સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19ના પરીક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો, દૈનિક ક્ષમતા વધીને દૈનિક 3 લાખ થઇ
Posted On:
16 JUN 2020 1:11PM by PIB Ahmedabad
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે, તેઓ ખાનગી આરોગ્ય સંભાળ પ્રદાતાઓ સાથે સક્રિયતાપૂર્વક કામ કરે છે જેથી બેડની ઉપલબ્ધતા અને ગંભીર સંભાળ આરોગ્ય સુવિધાઓની સંખ્યામાં વધારો થઇ શકે. આ ઉપરાંત, દર્દીઓને આપવામાં આવતી સેવાઓમાં નિષ્પક્ષતા અને વ્યવહારુ પ્રમાણમાં ચાર્જ લાગુ કરવામાં આવે તે બાબતો સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે.
આ સંબંધે તામિલનાડુ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા કેટલાક રાજ્યોએ પહેલાંથી જ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. તેમણે કોવિડ-19ની સંભાળ માટે દાખલ કરવામાં આવતા દર્દીઓને ગંભીર સંભાળ અને સારવાર આપવા માટે ખાનગીક્ષેત્રો સાથે વાટાઘાટો કરીને વ્યવહારુ ચાર્જ લેવા અંગે સમજૂતી કરી દીધી છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, તેઓ ખાનગી ક્ષેત્રના આરોગ્યપ્રદાતાઓ સાથે સક્રિતાપૂર્વક જોડાયેલા રહે અને પબ્લિક અને પ્રાઇવેટ આરોગ્ય સંભાળ સુવિધાઓ શરૂ કરવા માટે વિચાર કરે કારણ કે આનાથી ત્વરીત, સારી ગુણવત્તાવાળી અને વાજબી ચાર્જમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર થઇ શકે છે.
દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોનું નિદાન કરવા માટે કોવિડ-19ના પરીક્ષણની ક્ષમતામાં એકધારી વૃદ્ધિ કરવામાં આવી રહી છે. હવે દેશમાં દરરોજ 3 લાખ સેમ્પલનું પરીક્ષણ કરવાની ક્ષમતા થઇ ગઇ છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 59,21,069 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી 1,54,935 સેમ્પલનું પરીક્ષણ છેલ્લા 24 કલાકમાં જ કરવામાં આવ્યું છે.
દેશમાં આજની તારીખે 907 લેબોરેટરીઓના નેટવર્કમાં કોવિડ-19ના પરીક્ષણની કામગીરી ચાલી રહી છે. આ લેબોરેટરીઓમાં સરકારી ક્ષેત્રણી 659 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 248 લેબોરેટરી સામેલ છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે
- વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 534 (સરકારી: 347 + ખાનગી: 187)
- TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 302 (સરકારી: 287 + ખાનગી: 15)
- CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 71 (સરકારી: 25 + ખાનગી: 46)
દિલ્હીમાં તપાસની ક્ષમતા વધારવા માટે તમામ 11 જિલ્લામાં અલગથી લેબોરેટરીઓ સ્થાપવામાં આવશે જ્યાં સંબંધિત જિલ્લાઓના સેમ્પલની તપાસ કરવામાં આવશે. દરેક જિલ્લાના સેમ્પલ તે જિલ્લાની લેબોરેટરીમાં જ મોકલવામાં આવશે જેથી સમયસર તપાસ સુનિશ્ચિત થઇ શકે અને કોઇપણ પ્રકારે વિલંબ વગર પરિણામ મળી શકે. હાલમાં દિલ્હીમાં 42 લેબોરેટરીઓ છે જેની દૈનિક તપાસની ક્ષમતા લગભગ 17 હજાર સેમ્પલની છે.
RT-PCR કોવિડ-19ના નિદાન માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફ્રન્ટલાઇન તપાસ છે અને તેની દેશભરમાં 907 લેબોરેટરી છે. તેનો ઉપયોગ તપાસની ક્ષમતા વધારવા માટે થઇ શકે છે. જોકે, આ તપાસ માટે વિશેષ લેબોરેટરી સુવિધાઓની જરૂર પડે છે અને તે વિશેષ લેબોરેટરીઓમાં સેમ્પલ લાવવા માટે તેમજ અન્ય સમય મળીને કુલ 2-5 કલાકનો સમય લાગે છે. TrueNat અને CBNAAT લેબોરેટરી પોર્ટેબલ છે મતલબ કે, તેને ગમે ત્યાં લઇ જઇ શકાય છે અને તેને દૂરના તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પણ પરીક્ષણ માટે ઉપયોગમાં લઇ શકાય છે.
તપાસ માટે વધુ યોગ્ય અને ભરોસાપાત્ર, સંવેદનશીલ અને વિશિષ્ટતાના નુકસાન વગર તપાસની ક્ષમતા વધારવા માટે ICMR દ્વારા પોઇન્ટ ઓફ કેર રેપિડ એન્ટિજન ટેસ્ટ અંગે દિશાનિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે જે નીચે દર્શાવેલી લિંક પરથી ઉપલબ્ધ છે.
https://www.icmr.gov.in/pdf/covid/strategy Advisory_for_rapid_antigen_test_14062020_.pdf
રેપિડ એન્ટિજન પરીક્ષણનો ઉપયોગ કન્ટેઇન્મેન્ટ ઝોન અને હોસ્પિટલોમાં અથવા આના જેવી કોઇપણ અન્ય સ્થિતિમાં તબીબી નિરીક્ષણમાં કરી શકાય છે. પ્રમાણભૂત ક્યૂ કોવિડ-19 એજી તપાસ કિટ પરિણામ આપવામાં 15 મિનિટ જેટલો સમય લે છે અને આ પ્રકારે રોગનું નિદાન ઝડપથી તેમજ સરળતાથી થઇ શકે છે. આ તપાસ સ્વાસ્થ્ય સંભાળ જેવી સ્થિતિમાં સેમ્પલના એકત્રીકરણના સ્થળે જ સેમ્પલના એકત્રીકરણની માત્ર 60 મિનિટમાં જ થઇ શકે છે. એન્ટિજન ટેસ્ટ કીટની દેશમાં જ દર મહિને ઉત્પાદન ક્ષમતા લગભગ 10 લાખ કીટ જેટલી છે. કેન્દ્ર સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે, રાજ્યો માટે સરળતાથી આ કીટ ખરીદવા માટે તેના સ્વદેશી ઉત્પાદકોને જીઇએમ પોર્ટલ પર લાવવામાં આવે.
એલિસા અને CLIA એન્ટિબોડી તપાસ કોવિડ-19ને નિયંત્રણમાં લાવવા માટે કોઇ લક્ષણ વગરના અગ્ર હરોળમાં કામ કરી રહેલા કર્મચારીઓ, ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ વગેરેની તપાસ કરવા માટે થઇ શકે છે જેથી તેમનું મનોબળ મજબૂત રહે. તેને પણ GEM પોર્ટલ પર લાવવામાં આવી રહી છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1631927)
Visitor Counter : 317
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam