પ્રવાસન મંત્રાલય
કેન્દ્રીય પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલ આજે પર્યટન મંત્રાલયની પ્રસાદ યોજના અંતર્ગત 'ગુજરાતના સોમનાથમાં યાત્રાધામ સુવિધાઓનો વિકાસ' પ્રોજેક્ટના ઉદઘાટનમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા.
પ્રસાદ યોજના અંતર્ગત મંજુર થયેલ રૂ. 45.36 કરોડના ભંડોળમાં આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો
Posted On:
16 JUL 2020 7:40PM by PIB Ahmedabad
કેન્દ્રીય પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલ, આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે "ગુજરાતના સોમનાથમાં યાત્રાધામ સુવિધાઓના વિકાસ” પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પ્રસાદ યોજના અંતર્ગત માર્ચ 2017માં મંજુર થયેલ રૂ. 45.36 કરોડના ભંડોળ સાથે "ગુજરાતના સોમનાથમાં યાત્રાધામ સુવિધાઓનો વિકાસ” પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. પ્રોજેક્ટ અંતર્ગત પાર્કિંગ, પર્યટન સુવિધા કેન્દ્ર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેની ઉચ્ચ ગુણવત્તાની વિશ્વ કક્ષાની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
શ્રી પટેલે આંતરરાષ્ટ્રીય ધોરણોની સુવિધાઓ બનાવવા માટે ભારત સરકારે જાહેર કરેલા ભંડોળના મહત્તમ ઉપયોગ માટે રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ પર્યટન ક્ષેત્ર હેઠળ પર્યટન મંત્રાલય તરફથી જરૂરી દરેક સહયોગ અને સમર્થન માટે રાજ્ય સરકારને ખાતરી આપી હતી.
'રાષ્ટ્રીય મિશન ઓન પિલગ્રિમેજ રિજુવેશન એન્ડ સ્પિરિચ્યુઅલ, હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ’ (PRASHAD)યોજના એ વર્ષ 2014-15માં પર્યટન મંત્રાલય દ્વારા જાણીતા તીર્થસ્થાનો અને હેરિટેજ સ્થળોના સંકલિત વિકાસના ઉદ્દેશ્યથી શરૂ કરાઈ હતી. આ યોજનાનો હેતુ માળખાગત વિકાસ જેવો કે એન્ટ્રી પોઇન્ટ્સ (માર્ગ, રેલ અને જળ પરિવહન), છેવટની માઇલ કનેક્ટિવિટી, માહિતી/અર્થઘટન કેન્દ્રો, એટીએમ/મની એક્સચેંજ, પર્યાવરણ દ્રષ્ટિએ અનુકૂળ પરિવહન, ઉર્જાના નવીનીકરણીય સ્ત્રોતો સાથે પ્રકાશ અને રોશની, પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલયો, ક્લોક રૂમ, પ્રતીક્ષા ખંડ, પ્રાથમિક સારવાર કેન્દ્રો, હસ્તકલા બજારો/ હાટ /સ્મૃતિચિન્હોની દુકાનો/કાફેટેરિયા, વરસાદ આશ્રયસ્થાનો, ટેલિકોમ સુવિધાઓ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરે જેવી પાયાની પર્યટન સુવિધાઓ પુરી પાડવાનો છે.
DS/GP/BT
(Release ID: 1639194)
Visitor Counter : 269