સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 પરીક્ષણની સંખ્યા 1 કરોડને આંબી ગઈ.
કોવિડના પરીક્ષણની કુલ લેબોરેટરીની સંખ્યા 1100 કરતાં વધી ગઇ;
સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4.24 લાખ કરતાં વધારે નોંધાઇ,
સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલાની સંખ્યા 1.7 લાખ વધુ;
સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર વધીને 60.86% થયો
Posted On:
06 JUL 2020 6:01PM by PIB Ahmedabad
દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 માટે કરવામાં આવેલા પરીક્ષણોનો આંકડો 10 મિલિયન (1 કરોડ)ના સીમાચિહ્નથી આગળ વધી ગયો છે. આ બાબત બીમારીને નિયંત્રણમાં લાવવા માટે વ્યાપાક પ્રમાણમાં પરીક્ષણને આપવામાં આવેલું મહત્વ અને કેન્દ્રિત “ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ” વ્યૂહનીતિની સાથે સાથે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સાથે મળીને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ફોલોઅપના માપદંડો અને પ્રયાસો સૂચવે છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કુલ 3,46,459 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 માટે કુલ 1,01,35,525 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં દેશમાં કુલ 1100 કરતા વધારે લેબોરેટરીમાં કોવિડ માટે પરીક્ષણ થઇ રહ્યું છે.
ભારત સરકાર દ્વારા કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને હાથ ધરવામાં આવેલા સંકલિત પ્રયાસોના કારણે કોવિડ-19 બીમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા આજે 4,24,432 સુધી પહોંચી ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 15,350 દર્દીઓ સાજા થઇ ગયા છે. અત્યાર સુધીની સ્થિતિ અનુસાર કોવિડ-19ના સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 1,71,145 વધારે નોંધાઇ છે.
આ સાથે દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર પણ વધીને 60.86% થઇ ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,53,287 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
GP/DS
(Release ID: 1636890)
Visitor Counter : 242
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam