ્યોગિક ઉપકરણ સફાઇ સંસ્થાએ કથિત ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ પતંજલી સામે દીવાની દાવો દાખલ કર્યો છે. દક્ષિણ જિલ્લાઓમાં કોવિડ-19ના વધી રહેલા કેસોની સાથે, ચેન્નઇમાં પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવેલા સરકારી ડૉક્ટરોને તેમની પ્રતિનિયુક્તિ રદ કરાવીને પોતાના મૂળ જિલ્લામાં પરત ફરવા જણાવવામાં આવ્યું છે. ગઇકાલે નોંધાયેલા 6,472 નવા કેસોની સાથે તામિલનાડુમાં કોવિડના કુલ કેસોની સંખ્યા 1,92,964 પર પહોંચી ગઇ છે, જ્યારે 88 લોકોના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક વધીને 3,232 થઇ ગયો છે. જ્યારે ચેન્નઇએ 90,000નો આંકડો પાર કરી લીધો છે.
  • કર્ણાટકઃ ભારતીય બનાવટનું પ્રથમ બિન-આક્રમક વેન્ટિલેટર 'સ્વસ્થ વાયુ'નું બેંગલુરુની મણિપાલ હોસ્પિટલ ખાતે ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં SC અને ST સમુદાયના લોકોને સ્વરોજગારી મેળવવા માટે નાણાકીય મદદ પૂરી પાડવાનું શરૂ કરશે, જેમને લૉકડાઉનના કારણે પોતાની રોજગારી ગુમાવવી પડી છે. કર્ણાટક વડી અદાલતે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે તે નિયમિતપણે ઉપલબ્ધ બનતી પથારીઓ અંગે માહિતી પૂરી પાડવા માટે તમામ હોસ્પિટલો માટે નિર્દેશો બહાર પાડે, જેથી કોવિડ પથારીઓની સ્થિતિ અંગે ઑનલાઇન પોર્ટલ ઉપર અદ્યતન માહિતી પૂરી પાડી શકાય. ગઇકાલે 5,030 નવા કેસો અને 97 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા, જ્યારે બેંગલોર શહેરમાંથી 2,207 કેસો નોંધાયા હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 80,863 ઉપર પહોંચી ગઇ છે, જેમાંથી 49,931 કેસો સક્રિય છે અને 1,616 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • આંધ્રપ્રદેશઃ કોરોનાના વધી રહેલા કેસો અને મૃત્યુના કારણે 26મી જુલાઇથી લૉકડાઉન લાદવાના સમાચારોને ક્રિષ્ણા જિલ્લાના કલેક્ટરે રદિયો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર ફરી રહેલા સમાચારો પાયાવિહોણા છે. બીજી તરફ, આજથી નેલ્લોર જિલ્લામાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને વ્યાપારી સંસ્થાઓ બપોરે 1 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે. તિરુપતિમાં દિવસેને દિવસે વધી રહેલા પોઝિટીવ કેસોના કારણે લોકોએ રૂઇયા હોસ્પિટલ ખાતે કોવિડ પરીક્ષણ માટે લાંબી કતારો લગાવી હતી. ગઇકાલે 7,998 નવા કેસો અને 61 લોકોના મૃત્યુ નોંધાયા હતા. કુલ નોંધાયેલા કેસો 72,711 છે, જેમાંથી 34,272 કેસો સક્રિય છે અને 884 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • તેલંગણાઃ હૈદરાબાદમાં ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરી સંચાલકોને ચેતવણી આપવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે હૈદરાબાદમાં દર્દીઓને કોવિડ-19ની સારવાર પૂરી પાડવામાં સંકળાયેલી આરોગ્ય સંભાળ સંસ્થાઓ અને લેબોરેટરીઓની કામગીરી પોતાના હસ્તક લેવામાં તે ખચકાશે નહીં. ગઇકાલે 1,567 નવા કેસો નોંધાયા હતા, 1,661 લોકો સાજા થયા હતા અને 9 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 50,826 છે, જેમાંથી 11,052 કેસો સક્રિય છે, 447 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 29,327 લોકોને રજા આપવામાં આવી છે.
  • મહારાષ્ટ્રઃ મુંબઇ મહામારી ઉપર નિયંત્રણ મેળવવા માટે નવીન વિચારો અપનાવી રહ્યું છે, જેમ કે મધ્યસ્થ રેલવે દ્વારા સંપર્કમુક્ત ટિકિટ તપાસ વ્યવસ્થા રજૂ કરવામાં આવી છે. જ્યારે મુંબઇમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ ખાતે ટિકિટ તપાસતા કર્મચારીઓ માટે ચેક-ઇન માસ્ટર તરીકે ઓળખાતી એપ મુંબઇ ડિવિઝન દ્વારા શરૂ કરવામાં આવી છે. આ એપ સલામત અંતરે મુસાફર આરક્ષણ વ્યવસ્થા અને બિન-આરક્ષિત ટિકિટ વ્યવસ્થાની તપાસ કરવા માટે OCR અને QR કોડ સ્કૅનિંગ જેવી સુવિધાઓ ધરાવે છે. આગામી તબક્કામાં સ્વયં-સંચાલિત QR-કોડ આધારિત ટિકિટ ચેકિંગ ધરાવતા ફ્લેપ-આધારિત દરવાજા આગમન/ પ્રસ્થાન સ્થાનો ઉપર લગાવવાનું આયોજન થઇ રહ્યું છે. હાલમાં મુંબઇ 1.05 લાખ નોંધાયેલા કુલ કેસોમાંથી 22,800 સક્રિય કેસો ધરાવે છે. મહારાષ્ટ્રમાં સક્રિય કેસોની સંખ્યા 1.40 લાખ છે.
