કૃષિ મંત્રાલય

મંત્રીમંડળે બેંકો દ્વારા કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે આપેલી ટૂંકા ગાળાની લોન માટે પુનઃચુકવણીની તારીખ 31.08.2020 સુધી લંબાવવાની મંજૂરી આપી

Posted On: 01 JUN 2020 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા મળેલી મંત્રીમંડળની બેઠકમાં બેંકો દ્વારા કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રૂ. 3 લાખ સુધીની પ્રમાણભૂત ટૂંકા ગાળાની લોન માટે પુનઃચુકવણીની તારીખ 31.08.2020 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે, જે 1 માર્ચ, 2020થી 31 ઓગસ્ટ, 2020  વચ્ચે ચુકવવાની હતી. તેમાં બેંકોને 2 ટકા વ્યાજ સહાય (આઇએસ) અને ખેડૂતોને 3 ટકા ત્વરિત ચુકવણી પ્રોત્સાહન (પીઆરઆઇ)નો લાભ મળતો રહેશે.

 લાભ:

1 માર્ચ, 2020 અને 31 ઓગસ્ટ, 2020 વચ્ચે બેંકોની કૃષિ અને આનુષંગિક કામગીરીઓ માટે રૂ. 3 લાખ સુધીની પ્રમાણભૂત ટૂંકા ગાળાની લોન માટે પુનઃચુકવણીની તારીખ લંબાવીને 31.08.2020 કરવામાં આવી છે, જેમાં બેંકોને 2 ટકા વ્યાજમાં સહાયનો લાભ મળતો રહેશે અને ખેડૂતોને 3 ટકા પીઆરઆઈનો લાભ મળતો રહેશે, જે ખેડૂતોને વાર્ષિક 4 ટકાના દરે 31.08.2020ની પુનઃચુકવણીની લંબાયેલી તારીખ સુધી પ્રકારની લોનની પુનઃચુકવણી કરવા/રિન્યૂ કરવા ખેડૂતોને મદદ કરશે, જેમાં કોઈ પણ પ્રકારની પેનલ્ટી વિના વ્યાજની ચુકવવામાં મદદ મળશે, જેથી તેમને કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન પ્રકારનાં રિન્યૂઅલ માટે બેંકોની મુલાકાત ટાળવવામાં મદદ મળશે.

પૃષ્ઠભૂમિ

સરકારે બેંકોને વાર્ષિક 2 ટકા વ્યાજમાં સહાય સાથે બેંકો દ્વારા ખેડૂતોને ટૂંકા ગાળાની પ્રમાણભૂત કૃષિ લોન અને ખેડૂતોને સમયસર લોનની ચુકવણી પર 3 ટકાનો વધારાનો લાભ પ્રદાન કરે છે, જેથી સમયસર લોનની ચુકવણી પર રૂ. 3 લાખ સુધીની લોન વાર્ષિક 4 ટકાના વ્યાજદરે મળશે.

હાલ ચાલુ કોવિડ-19 રોગચાળાને કારણે લાગુ લોકડાઉનને પગલે લોકોની અવરજવર પર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. ઘણા ખેડૂતો તેમની ટૂંકા ગાળાની પાક લોનની બાકી નીકળતી રકમની ચુકવણી કરવા બેંકની શાખાની મુલાકાત લેવા પણ સક્ષમ નથી. ઉપરાંત લોકોની અવરજવર પર પ્રતિબંધ, સમયસર વેચાણમાં મુશ્કેલી, તેમના ઉત્પાદનોની ચુકવણીની રસીદ મેળવવામાં મુશ્કેલી, અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની જરૂરિયાતોને કારણે ખેડૂતોને રિન્યૂઅલ માટે જમા કરવા માટે રકમની ગોઠવણ કરવામાં મુશ્કેલી પડી રહી છે તથા તેઓ રકમ જમા કરવા અને નવી લોન લેવા બેંકની મુલાકાત લઈ શકતા નથી.

 

 

GP/DS


(Release ID: 1628372) Visitor Counter : 210