રેલવે મંત્રાલય
રેલ્વે મંત્રાલય ની યાત્રીઓ ને અપીલ
Posted On:
29 MAY 2020 9:58AM by PIB Ahmedabad
ભારતીય રેલ્વે દરરોજ અનેક શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવે છે જેથી પ્રવાસી શ્રમિકો ને તેમના વતન મોકલી શકાય, એવું જોવા મળે છે કે કેટલાક લોકો જે પહેલે થી જ એવી બીમારી થી પીડિત છે જેનાથી કોવિડ-19 મહામારી ના દરમિયાન તેમના સ્વાસ્થ્ય ને ખતરો વધી જાય છે. યાત્રા દરમિયાન પહેલે થી જ બીમાર લોકો ની મૃત્યુ ના કિસ્સા પણ જોવા મળ્યા છે.
આવા કેટલાક લોકોની સલામતી માટે, રેલ્વે મંત્રાલય, ગૃહ મંત્રાલય ના આદેશ ક્રમાંક 40-3/2020 DM-I(A) તા. 17.05.2020 ના અનુસાર અપીલ કરે છે કે પૂર્વ ગ્રસિત બિમારી(જેવી ઉચ્ચ રક્તચાપ, મધુમેહ, હદય રોગ, કર્કરોગ, ઓછી પ્રતિરક્ષા) વાળા વ્યક્તિ, ગર્ભવતી સ્ત્રીઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો તેમના સ્વાસ્થ્ય અને સલામતી માટે જ્યાં સુધી એકદમ જરૂરી ના હોય ત્યાં સુધી રેલવે મુસાફરી કરવાનું ટાળે છે.
આપણે સમજી શકીએ કે દેશના ઘણા નાગરિકો આ સમયે રેલવે મુસાફરી કરવા માગે છે અને તેઓને અવિરત ટ્રેન સેવા મળી રહે તે માટે ભારતીય રેલ્વેનો પરિવાર સાત દિવસ, ચોવીસ કલાક કામ કરે છે. પરંતુ અમારા મુસાફરોની સલામતી અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે અને આ માટે તમામ દેશવાસીઓના સહયોગની અપેક્ષા છે. કૃપા કરીને કોઈ મુશ્કેલી અથવા આકસ્મિક સ્થિતિમાં આપણા રેલ્વે પરિવારનો સંપર્ક કરવામાં અચકાવું નહીં. ભારતીય રેલ્વે હંમેશાં ની જેમ તમારી સેવા માટે તત્પર છે. (હેલ્પલાઇન નંબર્સ - 139 અને 138)
(Release ID: 1627605)
Visitor Counter : 349
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam