સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

છેલ્લા 24 કલાકમાં 20,000થી વધુ દર્દીઓ સાજા થયા, સાજા થવાનો દર વધીને 63.24% થયો


સાજા થયેલાની સંખ્યા 6 લાખની નજીક પહોંચી

કોવિડ-19ના વાસ્તવિક કેસ ભારણમાં માત્ર 3,19,840 સક્રિય કેસ

Posted On: 15 JUL 2020 5:35PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો છે અને કુલ 20,572 દર્દીઓ સાજા થઇ ગયા છે. આથી, દેશમાં આજદિન સુધીમાં કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 5,92,031 થઇ ગઇ છે. દેશમાં આજે દર્દીઓ સાજા થવાનો દર 63.24% નોંધાયો હતો.

કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાની સંખ્યામાં એકધારી વૃદ્ધિ એ સઘન પરીક્ષણ, સમયસર નિદાન અને કોવિડના દર્દીઓના વ્યવસ્થાપન માટે હોમ આઇસોલેશન અથવા હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ સંભાળના કારણે જોવા મળી છે. હાલમાં દેશમાં કોવિડ-19ના વાસ્તવિક કેસનું ભારણ 3,19,840 સક્રિય કેસ છે. આ તમામ કેસોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હોમ આઇસોલેશન માટેના માપદંડો અને ધોરણોનું પાલન કરાવવામાં આવે છે અને સાથે-સાથે પલ્સ ઓક્સીમીટરના કારણે પણ લક્ષણો ના ધરાવતા અથવા અંત્યત હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ દબાણ લાવ્યા વગર ઓળખી કાઢવામાં મદદ મળી રહી છે.

હાલમાં સક્રિય કેસો અને સાજા થઇ ગયેલા કેસોની સંખ્યાનો તફાવત સતત વધી રહ્યો છે. આજે સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યા 2,72,191 વધારે નોંધાઇ હતી. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા કરતાં 1.85 ગણી વધારે છે.

ભારતમાં કોવિડ-19ના દર્દીઓ માટે ઉભા કરવામાં આવેલા તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1378 સમર્પિત કોવિડ હોસ્પિટલો (DCH), 3077 સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રો (DCHC) અને 10351 કોવિડ સંભાળ કેન્દ્રો (CCC)નો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓમાં કુલ 21,738 વેન્ટિલેટર, 46,487 ICU બેડ અને 1,65,361 ઓક્સીજન સપોર્ટેડ બેડ કોવિડ-19ના દર્દીઓ માટે રાખવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રીય સંસ્થાઓને કોવિડ-19ના દર્દીઓનું અસરકારક તબીબી વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે 230.98 લાખ N95 માસ્ક, 123.56 લાખ PPE અને 11,660 વેન્ટિલેટર આપવામાં આવ્યા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

DS/GP/BT

 



(Release ID: 1638799) Visitor Counter : 170