પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં વારાણસીમાં વિકાસની વિવિધ પરિયોજનાઓની સમીક્ષા બેઠક યોજાઇ

Posted On: 19 JUN 2020 3:51PM by PIB Ahmedabad

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં હાથ ધરવામાં આવેલી વિકાસની વિવિધ પરિયોજનાઓની સમીક્ષા માટે બેઠક યોજાઇ હતી. પ્રેઝન્ટેશનમાં કાશી વિશ્વનાથ મંદિર પરિસંકુલના કામકાજમાં ચાલી રહેલી પ્રગતિ પર લે આઉટના ડ્રોન વીડિયોનો ઉપયોગ કરીને પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કોવિડના અસરકારક વ્યવસ્થાપન માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં વારાણસીના લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં, આદરણીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), વારાણસી (દક્ષિણ), GoUP અને MLA શ્રી નીલકંઠ તિવારી, આદરણીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), વારાણસી (ઉત્તર), GoUP અને MLA, શ્રી રવિન્દ્ર જયસ્વાલ, રોહણિયાના ધારાસભ્ય શ્રી સુરેન્દ્ર નારાયણ સિંહ, વારાણાસી કેન્ટોન્મેન્ટના ધારાસભ્ય શ્રી સૌરભ શ્રીવાસ્તવ, સેવાપુરીના ધારાસભ્ય શ્રી નીલ રતન નીલુ, MLC શ્રી અશોક ધવન, MCL શ્રી લક્ષ્મણ આચાર્ય, તેમજ અધિકારીઓમાં વારાણસી ડિવિઝનના કમિશનર શ્રી દીપક અગ્રવાલ, વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કૌશલ રાજ શર્મા, વારાણસીના મ્યુનિસિપલ કમિશનર શ્રી ગૌરાંગ રાઠી વગેરે વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.

  • કાશી વિશ્વનાથ ધામ પરિયોજનાની કામગીરીમાં પ્રગતિ ની સમીક્ષા કરતા પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, આવા તમામ પ્રાચીન મંદિરો કે જે કાશી વિશ્વનાર પરિસરમાં ખોદકામમાં મળી આવ્યા હતા તેનું સંરક્ષણ અને જાળવણી કરવા જોઇએ. તેના ઐતિહાસિક અને સ્થાપત્યના વારસાને જાળવી રાખવા માટે નિષ્ણાતોની સલાહ લેવી જોઇએ. કાર્બન ડેટિંગ પદ્ધતિને સાંકળવી જોઇએ જેથી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાતે આવતા પર્યટકો તેમજ યાત્રાળુઓને મંદિરો અને તેમના મહત્વ અંગે જણાવી શકાય. કાશી વિશ્વનાથ ટ્રસ્ટે યોગ્ય પર્યટક માર્ગદર્શિકા દ્વારા રૂટમેપ તૈયાર કરવો જોઇએ જેથી પરિસરની મુલાકાતે આવતા યાત્રાળુઓને તે પૂરો પાડી શકાય.
  • પ્રધાનમંત્રીએ તમામ વારાણસીમાં હાથ ધરવામાં આવેલી તમામ પરિયોજનાઓમાં પ્રગતિ ની વિગતવાર સમીક્ષા કરી હતી. બેઠકમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે, અંદાજે રૂપિયા 8000 કરોડના આર્થિક ખર્ચ સાથેની 100થી વધુ મોટી પરિયોજનાઓ હાલમાં વારાણસીમાં હાથ ધરવામાં આવી છે જેમાં હોસ્પિટલની ઇમારતો, રાષ્ટ્રીય જળમાર્ગો, રિંગ રોડ, બાયપાસ, ઇન્ડો-જાપાનના સહયોગથી બનેલા આંતરરાષ્ટ્રીય કન્વેન્શન કેન્દ્રરુદ્રાક્ષવગેરે સહિત સામાજિક અને ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
  • પ્રધાનમત્રીએ અધિકારીઓને વિકાસના કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂરા કરવા માટે કામગીરીમાં વેગ વધારવા તેમજ ગુણવત્તાના સર્વોચ્ચ માપદંડો જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, બિન-નવીનીકરણીય ઉર્જાનો મહત્તમ ઉપયોગ આગામી પેઢીના ઇન્ફ્રસ્ટ્રક્ચરના નિર્માણ માટે થવો જોઇએ. મકાનોની પરિપૂર્ણતા અને LED બલ્બ સાથેની સ્ટ્રીટ લાઇટ્સની કામગીરી સમગ્ર વારાણસી જિલ્લામાં મિશન મોડ પર હાથ ધરવી જોઇએ.
  • કાશીમાં પર્યટન અને યાત્રાળુઓની સંખ્યામાં વૃદ્ધિ કરવા માટે, એવા નિર્દેશો આપવામાં આવ્યા હતા કે, ક્રૂઝ પર્યટન, લાઇટ અને સાઉન્ડ શો, ખીડકિયા અને દશાશ્વમેઘ ઘાટનો જીર્ણોદ્ધાર, ઓડિયો અને વીડિયો સ્ક્રીનના માધ્યમથી ગંગા આરતીનું પ્રદર્શન વગેરે કાર્યો ઝડપથી આગળ વધારવામાં આવે. તમામ પ્રયાસો કાશીને વૈશ્વિક ધરોહરના મહત્વના ભંડારોમાંથી એક સ્થળ તરીકે પ્રસ્તૂત કરવા અને તેનો પ્રચાર કરવાની દિશામાં થવા જોઇએ. તેમણે અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા કે, જ્યાં બૌદ્ધત્વનું આચરણ કરવામાં આવે છે અને તેમની કળા અને સંસ્કૃતિનો વારસો છે તેવા જાપાન અને થાઇલેન્ડ વગેરે દેશોની જેમ અઠવાડિયા સુધી ચાલનારા મહોત્સવનોનું આયોજન કરવું જોઇએ.
  • તેમણે અધિકારીઓને વધુમાં નિર્દેશો આપ્યા હતા કે, કાશીની ધરોહરને પ્રતિબિંબિત કરતી યોગ્ય થીમ સાથે સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીની મદદથી ગૌરવ પથ તરીક વિકસાવી શકાય તેવા મોડેલ રોડ ઓળખી કાઢવામાં આવે.
  • તેમણે વધુમાં નિર્દેશો આપ્યાં હતાં કે કાશી પર્યટન સ્થળ હોવાના કારણે સ્વચ્છતા અને સફાઇના તમામ માપદંડોમાં ઉત્કૃષ્ટ હોવું જોઇએ. ODF પ્લસનું ઇચ્છિત સ્તરને હાંસલ કરવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવા જોઇએ, ઉપરાંત સફાઇ માટે મશીન આધારિત ટેકનોલોજીનો ઉપયોગ, ઘરે ઘરે કચરાનું એકત્રિકરણ અને સમગ્ર વાતાવરણને ખૂબ સકારાત્મક અને તંદુરસ્ત બનાવવું જોઇએ.
  • પ્રેઝન્ટેશનમાં વારાણસીમાં હાથ ધરાયેલી વિશ્વ સ્તરીય સંચાર વ્યવસ્થા અને સંપર્ક માળખાના વિકાસ અંગે પણ માહિતી રજૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યાં હતા કે વારાણસી વારાણસીથી હલ્દિયાને જોડતાં રાષ્ટ્રીય જળમાર્ગનું મુખ્ય કેન્દ્ર બનવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે કાર્ગો જહાજના આવન-જાવન અને માલ-સામાનની હેરફેર (જે રીતે મુખ્ય બંદર શહેરોમાં કરવામાં આવે છે)ના સમગ્ર વ્યવસ્થાતંત્ર વિકાસ માટે આયોજન હાથ ધરવું જોઇએ. તેમણે અધિકારીઓને લાલ બહાદૂર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના વિસ્તરણ અને આધુનિકીકરણની કામગીરી પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા નિર્દેશો આપ્યાં હતા, જેથી કાશી રેલવે, રસ્તા, જળ અને હવાઇ જોડાણ પુરું પાડતું અગ્રણી શહેર બની જાય.
  • પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતની જાહેરાતોમાં થયેલી પ્રગતિ અંગે પણ સમીક્ષા કરી હતી અને નાગરિકો સુધી તેના લાભો ખૂબ ઝડપથી પહોંચે તે માટે નિર્દેશો આપ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે ફેરિયાઓ માટે PM SVA નીધિ યોજનાની પ્રગતિ ઉપર ખૂબ નજીકથી દેખરેખ રાખવી જોઇએ. તમામ ફેરિયાઓ રોકડમુક્ત વ્યવહાર કરી શકે તે માટે તેમને મદદ કરવા માટે તેમને યોગ્ય ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓથી સજ્જ કરવા જોઇએ. તેમના બેન્ક એકાઉન્ટ ખોલવા જોઇએ અને તેમની વ્યવસાય અને ઋણ પ્રોફાઇલને ડિજિટલ રીતે એક-બીજા સાથે જોડવી જોઇએ, જેથી તેઓ PM SVA નીધિ યોજના અંતર્ગત જામીન મુક્ત ઋણનો મહત્તમ લાભ ઉઠાવી શકે.
  • પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતો સરકારની મુખ્ય પ્રાથમિકતા પૈકીના એક છે અને તેમની આવક વધારવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવા જોઇએ. તેમણએ મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા નિર્દેશો આપ્યાં હતા અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે મધમાખીના મીણ બનાવવાની શક્યતા ઉપર ભાર મૂક્યો હતો. અધિકારીઓને વારાણસીમાં પ્રાથમિકતાના ધોરણે પેકેજિંગ સંસ્થા સ્થાપવાની ખાતરી કરવા જણાવ્યું હતું, જેથી ખેડૂતો તેમની પેદાશોની સારી ખરીદી માટે સક્ષમ બને અને વારાણસીમાંથી તેમની પેદાશોને નિકાસ માટે તૈયાર કરી શકાય. તેમણે APEDA (વાણિજ્ય મંત્રાલય) સાથે સહકાર સાધીને શાક-ભાજી અને કેરીની નિકાસને પ્રોત્સાહન માટે પ્રશાસને હાથ ધરેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
  • વધુમાં પેદા થયેલા કચરામાંથી ઉર્જાના સ્વરૂપમાં અથવા કચરામાંથી ખેડૂતોના ઉપયોગ માટે ખાતર બનાવીને, ખેડૂતોમાં તેની લોકપ્રિયતા વધારીને સંપતિના સર્જન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશો આપ્યાં હતા. દિશામાં, તેમણે ઝીરો બજેટ ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લાભો અંગે પ્રોત્સાહન પૂરું પાડવા અને તેનો પ્રચાર કરવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો.
  • ચાલી રહેલી કોવિડ મહામારીનો સામનો કરવા હાથ ધરાયેલી તૈયારીની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ પરીક્ષણ, સંપર્ક તપાસ અને માધ્યમ દ્વારા દર્દીઓની સારવારની ગુણવત્તા સુનિશ્ચિત કરવા આરોગ્ય સેતુ એપ્લિકેશનના વિસ્તૃત અને અસરકારક ઉપયોગ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આશ્રાલયો અને ક્વૉરેન્ટાઇન સેવાઓને ખોરાક પુરો પાડવા જિલ્લા પ્રશાસનતંત્ર દ્વારા કરાયેલા પ્રયત્નોની પણ તેમણે પ્રશંસા કરી હતી.
  • તેમણે જણાવ્યું હતું કે પરત ફરી રહેલા સ્થળાંતરિત શ્રમિકોની યોગ્ય કૌશલ્ય નોંધણી પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવી જોઇએ અને તેમની કુશળતાના આધારે તેમને અર્થપૂર્ણ રોજગારી પુરી પાડવી જોઇએ. PM ગરીબ કલ્યાણ યોજના અને કટોકટીના સમયમાં રાજ્ય સરકાર સંચાલિત કોવિડ રાહત યોજનાઓના સકારાત્મક પ્રભાવો અંગે પ્રતિભાવો પણ મેળવવામાં આવ્યાં હતાં.
  • પ્રધાનમંત્રીએ ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, સ્વચ્છતા, આરોગ્ય અને પોષણ, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ખેતી અને સંબંધિત પ્રવૃતિઓ અને આજીવિકા અને કૌશલ્યના નવ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં વારાણસી જિલ્લાના સર્વાંગી વિકાસ અંગે તેમની પરિકલ્પનાનું પ્રતિબિંબ પૂરી પાડતાં અને નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા ગ્રામ પંચાયત વિકાસ કાર્યક્રમની પ્રગતિ અંગે પણ સમીક્ષા કરી હતી.
  • તેમણે સાથે સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રો દ્વારા સમુદાય સંચાલનના આધારે પોષણને પ્રોત્સાહન આપવું જોઇએ અને બાળકોને ખોરાક પૂરો પાડવા માટે શક્ય હોય ત્યાં સુધી મહિલાઓ અને સ્વસહાય જૂથોને તેની સાથે જોડવા જોઇએ તથા બાળકોના આહારમાં પોષકતત્વોનું પ્રમાણ વધારવું જોઇએ. પ્રધાનમંત્રીએ જુદી-જુદી સંસ્થાઓ અને સમુદાય સભ્યો દ્વારા આંગણવાડી કેન્દ્રોને દત્તક લેવા, તંદુરસ્ત બાળક સ્પર્ધાનું આયોજન કરવું અને બાળકોના આહારમાં જુદી-જુદી પોષણક્ષમ ખાદ્ય ચીજ-વસ્તુઓનો સમાવેશ કરવા પણ સૂચન કર્યુ હતું.
  • પ્રધાનમંત્રીએ રીતે વારાણસીના નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ પુરી પાડવા અને તેના દ્વારા તેમના જીવનધોરણમાં સુધારો કરવા માટે વિકાસ અને કલ્યાણ કાર્યોની ગતિ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું.

 

GP/DS

 



(Release ID: 1632723) Visitor Counter : 266