વહાણવટા મંત્રાલય

જહાજ મંત્રાલયે કોલકાતા બંદરના હલ્દીયા ડોક કોમ્પ્લેક્સ માટે આધુનિક અગ્નિશમન સુવિધાઓ માટે રૂ .107 કરોડની મંજૂરી આપી


બંદર પર સલામત અને સુરક્ષિત કાર્ગો ઓપરેશન માટે નિર્ણાયક પગલું

Posted On: 14 JUL 2020 2:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ કોલકાતા બંદરના હલ્દીયા ડોક કોમ્પ્લેક્સ પાંચ જેટી પર અગ્નિશમન સુવિધાઓ વધારવા માટે રૂ .107 કરોડની મંજૂરી આપી છે.

આધુનિક અગ્નિશામક સુવિધા એ પેટ્રો-કેમિકલ ઉત્પાદનોના હલનચલનને સુરક્ષિત રીતે સંચાલિત કરવામાં હલ્દીયા ડોક કોમ્પ્લેક્સને સક્ષમ બનાવશે. હાલની અગ્નિશમન સુવિધા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના ઓઇલ ઉદ્યોગ સલામતી નિયામક (OISD) ની માર્ગદર્શિકા મુજબ એલપીજી અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના સંચાલનને સમર્થન આપતી નથી. જહાજ મંત્રાલયે બધા મુખ્ય બંદરો પર કાર્ગો ઓપરેશનની સલામતી અને સુરકક્ષાને પ્રાથમિકતા આપી છે. તે આગ સલામતી માટે વૈશ્વિક ધોરણોનું પાલન તરફ એક પગલું છે.

હલ્દીયા ડોક પર એલપીજી અને એલએનજી કાર્ગોની નજીકના ભવિષ્યમાં વધવાની સંભાવના છે. અત્યાધુનિક અગ્નિશામક માળખા ઓઆઇએસડી માર્ગદર્શિકાનું પાલન કરીને કોલકાતા બંદર પેટ્રો-કેમિકલ માલને સલામત અને સુરક્ષિત રીતે સંચાલિત કરવામાં મદદ કરશે.

 

DS/GP/BT


(Release ID: 1638525) Visitor Counter : 217