સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


દર્દીઓ સાજા થવાનો દર વધીને 48.19% થયો

Posted On: 01 JUN 2020 3:28PM by PIB Ahmedabad

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 4,835 દર્દીઓ કોવિડ-19 બીમારીમાંથી સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં કુલ 91,818 દર્દીઓ કોરોના વાયરસ બીમારમાંથી સાજા થયા છે. દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે અને હાલમાં દર 48.19% થઇ ગયો છે. 18 મેના રોજ દર્દીઓ સાજા થવાનો દર 38.29% હતો જ્યારે 3 મેના રોજ દર 26.59% અને 15 એપ્રિલના રોજ માત્ર 11.42% હતો.

હાલમાં દેશમાં કોવિડ-19ના 93,332 એક્ટિવ કેસ છે જેમને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દર્દીઓ મૃત્યુ પામવાનો દર 2.83% નોંધાય છે. 18મેના રોજ દર્દીઓ મૃત્યુ પામવાનો દર 3.15% હતો. 3 મેના રોજ દર 3.25% નોંધાયો હતો જ્યારે 15 એપ્રિલના રોજ 3.30% હતો. દેશમાં દર્દીઓના મૃત્યુ થવાના દરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. પ્રમાણમાં ઓછો મૃત્યુદર એકધારી દેખરેખ, સમયસર પોઝિટીવ કેસોની ઓળખ અને યોગ્ય તબીબી વ્યવસ્થાપના કારણે નોંધાયો છે.

આમ બે ચોક્કસ વલણો જોવા મળ્યા છે, જેમાં એક તરફ સાજા થવાના દરમાં એકધારો વધારો થઇ રહ્યો છે જ્યારે સામે પક્ષે દર્દીઓના મૃત્યુ થવાનો દર સતત ઘટી રહ્યો છે.

દેશમાં 472 સરકારી અને 204 ખાનગી લેબોરેટરી (કુલ 676 લેબોરેટરી)ની મદદથી કોવિડ-19ના પરીક્ષણની દૈનિક ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 38,37,207 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે માત્ર ગઇકાલે 1,00,180 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

31 મેના રોજ WHOના પરિસ્થિતિ રિપોર્ટ -132 અનુસાર સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા દેશોમાં કેસના મૃત્યુ થવાના દરની વિગતો નીચે પ્રમાણ છે:

દેશ

કુલ મૃત્યુ

દર્દીઓના મૃત્યુ થવાનો દર

દુનિયા

367,166

6.19%

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા

1,01,567

5.92%

યુનાઇટેડ કિંગડમ

38,376

14.07%

ઇટાલી

33,340

14.33%

સ્પેન

29,043

12.12%

ફ્રાન્સ

28,717

19.35%

બ્રાઝીલ

27,878

5.99%

બેલ્જિયમ

9,453

16.25%

મેક્સિકો

9,415

11.13%

જર્મની

8,500

4.68%

ઇરાન

7,734

5.19%

કેનેડા

6,996

7.80%

નેધરલેન્ડ્સ

5,951

12.87%

 

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

 

GP/DS

 


(Release ID: 1628335) Visitor Counter : 431