મંત્રીમંડળ

ગેરંટી ધરાવતી ઈમરજન્સી ક્રેડીટ લાઈન સ્કીમ(ઈસીએલજીએસ) ની રજૂઆત મારફતે કેબિનેટે રૂ. 3 લાખ કરોડનુ વધારાના ભંડોળને મંજૂરી આપી


નેશનલ ક્રેડીટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) મારફતે સભ્ય ધિરાણ સંસ્થાઓને 100 ટકા ક્રેડીટ ગેરંટીથી આવરી લેવામાં આવી છે

ગેરંટી ઈમરજન્સી ક્રેડીટ લાઈન (GECL) સુવિધા માટે રસ ધરાવતા મુદ્રા ધિરાણ લેનારા સહિત માઈક્રો, લઘુ અને મધ્યમ કદના ધિરાણ લેનારા (MSME) પણ લાયક ગણાશે

Posted On: 20 MAY 2020 2:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  મળેલી મંત્રીમંડળની બેઠકે નીચે મુજબની મંજૂરીઓ આપી છે :

  • સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (MSME)સહિત રસ ધરાવતા મુદ્રા એકમોને ધિરાણ પૂરી પાડવા માટે આજે ધિરાણ પૂરૂ પાડવા આજે "ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમની રજૂઆત કરવામાં આવી છે.

 

  • યોજના હેઠળ નેશનલ ક્રેડીટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) મારફતે વધુ ભંડોળ માટે 100 ટકા ગેરંટી પૂરી પાડવામાં આવશે. ગેરંટીડ ઈમરજન્સી ક્રેડીટ લાઈન (GECL) સુવિધા મારફતે ધિરાણ મેળવનારને ગેરંટીડ ઈમરજન્સી ક્રેડીટ લાઈન સ્વરૂપે રૂ. 3 લાખ કરોડ સુધીના ભંડોળ માટે લાયક ઠરાવવામાં આવશે.

હેતુ માટે ભારત સરકાર તરફથી ચાલુ વર્ષ અને તે પછીનાં 3 નાણાંકિય વર્ષ માટે રૂ. 41,600 કરોડનુ ભંડોળ પૂરૂ પાડવામાં આવશે. મંત્રીમંડળે યોજના જાહેરાત થયાની તારીખથી તા. 31-10 2020સુધી અથવા તો જીઈસીએલ હેઠળ રૂ. 3 લાખ કરોડનુ ધિરાણ મંજૂર કરવામાં આવે ત્યાં સુધી, બંનેમાંથી જે સમય વહેલો હોય ત્યાં સુધી, જીઈસીએલ સુવિધા હેઠળ ફાળવવામાં આવતાં તમામ ધિરાણોને લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે.

 

 

વિગત:

ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમ (ECLGS) ની રચના કોરોના વાયરસ મહામારી અને તે પછી લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે માઈક્રો, લઘુ અને મધ્યમ કદના  ધિરાણ  લેનારા (MSME) ક્ષેત્રનાં એકમો માટે ઉભી થયેલી અત્યંત વિપરીત સ્થિતિ સામેના ચોકકસ પગલા તરીકે કરવામાં આવી છે.

યોજનાનો ઉદ્દેશ સંપૂર્ણ ગેરંટી ધરાવતી ઈમરજન્સી ક્રેડીટલાઈન પૂરી પાડીને રૂ. 3 લાખ કરોડનુ વધારાનુ ભંડોળ પૂરૂ પાડીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમોની હાલાકી દૂર કરવાનો છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ સભ્ય ધિરાણ સંસ્થાઓને એટલે કે બેંકો, નાણાં સંસ્થાઓ (NBFCs) તથા નોન બેંકીગ ફાયનાન્સિયલ સંસ્થાઓને એમએસએમઈ ક્ષેત્ર સુધીની પહોંચ વધારવા તથા કોરોના વાયરસ મહામારીને કારમે ઉભી થયેલી હાડમારીને કારણે કટોકટીની પરિસ્થિતિમાં તેમને જીઈસીએલ ફંડીગમાંથી ધિરાણ લેનાર તરફથી જો કોઈ પણ પ્રકારે ચૂકવણી નહી થવાને કારણે જો ખોટ થાય તો વધારાની ભંડોળની સુવિધા પૂરી પાડીને પ્રોત્સાહન પૂરૂ પાડવાનો છે.

