સંસ્કૃતિ મંત્રાલય
સાંસ્કૃતિક મંત્રાલય 19 થી 21 જૂન 2020 સુધી નમસ્તે યોગ અભિયાનનું આયોજન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે
શ્રી પ્રહલાદસિંહ પટેલે તમામ લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020ના રોજ #10MillionSuryaNamaskar અને #NamasteYoga હૅશટૅગનો ઉપયોગ કરીને સૂર્ય નમસ્કારમાં તેમની સાથે જોડાવાની અપીલ કરી
Posted On:
20 JUN 2020 1:50PM by PIB Ahmedabad
કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન 2020) નિમિત્તે તેઓ આ દિવસે પુરાના કિલ્લા ખાતે સૂર્ય નમસ્કાર કરશે. તેમણે તમામ લોકોને અપીલ કરી હતી કે, સૌ પોતાના ઘરે સૂર્ય નમસ્કાર કરીને તેમની સાથે જોડાય. શ્રી પ્રહલાદસિંહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાને યોગ દિવસની ભેટ આપી છે અને આપણે સૌએ આપણા દૈનિક જીવનમાં યોગનું આચરણ કરવું જોઇએ.
શ્રી પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશો પોસ્ટ કર્યો હતો અને સૌને અપીલ કરી હતી કે, તેઓ પોતાના સૂર્ય નમસ્કારનો વીડિયો #10MillionSuryaNamaskar અને #NamasteYoga હૅશટૅગનો ઉપયોગ કરીને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકે જેથી આ એક જન ચળવળ બની જાય અને તેનાથી ખૂબ મોટી સંખ્યામાં લોકોમાં જાગૃતિ ફેલાશે. સાંસ્કૃતિક મંત્રીના આ સંદેશાને સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટાપાયે પ્રતિભાવ મળી રહ્યો છે. તેમણે આશા વ્યસ્ત કરી હતી કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020ના રોજ તેમની સાથે સૂર્ય નમસ્કાર કરવા માટે 10 મિલિયન લોકો જોડાશે.
સાંસ્કૃતિક મંત્રાલય 19 થી 21 જૂન 2020 સુધી નમસ્તે યોગ અભિયાનનું આયોજન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ આયોજન યોગને દરેક લોકોના જીવનનો આવશ્યક હિસ્સો બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે કરવામાં આવ્યું છે.
GP/DS
(Release ID: 1632915)
Visitor Counter : 266
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam