ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા 700 મેગાવોટના કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ-૩નું સંચાલન પ્રસ્થાપિત કરવા બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા


કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ ઝળહળતી સિદ્ધિ બદલ સમગ્ર રાષ્ટ્ર આપણા વૈજ્ઞાનિકોને સલામ કરે છે

શ્રી અમિત શાહે કહ્યું કે, ન્યુ ઇન્ડિયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતની તેમની દ્રષ્ટિ સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે.

Posted On: 22 JUL 2020 2:04PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા 7૦૦ મેગાવોટના કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ-૩નું સંચાલન પ્રસ્થાપિત કરવા બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “ભારતના પરમાણુ ઇતિહાસમાં આ એક મોટો દિવસ છે અને આ ઝળહળતી સિદ્ધિ બદલ સમગ્ર રાષ્ટ્ર આપણા વૈજ્ઞાનિકોને સલામ કરે છે.”

કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે “ન્યુ ઇન્ડિયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતની તેમની દ્રષ્ટિ સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે.”

 

SD/GP/DS/BT



(Release ID: 1640382) Visitor Counter : 185