સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19માંથી સાજા થવાના રાષ્ટ્રીય સરેરાશ દરમાં ઝડપી સુધારો આવ્યો; 61.53% સુધી આ દર પહોંચ્યો
સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યા 2 લાખ જેટલી વધારે
છેલ્લા 24 કલાકમાં 2.6 લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું
Posted On:
08 JUL 2020 4:48PM by PIB Ahmedabad
દેશમાં કોવિડ-19ના નિદાન માટે સેમ્પલના પરીક્ષણો કરવાની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2,62,679 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 53000થી વધુ સેમ્પલનું પરીક્ષણ ખાનગી લેબોરેટરીઓમાં કરવામાં આવ્યું છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 1,04,73,771 સુધી પહોંચી ગયો છે. આના પરિણામે આજે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણની સંખ્યા 7180 થઇ ગઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને “ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ” વ્યૂહનીતિ સાથે હાથ ધરવામાં આવેલા કેન્દ્રિત પ્રયાસોના કારણે આ શક્ય બન્યું છે.
કોવિડ-19ના પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવામાં મહત્વપૂર્ણ ઘટક કોવિડના નિદાન માટે દેશમાં સતત વધી રહેલી નિદાનની લેબોરેટરીઓની સંખ્યા છે. ભારતમાં અત્યારે સરકારી ક્ષેત્રની 795 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 324 લેબોરેટરીઓ સાથે કોવિડ-19ના પરીક્ષણ માટે કુલ 1119 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. તેની વિગતો આ પ્રમાણે છે:
• વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 600 (સરકારી: 372 + ખાનગી: 228)
• TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 426 (સરકારી: 390 + ખાનગી: 36)
• CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 93 (સરકારી: 33 + ખાનગી: 61)
ICU અને ઓક્સિજન સપોર્ટેડ બેડ, વેન્ટિલેટર અને અન્ય ઉપકરણો સહિતની કોવિડના દર્દીઓની સારવાર કરવા માટે વધી રહેલા આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ પ્રકારની સુવિધાઓના કારણે હાલમાં દેશમાં સમયસર કોવિડ-19ના પોઝિટીવ કેસનું નિદાન અને અસરકારક તબીબી વ્યવસ્થાપન થઇ શકે છે. વધુ સંખ્યામાં કોવિડ-19ના દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યાની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યાનો તફાવત 1,91,886 થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 16,883 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,56,830 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે.
હાલમાં દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાના દરમાં એકધારો સુધારો જોવા મળી રહ્યો છે અને અત્યારે આ દર વધીને 61.53% થઇ ગયો છે.
હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,64,944 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે
કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો
ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો.
કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1637290)
Visitor Counter : 278