સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સાજા થયેલાની સંખ્યા 5.5 લાખ કરતાં વધારે


19 રાજ્યોમાં સાજા થવાનો દર રાષ્ટ્રના સરેરાશ સાજા થવાના 63.02% દર કરતાં વધારે

રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુદર 2.64%ની સરખામણીએ 30 રાજ્યોમાં મૃત્યુદર ઓછો

Posted On: 13 JUL 2020 5:35PM by PIB Ahmedabad

કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારો સાથે મળીને કેન્દ્ર દ્વારા લેવામાં આવતા શ્રેણીબદ્ધ પૂર્વ-સક્રિય અને પૂર્વ અસરકારક તેમજ સંકલિત પગલાંના કારણે દેશમાં કોવિડ-19માંથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં તબક્કાવાર વૃદ્ધિ નોંધાઇ રહી છે.

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,850 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે જ્યારે દેશમાં આજદિન સુધીમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 5.53.470 થઇ ગઇ છે. આજે કોવિડમાંથી સાજા થવાનો દર વધીને 63.02% નોંધાયો છે. 19 રાજ્યમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.

 

હાલમાં દેશમાં કોવિડના 3,01,609 સક્રિય કેસો છે અને તમામને હોસ્પિટલોમાં, કોવિડ સંભાંળ કેન્દ્રોમાં અથવા હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યાની સરખામણીએ સાજા થયેલા દર્દીની સંખ્યા 2,51,861 વધારે છે.

 

ગંભીર કેસોના તબીબી વ્યવસ્થાપન પર વિશેષ ભાર આપવાની વ્યૂહનીતિના કારણે ભારતમાં મૃત્યુદર ઘટીને 2.64% થઇ ગયો છે. 30 રાજ્યોમાં મૃત્યુદર દેશના સરેરાશ મૃત્યુદર કરતાં ઓછો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2,19,103 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. સાથે દેશમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણની સંખ્યા 1,18,06,256 થઇ ગઇ છે. આજે પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ પરીક્ષણોનો આંકડો 8555.25 નોંધાયો છે.

 

 

DS/BT

 



(Release ID: 1638410) Visitor Counter : 165