ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પરમ પૂજનીય સંત આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સમાજ કલ્યાણ માટે આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજજીના વિચાર, શિક્ષણ અને નિ:સ્વાર્થ યોગદાનની કોઈ સરખામણી નથી.
આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજજીનું જીવન મૂલ્યો અને વિવેકથી પરિપૂર્ણ હતું અને તેમણે પોતાને સંપૂર્ણ રીતે માનવતાની સેવામાં સમર્પિત કરી દીધા હતા - શ્રી અમિત શાહ
Posted On:
16 JUL 2020 1:11PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, તેઓ એક આદરણીય સંત હતા. જેમણે લાખો લોકોને આશીર્વાદ અને જ્ઞાન આપીને તેમના જીવનને નવી દિશા બતાવી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે સમાજ કલ્યાણ માટે આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજજીનો વિચાર, શિક્ષણ અને નિ:સ્વાર્થ યોગદાનની કોઈ સરખામણી નથી.
શ્રી અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ જીનું જીવન મૂલ્યો અને વિવેકથી પરિપૂર્ણ હતું અને તેમણે પોતાને સંપૂર્ણ રીતે માનવતાની સેવામાં સમર્પિત કરી દીધા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, પરમ પૂજનીય સંતનું નિધન એક અધૂરી ખોટ છે. શ્રી અમિત શાહે વિશ્વભરના તેમના અનુયાયીઓ પ્રત્યે ગહન શોક વ્યક્ત કર્યો હતો.
આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આધ્યાત્મિક પ્રમુખ હતા. તેઓ તપસ્વી આચાર્ય વંશના પાંચમા આચાર્ય અને શ્રી સ્વામિનારાયણ ગાદીના વર્તમાન આચાર્ય હતા.
DS/GP/BT
(Release ID: 1639060)
Visitor Counter : 224