સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
અવરોધો દૂર કરવાથી કોવિડ-19ના પરીક્ષણોની સંખ્યામાં વૃદ્ધિ થઇ;
હવે ખાનગી પ્રેક્ટિશનરો પણ કોવિડ-19ના પરીક્ષણ માટે સૂચન કરી શકશે
ભારત સરકાર દ્વારા પરીક્ષણ સંબંધિત તમામ અવરોધો દૂર કરવામાં આવ્યા હોવાથી આ શક્ય બન્યું છે.
Posted On:
02 JUL 2020 2:44PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકાર દ્વારા લેમાં આવેલા વિવિધ પગલાંના કારણે કોવિડ-19ના પરીક્ષણની સંખ્યા વધારવાનો માર્ગ મોકળો થયો છે. કેન્દ્ર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ભારપૂર્વક સલાહ આપવામાં આવી હતી કે, ખાનગી ક્ષેત્રના પ્રેક્ટિશનરો સહિત તમામ ક્વોલિફાઇડ તબીબી પ્રેક્ટિશનરો કોઇપણ વ્યક્તિને ICMRની પરીક્ષણની માર્ગદર્શિકા અનુસાર જરૂરી માપદંડો પૂર્ણ કરીને કોવિડનું પરીક્ષણ કરવા માટે સુચન કરી શકે તે માટે સુવિધા પૂરી પાડવામાં આવે.
તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, 'ટેસ્ટ -ટ્રેક -ટ્રીટ' (પરીક્ષણ કરો- ધ્યાન આપો- સારવાર કરો) વ્યૂહરચના આ મહામારીમાં વહેલાં નિદાન અને નિયંત્રણ માટે મુખ્ય રણનીતિ છે અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ભારપૂર્વક સલાહ આપવામાં આવી છે કે, તેઓ પોતાના રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19ની પરીક્ષણની લેબોરેટરીઓનો પૂર્ણ ક્ષમતાએ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લે.
આનાથી ખાસ કરીને ખાનગી સુવિધાઓનો પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ સુનિશ્ચિત થશે અને મોટી સંખ્યામાં લોકોને લાભ થશે.
GP/DS
(Release ID: 1635987)
Visitor Counter : 209
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam