સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે સુધારા સાથે નવા તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા


નવા પ્રોટોકોલમાં સામાન્યથી ગંભીર કેસોના વ્યવસ્થાપન માટે મિથાઇલપ્રેડ્નિસોલોનના વિકલ્પ તરીકે ડેક્સામેથાસોનના ઉપયોગનો ઉલ્લેખ કરાયો

Posted On: 27 JUN 2020 1:41PM by PIB Ahmedabad

કોવિડ-19 અંગેના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની દિશામાં ગતિ તેજ કરવા સાથે, જેમાં ખાસ કરીને અસરકારક દવાઓ પર ઝડપથી જાણકારી મેળવવાની સાથે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજે કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે અપડેટ કરેલા તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા છે. અપડેટ કરેલા પ્રોટોકોલમાં સામાન્યથી ગંભીર કેસોના વ્યવસ્થાપન માટે મિથાઇલપ્રેડ્નિસોલોનના વિકલ્પ તરીકે ડેક્સામેથાસોનના ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલા પુરાવાને ધ્યાનમાં રાખીને અને નિષ્ણાતો સાથે વિચારવિમર્શ કર્યા પછી ફેરફાર કરવામાં આવ્યો છે.

ડેક્સામેથાસોનને કોર્ટીકોસ્ટેરોઇડ દવા છે જેનો ઉપયોગ તેની એન્ટી-ઇન્ફ્લેમેટરી અને ઇમ્યુનોસપ્રેસમેન્ટ અસરના કારણે વ્યાપક રેન્જની પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે. દવાનું કોવિડ-19ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દી પર રિકવરી તબીબી પરીક્ષણ દરમિયાન ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તેમાં જાણવા મળ્યું હતું કે, તબીબી રીતે ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓમાં તેની લાભદાયક અસર જોવા મળી છે અને તેનાથી વેન્ટિલેટર પર રાખવામાં આવેલા એક તૃત્યાંશ દર્દીઓમાં મૃત્યુદર પણ ઘટેલો જોવા મળ્યો છે. ઉપરાંત, ઓક્સિજન થેરાપી પર રાખવામાં આવેલા દર્દીઓમાં મૃત્યુદર ઘટીને દર પાંચમાંથી એક નોંધાયો હતો. દવા આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી (NLEM)માં પણ સમાવિષ્ટ છે અને વ્યાપક રીતે ઉપલબ્ધ છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ સુશ્રી પ્રિતિ સુદાને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને અપડેટ કરેલા પ્રોટોકોલ અને સંસ્થાકીય સ્તરે પણ ડેક્સામેથાસોનના ઉપયોગ અને ઉપલબ્ધતા માટે અપડેટ કરેલા પ્રોટોકોલની નકલ મોકલી દીધી છે. અંગે માર્ગદર્શન દસ્તાવેજ આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે લિંક પરથી મેળવી શકા છે:

https://www.mohfw.gov.in/pdf/ClinicalManagementProtocolforCOVID19dated27062020.pdf

તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલને છેલ્લે 13 જૂન 2020ના રોજ અપડેટ કરવામાં આવ્યા હતા.

 

GP/DS



(Release ID: 1634749) Visitor Counter : 306