  • ગુજરાતઃ ગુરુવારે નોંધાયેલા કુલ 1,078 કેસોની સાથે ગુજરાતમાં કોવિડ-19ની કુલ સંખ્યા 52,000ના આંકને પાર કરી ગઇ છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 52,477 થઇ ગઇ છે. ગુરુવારે રાજ્યમાં અત્યાર સુધી એક જ દિવસમાં કેસોનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. જોકે, 12,348 સક્રિય કેસો સાથે, ગુજરાત સમગ્ર દેશમાં સક્રિય કેસોની સંખ્યાની દૃષ્ટિએ આઠમા ક્રમે છે. ગુરુવારે રાજ્યમાં 28 વ્યક્તિઓના મૃત્યુ પણ નીપજ્યાં હતા, જે સાથે મહામારીના કારણે મૃત્યુ પામનારા કુલ લોકોની સંખ્યા 2,257 થઇ ગઇ છે.
  • રાજસ્થાનઃ આજે સવારે નોંધાયેલા 375 નવા કેસો અને 4 લોકોના મૃત્યુની સાથે રાજ્યમાં કોવિડ-19ની કુલ સંખ્યા 33,595 પર પહોંચી ગઇ છે અને કુલ મૃત્યુઆંક 598 પર પહોંચી ગયો છે. આજે અલવર જિલ્લામાં એક જ દિવસમાં સૌથી વધારે 224 કેસો નોંધાયા હતા.
  • મધ્યપ્રદેશઃ કોરોનાના વધી રહેલા સંક્રમણના કારણે આ વર્ષે રક્ષાબંધન અને ઇદ-ઉલ-જુહાના તહેવારો જાહેરમાં ઉજવવામાં આવશે નહીં. આ સિવાય આજે રાત્રે આઠ વાગ્યાથી 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે, જેને અમલ માત્ર ભોપાલ મહાનગર પાલિકાની હદમાં કરાશે. આ દરમિયાન આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે દવાઓ, શાક-ભાજી, ફળો અને દૂધ વગેરેનો પૂરવઠો ઉપલબ્ધ બની રહે તેની ખાતરી કરાશે. મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 કુલ 632 નવા કેસો નોંધાયા છે, જે સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધી 25,474 થઇ ગઇ છે. જોકે, રાજ્યમાં અત્યારે સક્રિય કેસોની સંખ્યા 7,355 છે.
  • છત્તીસગઢઃ ગુરુવારે છત્તીસગઢમાં વિક્રમજનક 371 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા. અત્યારે રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 6,370 છે. માત્ર રાયપુરમાં 205 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા, ત્યારબાદ કબીરધામમાં 34 અને રાજનંદગાંવમાંથી 23 કેસો નોંધાયા હતા.
  • અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશમાં ત્વરીત પ્રતિભાવ ટીમે પાટનગર ઇટાનગરના સમગ્ર વિસ્તારમાં એન્ટિજેન ટેસ્ટની પ્રક્રિયા હાથ છે. વીસ જેટલી ટીમોએ પરીક્ષણ શિબિરોનું આયોજન કર્યું હતું અને 2,672 પરીક્ષણ હાથ ધર્યાં હતાં. તેમાંથી 30 લોકોનો ટેસ્ટ પોઝિટીવ જણાવ્યો હતો અને તેમની નિયમ મુજબ સારવાર કરવામાં આવી રહી છે. 42 લોકો સાજા થતા, અરૂણાચલ પ્રદેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 654 છે.
  • મણિપુરઃ મણિપુર માહિતી આયોગે કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા રાજ્યવ્યાપી લૉકડાઉનના કારણે આયોગની તમામ 'અપીલ' અને 'ફરિયાદ'ની કાર્યવાહી મુલતવી રાખવાની અધિસૂચના બહાર પાડી છે. ખાનગી લેબોરેટરીના કર્મચારીનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ સમુદાય સ્તરે કોવિડ-19નો ફેલાવવાની સંભાવના અટકાવવા માટે મણિપુરના ચુરાચંદપુરમાં સઘન સંપર્ક તપાસ ક્વાયત હાથ ધરવામાં આવી છે.
  • મિઝોરમઃ મિઝોરમના મુખ્યમંત્રી શ્રી ઝોરામથાંગાએ 8 જિલ્લાઓમાં ક્વૉરેન્ટાઇન સુવિધાઓ માટે રૂ. 3.85 કરોડના ભંડોળને મંજૂરી આપી છે.
  • નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં કોવિડ-19ના 63 પોઝિટીવ કેસોની પુષ્ટી થઇ છે. દીમાપુરમાં 41, કોહીમામાં 21 અને પેરેનમાં 1 પોઝિટીવ કેસ નોંધાયા છે. નાગાલેન્ડમાં કુલ કોવિડ-19 પોઝિટીવ કેસોની સંખ્યા 1,237 છે, જેમાંથી 707 સક્રિય કેસો છે અને 530 લોકો સાજા થયા છે.

 

 

FACTCHECK

 

 

A stamp with the word Fake on a  snip of a tweet posted by a twitter handle Irmak Idoya. It reads as follows:
Indian airforce had crossed the border to conduct airstrike on the Nepal territories today. 
India conducted an airstrike in Kot Kharak Singh Pernawan near India Nepal border.
In responding, we've shot down Indian jet & two Indian pilots killed.

 

 

 

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1641053) Visitor Counter : 195