PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
29 JUN 2020 6:53PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 29.06.2020
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 58.67% નોંધાયો, સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત વધીને 1,11,602 થઇ ગયો
આજે દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોરોનાના સક્રિય દર્દીઓની સરખામણીએ 1,11,602 વધારે નોંધાઇ છે. આમ, દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,21,722 પર પહોંચી ગઇ છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાના દરમાં એકધારો સુધારો થઇ રહ્યો છે. હાલમાં સાજા થવાનો દર વધીને 58.67% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 12,010 દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,10,120 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1047 થઇ ગઇ છે. આમાં 760 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 287 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે. છેલ્લા 24 કલાકમાં પરીક્ષણની 11 લેબોરેટરી વધારવામાં આવી છે જે તમામ લેબ સરકાર દ્વારા સંચાલિત છે. દેશમાં કુલ પરીક્ષણ કરવામાં આવેલા સેમ્પલ પરથી સુધારાનો ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 83,98,362 સુધી પહોંચી ગયો છે. ગઇકાલે દેશમાં 1,70,560 સેમ્પલનું કોવિ઼ડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635145
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું “સમગ્ર દેશ કોરોના સામેની લડાઇમાં પ્રધાનમંત્રીના સમર્થનમાં છે”
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “મોદી સરકાર કોવિડ મહામારીની પરિસ્થિતિનું ખૂબ જ યોગ્ય રીતે સંચાલન કરી રહી છે અને દિલ્હીમાં પણ સ્થિતિ હાલમાં નિયંત્રણ હેઠળ છે.” એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, “દિલ્હીમાં કોઇ પ્રકારે સામુદાયિક સંક્રમણ નથી અને ચિંતાનું કોઇ જ કારણ નથી.” કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “દિલ્હીના નાયબ મુખ્યમંત્રી શ્રી મનિષ સિસોદિયાએ જૂનના બીજા સપ્તાહમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, દિલ્હીમાં સ્થિતિ ખરાબ છે અને જુલાઇના અંત સુધીમાં દેશની રાજધાની દિલ્હીમાં કોવિડથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 5.5 લાખ સુધી પહોંચી જશે, જેના કારણે લોકોમાં ભારે ચિંતા અને ગભરાટનો માહોલ ઉભો થયો હતો.” શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે દિલ્હી સરકારની પોતાની જવાબદારી છે કે તેઓ દિલ્હીની પરિસ્થિતિને સારી રીતે સંભાળવા માટે યોગ્ય પગલાં લે પરંતુ નાયબ મુખ્યમંત્રીએ કરેલી આ ટિપ્પણી પછી ભારત સરકારે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર પડી છે.” વધુ પરીક્ષણોના કારણે હવે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યાનો દર વધ્યો છે, પરંતુ તેનાથી સામેની બાજુ જોઇએ તો, ફાયદો એ થયો છે કે, જેમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને જેમના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે તેઓ હવે આઇસોલેશનમાં રહેશે અને તેના કારણે હવે ચેપનો વધુ ફેલાવો અટકશે.” તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષણની સંખ્યા અનેકગણી વધારી દેવામાં આવી છે. શ્રી અમિત શાહે માહિતી આપી હતી કે, 14 જૂને દિલ્હીમાં 9,937 બેડ ઉપલબ્ધ હતા તેની સરખામણીએ અત્યારે 30,000 બેડ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, “દિલ્હીમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઘરે ઘરે જઇને સર્વે કરવાની કામગીરી 30 જૂન સુધીમાં પૂરી થઇ જશે. આ ઉપરાંત, સેરોલોજિકલ સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.”
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635061
ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્નનો જથ્થો છે; FCIએ જૂન મહિના સુધીમાં કુલ 388.34 LMT ઘઉં અને 745.66 LMT ચોખાની ખરીદી કરી
ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 28.06.2020 રોજ આપેલા અહેવાલ અનુસાર, FCI પાસે હાલમાં 266.29 LMT ચોખા અને 550.31 LMT ઘઉંનો જથ્થો સ્ટોકમાં છે. આથી, કુલ 816.60 LMT ખાદ્યાન્નનો જથ્થો ઉપલબ્ધ છે (હાલમાં ઘઉં અને ડાંગરની ચાલી રહેલી ખરીદીમાં જે જથ્થો હજુ સુધી ગોદામોમાં નથી પહોંચ્યો તે સિવાય). અંદાજે 55 LMT ખાદ્યાન્નની દર મહિને NFSA અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જરૂર પડે છે. લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો ત્યારથી, અંદાજે 138.43 LMT ખાદ્યાન્ન 4944 રેલવે રેકમાં ઉપાડવામાં આવ્યું છે અને તેનું પરિવહન કરવામાં આવ્યું છે. રેલવે રૂટ ઉપરાંત, જમીનમાર્ગે અને જળમાર્ગે પણ ખાદ્યાન્નનું પરિવહન કરવામાં આવ્યું છે. કુલ 277.73 LMT જથ્થો અત્યાર સુધીમાં લઇ જવામાં આવ્યો છે. 21,724 મેટ્રિક ટન ખાદ્યાન્ન 14 જહાજ દ્વારા લઇ જવામાં આવ્યું હતું. કુલ 13.47 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન પૂર્વોત્તરના રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635131
PM FME યોજનાથી કુલ રૂ.35,000 કરોડનું મૂડી રોકાણ થશે અને 9 લાખ કુશળ અને અર્ધ કુશળ રોજગારી પ્રાપ્ત થશેઃ હરસિમરત કૌર બાદલ
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતિ હરસિમરત કૌર બાદલે તા.29 જૂન, 2020ના રોજ “આત્મનિર્ભર ભારત અભિયાન” ના હિસ્સા તરીકે “પીએમ ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીઝ (પીએમ એફએમઈ)” યોજનાનો પ્રારંભ કર્યો છે.કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાથી કુલ રૂ.35,000 કરોડનું મૂડી રોકાણ થશે અને 9 લાખ કુશળ અને અર્ધ કુશળ રોજગારી પ્રાપ્ત થશે તથા 8 લાખ એકમોને માહિતી, તાલિમ તથા બહેતર બજાર અને ઔપચારિકરણનો લાભ મળશે. આ પ્રસંગે આ યોજનાની માર્ગરેખાઓ પણ જાહેર કરવામાં આવી હતી. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અસંગઠીત ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં અંદાજે 25 લાખ જેટલા એકમો આવેલા છે, જે રોજગારીમાં 74 ટકાનું પ્રદાન કરે છે. આ એકમોમાંથી અંદાજે 66 ટકા એકમો ગ્રામ વિસ્તારોમાં આવેલા છે અને તેમાંના 80 ટકા પરિવાર આધારિત એકમો છે, જે ગ્રામ્ય પરિવારોને આજીવિકા પૂરી પાડવાની સાથે સાથે શહેરી વિસ્તારોમાં થતા આ લોકોના સ્થળાંતરને પણ રોકે છે. આ એકમો મહદ્દ અંશે માઈક્રો એકમોની કક્ષામાં આવે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635144
ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન “ગગનયાન”ને કોવિડ મહામારીના કારણે કોઇ જ અસર નહીં થાય: ડૉ. જીતેન્દ્રસિંહ
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન “ગગનયાન”ના લોન્ચિંગને કોવિડ મહામારીના કારણે કોઇ જ અસર નહીં પડે અને હાલમાં કે મિશનની તૈયારીઓ સાચી દિશામાં ચાલી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) અને અવકાશ વિભાગે છેલ્લા એક વર્ષમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને ભવિષ્ય માટે નિર્ધારિત કરવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ મિશનો અંગે માહિતી આપતા ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના કારણે રશિયામાં ચાર ભારતીય અવકાશયાત્રીઓની તાલીમનો કાર્યક્રમ હાલમાં મુલતવી રાખવામાં આવ્યો હોવા છતાં, ISROના ચેરમેન અને વૈજ્ઞાનિક ટીમનું મંતવ્ય એવું છે કે, તાલીમ કાર્યક્રમ અને લોન્ચિંગની નિર્ધારિત સમયમર્યાદા બંને બાબતે “તકેદારી” રાખવામાં આવી છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635154
મિશન સાગર: INS કેસરી કોચી આવી પહોંચ્યુ
ભારતીય નૌસેનાનું જહાજ કેસરી 55 દિવસ સુધી ‘મિશન સાગર’ના ભાગરૂપે દક્ષિણ હિન્દ મહાસાગરમાં તૈનાત કર્યા પછી ગઇકાલે કોચી બંદર પર આવી પહોંચ્યું હતું. આ જહાજને વિશેષ ‘કોવિડ રાહત મિશન’ માટે તૈનાત કરવામાં આવ્યું હતું અને માલે (માલદીવ્સ), પોર્ટ લુઇસ (મોરેશિયસ), એન્ટિસીરાના (મડાગાસ્કર), મોરોની (મોકોરોસ આઇલેન્ડ્સ) અને પોર્ટ વિક્ટોરિયા (સેશેલ્સ) બંદરે આ જહાજ દ્વારા સ્થાનિક લોકો માટે કુલ 580 ટન ખાદ્યાન્ન અને આવશ્યક તબીબી ચીજવસ્તુઓની સહાયનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો. નૌસેનાની 14 સભ્યોની તબીબી સહાયકોની ટીમને મોરેશિયસ અને કોમોરોસ ખાતે બંને જગ્યાએ 20 દિવસ માટે નિયુક્ત કરવામાં આવી હતી અને તેમણે પોતાના પારસ્પરિક અનુભવોનું આદાનપ્રદાન કરીને સ્થાનિક સરકારોને કોવિડ-19નો સામનો કરવા માટે લાંબાગાળાની વ્યૂહરચના ઘડવામાં મદદ કરી હતી.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635090
પર્યટન મંત્રાલયે દેખો અપના દેશ શ્રેણી અંતર્ગત 'કોવિડ દરમિયાન મુસાફરી અને પર્યટનનું સલામત અને જવાબદારીપૂર્ણ અનલૉકિંગ: આરોગ્ય સંભાળનું પરિપ્રેક્ષ્ય' શીર્ષક સાથે 39મા વેબિનારનું આયોજન કર્યું
દેશો અપના દેશ વેબિનાર શ્રેણીને આગળ ધપાવતા કેન્દ્રીય પર્યટન મંત્રાલયે તાજેતરમાં 27 જૂન 2020ના રોજ કોવિડ દરમિયાન મુસાફરી અને પર્યટનનું સલામત અને જવાબદારીપૂર્ણ અનલૉકિંગ વિષય પર સત્ર યોજ્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ભારતની સમૃદ્ધ વિવિધતા બતાવવા માટે દેશો અપના દેશ શ્રેણી શરૂ કરવામાં આવી છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635108
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- પંજાબઃ પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતું કે, પંજાબ સરકાર કોરોના વાયરસ સામેની લડાઇ ક્રમબદ્ધ અને સુઆયોજિત પદ્ધતિથી લડી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર આરોગ્ય માળખાને મજબૂત બનાવવા ઉપર ભાર મૂકી રહી છે જેથી કોરોના મહામારીનો સામનો અસરકારક રીતે કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહામારી સામે લડાઇ લડવા માટે ખૂબ ઉમદા પ્રયત્નો કરી રહી છે અને પંજાબ સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય હતું જેણે પરિસ્થિતિને ગંભીરતા લઇને તરત જ કર્ફ્યૂનો અમલ કર્યો હતો.
- હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસ ઉપર નિયંત્રણ મેળવવા માટે ASHA કામદારો મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે ASHA કામદારોએ ILI લક્ષણો ધરાવતાં લોકોને ઓળખીને સક્રિય કેસ તપાસ ઝૂંબેશમાં પ્રશંસનીય કામગીરી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે માર્ચથી જૂન મહિના સુધી દરેક ASHA કામદારને દર મહિને રૂ. 1,000નું પ્રોત્સાહન વળતર આપ્યું છે. હવે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે જુલાઇથી ઑગસ્ટ મહિના માટે દરેક ASHA કામદારને દર મહિને રૂ. 2,000નું પ્રોત્સાહન વળતર આપવામાં આવશે.
- મહારાષ્ટ્રઃ રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની વર્તમાન સંખ્યા 1,64,626 છે. રવિવારે કુલ 5,493 નવા દર્દીઓની કોરોના પોઝિટીવ તરીકે ઓળખ કરવામાં આવી હતી. 2,330 દર્દીઓ સાજા થવાથી અત્યાર સુધી રાજ્યમાં કુલ 86,575 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 70,607 છે. રવિવાર સુધી રાજ્યમાં કુલ 7,429 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે, જે 4.51%નો મૃત્યુ દર દર્શાવે છે. રાજ્યમાં અત્યાર સુધી 9,23,502 કોવિડ-19 નમૂનાઓનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. મુંબઇ પોલીસે રહેવાસીઓને તેમની કામગીરી પોતાના ઘરેથી 2 કિ.મી.ની ત્રિજ્યામાં નિયંત્રિત રાખવા ચેતવણી આપી છે. જો કોઇ વ્યક્તિ યોગ્ય કારણ વગર તેમના ઘરેથી 2 કિ.મી.ની બહાર મળી આવશે તો તેમના વાહનોને જપ્ત કરી લેવામાં આવશે. બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે આજે કોવિડ-19 માટે સૌથી મોટું પ્લાઝમા થેરાપી પરીક્ષણ શરૂ કર્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે જે સંભવિત પ્લાઝમા થેરાપી ઉપર અત્યંત મહત્ત્વપૂર્ણ પરીક્ષણ હાથ ધરી રહ્યું છે. પ્રથમ પ્લાઝમા થેરાપી પરીક્ષણ ચાલુ વર્ષે એપ્રિલમાં હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારબાદ વધુ પરીક્ષણો હાથ ધરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી.
- ગુજરાતઃ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 624 નવા પોઝિટીવ કેસો અને વધુ 19 લોકોના મૃત્યુ નોંધાયા છે. 22,808 સાજા થયેલા/રજા અપાયેલા દર્દીઓ સહિત રાજ્યમાં પોઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 31,397 થઇ ગઇ છે. આ સતત બીજો દિવસ છે જ્યારે રાજ્યમાં 600થી વધારે નવા કેસો નોંધાયા છે. અમદાવાદમાં 170 નવા કેસો નોંધાયાં છે, જ્યારે સુરતમાં 141 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં 6,780 સક્રિય કેસોમાંથી 71 દર્દીઓની હાલત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી આશરે 3.63 લાખ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં છે.
- રાજસ્થાનઃ આજે કોવિડ-19 સંક્રમણના નવા 121 કેસો નોંધવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા વધીને 17,392 થઇ ગઇ છે. કુલ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3,372 થઇ ગઇ છે. આજદિન સુધી કુલ 13,618 લોકો સાજા થયા છે. અત્યાર સુધી રાજ્યમાં 402 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. અત્યાર સુધી કુલ 8 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- મધ્યપ્રદેશઃ રવિવારે કુલ 7,795 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 221 નવા પોઝિટીવ કેસો સામે આવતા રાજ્યમાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા વધીને 13,186 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધી કુલ 10,084 લોકો સાજા થયા છે અને 557 લોકોના મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે રાજ્યમાં અત્યારે 13,186 કેસો સક્રિય છે. મોટાભાગના નવા કેસો ઇન્દોર, ભોપાલ, ગ્વાલિયર અને મોરેનામાંથી નોંધાયા હતા. ઇન્દોરમાં કુલ 4,615 કેસો છે અને અત્યાર સુધી કુલ 222 લોકોના મૃત્યુ થયા છે. ઇન્દોર બાદ ભોપાલમાં કુલ 2,740 કેસો છે અને રવિવાર સુધી 94 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં હતા.
- છત્તીસગઢ: રવિવારે રાજ્યમાં કોવિડ-19ના વધુ 84 પોઝિટીવ કેસો ઓળખી કાઢવામાં આવ્યા છે. આથી રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 2694 થઇ ગઇ છે જેમાંથી 619 સક્રિય કેસો છે. વધુ 118 દર્દીઓ સાજા થતા રવિવારે તેમને રજા આપવામાં આવી હોવાથી કુલ સાજા થયેલાની સંખ્યા 2062 સુધી પહોંચી છે.
- ગોવા: રાજ્યમાં કોવિડ-19ના નવા 70 કેસ પોઝિટીવ હોવાની રવિવારે પુષ્ટિ થઇ હતી. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1198 કોરોના વાયરસના ચેપગ્રસ્ત પોઝિટીવ કેસ નોંધાયા છે. આમાંથી 717 સક્રિય કેસ હાલમાં સારવાર હેઠળ છે. રવિવારે રાજ્યમાં વધુ 58 દર્દીઓ સાજા થયા હોવાથી રાજ્યમાં કુલ સાજા થયેલા લોકોનો આંકડો વધીને 478 થયો છે. અત્યાર સુધીમાં કુલ 3 દર્દી કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
- કેરળ: અજ્ઞાત સ્રોતોમાંથી કોવિડના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી, મલપ્પુરમ જિલ્લામાં સમગ્ર પોન્નાની તાલુકામાં આજે સાંજથી 6 જુલાઇ સુધી ત્રિપલ લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. એડાપ્પલ જિલ્લામાં બે ડૉક્ટરોને કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે તેમના સંપર્કમાં નવજાત શિશુઓ સહિત 20,000થી વધુ લોકો આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બીમારીના સંક્રમણના કારણે એડાપ્પલ જિલ્લામાં ચાર પંચાયતને પહેલાંથી જ કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવી દેવામાં આવી છે. 1,500 લોકોનું રેન્ડમ ધોરણે પરીક્ષણ કરવામાં આવશે. ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ હેઠળ આવતા મંદિરોમાં 30 જૂન પછી પણ મુલાકાતીઓને દર્શનની મંજૂરી આપવામાં આવશે નહીં. વધુ બે કેરળવાસીઓ અખાતી દેશોમાં કોવિડના કારણે મૃત્યુ પામ્યા હોવાથી રાજ્ય બહાર કેરળવાસીઓના મૃત્યુની સંખ્યા વધીને 287 થઇ છે. 118 કોવિડ પોઝિટીવ કેસ ગઇકાલે નોંધાયા હતા અને વિવિધ જિલ્લામાં 2,015 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.
- તામિલનાડુ: તામિલનાડુની આરોગ્ય નિષ્ણાત સમિતિએ મુખ્યમંત્રી સાથે તેમની બેઠકમાં લૉકડાઉન લંબાવવાની ભલામણ નથી કરી પરંતુ સરકારને વિનંતી કરી હતી કે, જ્યાં સૌથી વધુ અસર હોય તેવા વિસ્તારોમાં પ્રતિબંધો વધારવામાં આવે. તામિલનાડુના 44 સહિત 63 ભારતીય માછીમારો INS જલશ્વમાં જગ્યાના અભાવના કારણે ઇરાનમાં જ ફસાયેલા છે. વેલ્લોરમાં ત્રણ ન્યાયિક અધિકારીઓ અને પોલીસ જવાનોને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. ગઇકાલે રાજ્યમાં 3940 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1443 દર્દીઓ સાજા થયા હતા અને વધુ 54 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 82275, સક્રિય કેસ: 35656, મૃત્યુ થયા: 1079, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા: 19877
- કર્ણાટક: રાજ્યમાં ઘણી મોટી સંખ્યામાં લોકો ક્વૉરેન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાથી રાજ્ય સરકારે એક એવી એપ્લિકેશન તૈયાર કરવા પર કામ કરી રહી છે જેનાથી ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકોની ગતિવિધી પર નજર રાખી શકાશે. BBMPએ 1600 બેડની ક્ષમતા સાથેના વધુ પાંચ કોવિડ સંભાળ કેન્દ્રો તૈયાર કરાયા હોવાનું નોંધ્યું હતું. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન શિક્ષણ આપવા અંગે હંગામી ધોરણે નવી માર્ગદર્શિકાઓ તૈયાર કરી છે. કર્ણાટકમાં કોવિડ-19 સંબંધિત ખર્ચ અંગે વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ સરકાર પાસેથી શ્વેતપત્રની માંગ કરી છે. ગઇકાલે રાજ્યમાં કોવિડના નવા 1267 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 220 દર્દીને રજા આપવામાં આવી હતી અને 16 દર્દી મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ: 13190, સક્રિય કેસ: 5472, મૃત્યુ થયા: 207, સાજા થતા રજા આપવામાં આવી: 7507.
- આંધ્રપ્રદેશ: મુખ્યમંત્રી રાજ્યમાં કોવિડ-19ના કારણે ઉભી થયેલી કટોકટી દરમિયાન MSMEને મદદ કરવા માટે બીજા તબક્કાના આર્થિક પ્રોત્સાહન તરીકે રૂપિયા 512 કરોડની રકમ રિલીઝ કરી છે; તેમણે એપ્રિલથી જૂન મહિના સુધી વીજળીનો નિર્ધારિત ચાર્જ માફ કરવાની પણ જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ઇમરજન્સીની સ્થિતિમાં આવશ્યક તબીબી સેવાઓ પૂરી પાડવા માટે 108 અને 104 એમ્બ્યુલન્સ વાહનોને માન્યતા આપી છે જે 1 જુલાઇથી પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કક્ષાની સુવિધાઓ સાથે 1,060 વાહનોનો પ્રારંભ કરશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 30,216 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 793 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 302 દર્દીને રજા આપવામાં આવી હતી અને વધુ 11 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. નવા નોંધાયેલા 793 કેસમાંથી 81 દર્દીઓ અન્ય રાજ્યોમાંથી અને 6 દર્દીઓ વિદેશથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 13,891, સક્રિય કેસ: 7479, રજા આપવામાં આવી: 6232, મૃત્યુ થયા: 180.
- તેલંગાણા: રાજ્યના આરોગ્યમંત્રી એટાલા રાજેન્દરે જણાવ્યું હતું કે, હૈદરાબાદ કોસ્મોપોલિટન શહેર હોવાથી અહીં દિલ્હી અને મુંબઇની જેમ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે; જો જરૂર જણાશે તો કેટલીક જગ્યાએ લૉકડાઉન લાગુ કરવામાં આવશે. તેલંગાણાના મુખ્યમંત્રીએ સલાહ આપી હતી કે, જ્યાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. આ વિસ્તારોમાં વધુ પરીક્ષણો કરવામાં આવશે. તેલંગાણાના ગૃહમંત્રી મહોમ્મદ મહેમૂદ અલીને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 14419, સક્રિય કેસ: 9000 મૃત્યુ પામ્યા: 247, સાજા થતા રજા આપવામાં આવી: 5172.
- અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2021-22 અને તે પછી સૈનિક સ્કૂલ ઇસ્ટ સિઆંગમાં ગર્લ કેડેટ્સના પ્રવેશની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
- આસામ: આસામના આરોગ્ય મંત્રી હિમાંતા વિશ્વા શર્માએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સમગ્ર ગુવાહાટી શહેરમાં 31 કોવિડ સંભાળ કેન્દ્રો અને 12 હોસ્પિટલો ખાતે સ્વેબ એકત્રીકરણ માટે સુવિધા ઉભી કરી છે.
- મણિપુર: ઇમ્ફાલમાં આવેલી મણિપુર પ્રેસ ક્લબમાં પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન ડાયરેક્ટોરેટ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)ની સહભાગીતામાં મીડિયાના કર્મચારીઓને ફેસમાસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- મેઘાલય: મેઘાલયની સરકારે નિર્ણય લીધો છે કે, આસામમાં કોવિડના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી ગુવાહાટીની સરહદે આવેલા મેઘાલયના તમામ સ્થળો જેમકે, બેમિહાત, જોરબાતથી ખાનાપરા લૉકડાઉન હેઠળ રહેશે. આંતરરાજ્ય હેરફેરનો પ્રતિબંધ ચાલુ રાખવામાં આવશે. તદઅનુસાર, DC દ્વારા જરૂરી આદેશો બહાર પાડવામાં આવશે.
- મિઝોરમ: મિઝોરમમાં કોવિડ-19ના વધુ છ દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા 90 છે જ્યારે 61 દર્દી અત્યાર સુધીમાં સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
- નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19ના વધુ ચાર દર્દીઓ સાજા થઇ ગયા છે. સાજા થયેલામાંથી ત્રણ દર્દી દીમાપુરના અને 1 કોહીમાના છે. નાગાલેન્ડમાં કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 168 સુધી પહોંચી ગઇ છે જ્યારે સક્રિય કેસની સંખ્યા 266 છે.
(Release ID: 1635203)
Visitor Counter : 349
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam