સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


દર્દીઓ સાજા થવાનો દર સુધીને 48.31% નોંધાયો

મૃત્યુદર ઘટીને 2.80% નોંધાયો

Posted On: 03 JUN 2020 3:15PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 કુલ 4,776 દર્દી સાજા થઇ ગયા છે. ઉપરાંત, અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 1,00,303 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 48.31% નોંધાયો છે. હાલમાં દેશમાં કોવિડ-19ના કુલ 1,01,497 સક્રિય કેસો છે અને તમાનને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુદર 2.80% નોંધાયો છે.

દેશમાં 480 સરકારી અને 208 ખાનગી લેબોરેટરી (કુલ 688 લેબોરેટરી) દ્વારા પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ મળીને 41,03,233 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે ગઇકાલે 1,37,158 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દેશમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં વાત કરીએ તો, હાલમાં, 1,66,332 આઇસોલેશન બેડ, 21,393 ICU બેડ અને 72,762 ઓક્સિજન સપોર્ટેડ બેડની સુવિધા સાથે દેશમાં કુલ 952 કોવિડ સમર્પિત હોસ્પિટલો ઉપલબ્ધ છે. 2,391 સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રો છે જ્યાં 1,34,945 આઇસોલેશન બેડ, 11,027 ICU બેડ અને 46,875 ઓક્સિજન સપોર્ટેડ બેડ કાર્યરત અવસ્થામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા 125.28 લાખ N-95 માસ્ક અને 101.54 લાખ વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE) રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રની સંસ્થાઓમાં પૂરા પાડવામાં આવ્યા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS


(Release ID: 1629020) Visitor Counter : 375