યોજનાનાં વિવિધ પાસાંમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે.-

  1.  તા. 29-02-2020ની સ્થિતિએ તમામ માઈક્રો, લઘુ, અને મધ્યમ કદનાં એકમો કે જે રૂ. 25 કરોડનુ બાકી ધિરાણ ધરાવતા હોય અથવા તો તે તે તારીખ સુધીમાં 60 દિવસની બાકી રકમ જેટલુ થયુ હોય એટલે કે SMA 0 અને SMA 1 ખાતાં થયાં હોયઅને રૂ. 100 કરોડ સુધીનુ વાર્ષિક ટર્ન ઓવર ધરાવતાં હોય તે એકમો યોજના હેઠળ જીઈસીએલફંડીંગ માટે લાયક ગણાશે.

 

  1. સૂક્ષ્મ, લઘુ, અને મધ્યમ કદનાં એકમો ભંડોળ વધારાની કાર્યકારી મૂડી માટેના મુદતી  ધિરાણ  ( બેંક અને નાણાંકિય સંસ્થાઓના કિસ્સામાં) અથવા તો વધારાના મુદતી ધિરાણ (નોન બેંકીંગ ફાયનાન્સ સંસ્થાઓના સંદર્ભમાં) સ્વરૂપે તા. 29 ફેબ્રુઆરી, 2020ના રોજ તેમના સમગ્ર બાકી  ધિરાણ  20 ટકા સુધીનુ અથવા તો રૂ. 25 કરોડ સુધીનુ થતુ હોય તેમને આપવામાં આવશે.

 

  1.  જીઈસીએલ હેઠળ પૂરૂ પાડવામાં આવેલુ તમામ ભંડોળ ઈસીએલજીએસ હેઠળ એનસીજીસીટી તરફથી સભ્ય ધિરાણ સંસ્થાને 100 ટકા ક્રેડીટ ગેરંટી તરીકે પૂરૂ પાડવામાં આવશે.

 

  1. યોજના હેઠળ એક વર્ષના મોરેટોરિયમના ગાળા સાથે ધિરાણની મુદત 4 વર્ષની રહેશે.

 

  1. એનસીજીટીસી સભ્ય ધિરાણ સંસ્થાઓ (MLIs) ને કોઈ પણ પ્રકારની ગેરંટી ફી ચાર્જ કરશે નહી.

 

  1.   યોજના હેઠળ બેંકો અને નાણાં સંસ્થાઓ માટે 9.25 ટકા તથા નોન બેંકીંગ નાણાં સંસ્થાઓ માટે 14 ટકાનો વ્યાજ દર રાખવામાં આવ્યો છે.

 

 

અમલીકરણનો કાર્યક્રમ :

 

યોજના જાહેર થયાની તારીખથી તા. 31-10- 2020 સુધીના ગાળામાં મંજૂર કરવામાં આવેલાં તમામ ધિરાણોને અથવા તો રૂ. 3 લાખ કરોડનુ ભંડોળ પૂરૂ થાય ત્યાં સુધી, બંનેમાંથી જે સમય વહેલો હોય ત્યાં સુધી લાગુ કરવામાં આવશે.

 

 અસર :

 

યોજના કોરોના વાયરસ મહામારી અને તેને કારણે થયેલા લૉકડાઉન સામેના ચોકકસ પ્રતિભાવ તરીકે ઘડી કાઢવામાં આવી છે. મહામારીથી સૂક્ષ્, લઘુ અને મધ્યમ કદનાં ઉત્પાદન એકમો ઉપરાંત ક્ષેત્રની અન્ય પ્રવૃત્તિઓને માઠી અસર થઈ હતી તે કારણે નિર્ણય લેવાયો છે. માઈક્રો, લઘુ અને મધ્યમ કદનાં એકમો દેશના અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને રોજગારી આપે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે યોજના સભ્ય સંસ્થાઓને જેની ખૂબ જરૂર હતી તેવી રાહત પૂરી પાડશે અને તેમની એકમો અને બિઝનેસ ફરીથી ચાલુ કરીને તેના સંચાલનની જવાબદારી ચાલુ રાખવામાં હાલમાં ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિમાં સહયોગ પૂરો પાડશે. યોજના અર્થતંત્રને હકારાત્મક અસર કરીને તેને બેઠુ કરવામાં સહાયક પૂરવાર થશે તેવી અપેક્ષા છે.

 

 

GP/DS(Release ID: 1625401) Visitor Counter : 225