વહાણવટા મંત્રાલય

કેન્દ્રીય જહાજ મંત્રીએ ચટ્ટોગ્રામ બંદર થઈને કોલકાતા બંદરથી અગરતલા જતા પ્રથમ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું


ભારતીય સમુદ્રી ક્ષેત્ર અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના આર્થિક વિકાસમાં તે ઐતિહાસિક કાર્ય છે: શ્રી માંડવીયા

Posted On: 16 JUL 2020 3:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવીયાએ આજે વર્ચ્યુઅલ સમારોહમાં બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ બંદરથી કોલકાતાથી અગરતલા જતા પ્રથમ ટ્રાયલ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું. આ બાંગ્લાદેશ દ્વારા ભારતના પરિવહન કાર્ગોની અવરજવર માટે ચટ્ટોગ્રામ અને મોંગલા બંદરોના ઉપયોગ અંગેના કરાર હેઠળ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, આ માર્ગ બંને દેશો માટે નવી તકોના દ્વાર ખોલશે. તે બાંગ્લાદેશ દ્વારા પૂર્વોત્તર ક્ષેત્રને જોડવા માટે વૈકલ્પિક અને ટૂંકા માર્ગ પ્રદાન કરશે. શ્રી માંડવીયાએ કહ્યું કે, ભારતના પરિવહન કાર્ગોની અવરજવર માટે ચટ્ટોગ્રામ અને મોંગલા બંદરનો ઉપયોગ કરવાની આ ઐતિહાસિક કાર્ય છે. ભારત-બાંગ્લાદેશ દરિયાઇ સંબંધોમાં તે એક નવો અધ્યાય બની રહેશે, એમ તેમણે ઉમેર્યું.

ટ્રાયલ હેરફેરના માલસામાનમાં પશ્ચિમ ત્રિપુરા જિલ્લા માટે નિર્ધારિત ટીએમટી સ્ટીલ બાર વહન કરનારી બે TEU અને આસામના કરીમગંજમાં કઠોળ વહન કરતી બે TEUનો સમાવેશ થાય છે. ચટ્ટોગ્રામ પહોંચ્યા પછી, માલ બાંગ્લાદેશી ટ્રકો પર અગરતલા તરફ જશે.

પ્રધાનમંત્રી શેખ હસીનાની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઉચ્ચતમ સ્તરે પહોંચેલી સમજૂતી મુજબ આ ટ્રાયલ બાંગ્લાદેશ અને ભારતના પૂર્વોત્તર રાજ્યો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવવા માટે બંને પક્ષોએ કરેલા પ્રયત્નોને ઉજાગર કરે છે. ઓક્ટોબર 2019માં ભારત અને ત્યાંથી માલની અવરજવર માટે ચટ્ટોગ્રામ અને મોંગલા બંદરોના ઉપયોગ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ ટ્રાયલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે.

તે ભારત માટેના માલના પરિવહનમાં લેવામાં આવતા અંતર અને સમયને ઘટાડશે અને તે બંને અર્થવ્યવસ્થા માટે એક વિજય હશે. રોજગાર, લોજિસ્ટિક ક્ષેત્રે રોકાણ, ઉન્નત વ્યવસાયિક સેવાઓ અને આવક નિર્માણ જેવા ફાયદા છે જે બાંગ્લાદેશને પ્રાપ્ત થશે. ભારતીય માલસામાનની હેરફેર માટે બાંગ્લાદેશી જહાજો અને ટ્રકોનો ઉપયોગ કરવામાં આવશે.

ભારત અને બાંગ્લાદેશે તાજેતરનાં વર્ષોમાં શિપિંગ અને અંતર્દેશીય જળ વેપારમાં સહયોગ વધાર્યો છે. ઇનલેન્ડ વોટર ટ્રાંઝિટ એન્ડ ટ્રેડના પ્રોટોકોલ હેઠળ, હાલના છ બંદરો ઉપરાંત દરેક દેશમાં તાજેતરમાં વધુ પાંચ ઉમેરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે થયેલ બાંગ્લાદેશ જળમાર્ગોના પસંદગીના ક્ષેત્રમાં ફેર-વેના વિકાસ અંગેના MOU મુજબ અંતર્દેશીય જળમાર્ગોના કાંપ નિકાલનું કાર્ય ચાલુ છે જે અંતર્ગત ભારત સરકાર આ પ્રોજેક્ટ ખર્ચનો 8૦% ખર્ચનું અને બાકીનું બાંગ્લાદેશ સરકાર વહન કરે છે. બંને દેશો વચ્ચે પર્યટનને પ્રોત્સાહન આપવા અને લોકોના એકબીજાના સંપર્ક માટે ક્રુઝ સેવાઓ પણ શરૂ થઈ છે.

 

SD/DS/GP/BT


(Release ID: 1639081) Visitor Counter : 294